ICICI બેન્કના NRI ગ્રાહકો આંતર રાષ્ટ્રીય મોબાઈલ નંબર દ્વારા ભારતમાં UPI પેમેન્ટ કરી શકશે
બેન્કના NRI ગ્રાહકો ભારતમાં તેમના NRE / NRO બેન્ક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર મારફત યુટિલિટી બિલ, મર્ચન્ટ અને ઈ-કોમર્સ ટ્રાન્જેક્શન કરી શકશે.
10 દેશોમાં વસતા NRI ગ્રાહકો ભારતમાં iMobile પે મારફત યુટિલિટી બિલ અને ચૂકવણી કરી શકશે
આઈસીઆઈસીઆઈ બેન્કે તેના એનઆરઆઈ ગ્રાહકોને ભારતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર મારફત યુપીઆઈ ચૂકવણી કરવા સક્ષમ બનાવ્યા છે. જે એનઆરઆઈ માટે રોજિંદા કરવામાં આવતી ઓનલાઈન ચૂકવણીને વધુ સરળ બનાવશે. ICICI Bank enables NRI customers to use international mobile number to make UPI payments in India
આ સુવિધા સાથે બેન્કના NRI ગ્રાહકો ભારતમાં તેમના NRE / NRO બેન્ક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર મારફત યુટિલિટી બિલ, મર્ચન્ટ અને ઈ-કોમર્સ ટ્રાન્જેક્શન કરી શકશે. બેન્ક આ સુવિધા તેની મોબાઈલ બેન્કિંગ એપ આઈમોબાઈલ પે (iMobile Pay) મારફત ઉપલબ્ધ કરાવશે. અગાઉ એનઆરઆઈએ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે તેમના બેન્ક એકાઉન્ટને ભારતીય મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવવુ પડતુ હતું.
આઈસીઆઈસીઆઈ બેન્કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા વિવિધ દેશોમાં યુપીઆઈનો ઉપયોગ કરવા માટે સ્થાપિત ઈન્ટરનેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરતાં આ સુવિધા યુએસએ, યુકે, યુએઈ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સાઉદી અરબ સહિત 10 દેશોમાં પ્રદાન કરશે.
આ સુવિધાની મદદથી બેન્કના એનઆરઆઈ ગ્રાહકો કોઈપણ ઈન્ડિયન ક્યુઆર કોડ સ્કેન કરી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. તેમજ કોઈપણ ભારતીય મોબાઈલ નંબર કે ભારતીય બેન્ક એકાઉન્ટમાં યુપીઆઈ આઈડી મારફત નાણાં ટ્રાન્સફર કરી શકશે.
આ અંગે ICICI બેન્કના ડિજિટલ ચેનલ્સ અને પાર્ટનરશીપ્સ હેડ શ્રી સિદ્ધાર્થ મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે એનપીસીઆઈ સાથે જોડાણ કરી આઈમોબાઈલ પે (iMobile Pay) મારફત આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર પર યુપીઆઈ સુવિધા પ્રદાન કરવા બદલ ઉત્સુક છીએ. આ સુવિધા સાથે 10 દેશોમાં વસતા અમારા એનઆરઆઈ ગ્રાહકો ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યા વિના યુપીઆઈની મદદથી પેમેન્ટ કરી શકશે.
આ ઈનોવેટિવ સોલ્યુશન અમારા એનઆરઆઈ ગ્રાહકોને સુરક્ષિત, સલામત, અને પડકારમુક્ત ચૂકવણીનો અનુભવ પ્રદાન કરે છે. આ સુવિધાનો ઉપયોગ કરનારા એનઆરઆઈ ગ્રાહકો પાસેથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અમે એનપીસીઆઈના યુપીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેતાં આ પહેલ સાથે વૈશ્વિક સ્તરે ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને વધુ મજબૂત અને પરિવર્તનશીલ બનાવવા માગીએ છીએ.”
આઈમોબાઈલ પે (iMobile Pay)ની મદદથી આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર પર આ રીતે યુપીઆઈ સુવિધાનો લાભ લોઃ
· સૌપ્રથમ આઈમોબાઈલ પે (iMobile Pay) એપમાં લોગઈન કરો
· બાદમાં યુપીઆઈ પેમેન્ટ્સ વિકલ્પ પર ક્લિક કરો
· મોબાઈલ નંબર વેરિફાઈ કરો
· મેનેજ પર ક્લિક કરી માય પ્રોફાઈલ પર ક્લિક કરો
· નવું યુપીઆઈ આઈડી બનાવો (ભલામણ કરવામાં આવેલા વિકલ્પોમાંથી પસંદગી)
· એકાઉન્ટ નંબર પસંદ કરી સબમિટ કરો.
આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર પર યુપીઆઈ સુવિધા વિશે વધુ માહિતી મેળવવા સંપર્ક કરોઃ https://www.icicibank.com/nri-