સૌરાષ્ટ્ર-કચ્છની ICICI બેંકમાં ૪ર માસમાં ર,ર૪૭ નકલી નોટ જમા થઈ
ગ્રાહકો દ્વારા ભરણામાં ૭,૯ર,૮પ૦ રૂપિયાની કિંમતની ર૦૦૦, પ૦૦, ર૦૦, ૧૦૦, પ૦ ના દરની રર૪૭ નકલી અંદાજીત કિંમત ૭.૯૩ લાખની નકલી નોટોની ફરિયાદ નોંધાવાઈ
રાજકોટ, દેશને નબળો કરવા માટે ભેજાબાજો નકલી ચલણી નોટો ઘુસાડી રહ્યા છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર- કચ્છની આઈસીઆઈસીઆઈ બેંકની જુદી જુદી ચેસ્ટ શાખાઓમાં ગ્રાહકો દ્વારા ભરણામાં ૭,૯ર,૮પ૦ રૂપિયાની કિંમતની ર૦૦૦, પ૦૦, ર૦૦, ૧૦૦, પ૦ ના દરની રર૪૭ નકલી નોટો ધાબડી દેવામાં આવતા રાજકોટ બ્રાન્ચ મેનેજર દ્વારા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસઓજીએ તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ વૈશાલીનગરમાં રહેતા અને મોરબી રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંકની ચેસ્ટ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતાં સંદીપભાઈ ગુણવંતરાય ગઢેચા ઉ.૪૦એ બી ડીવીઝન પોલીસમાં અજાણ્યા ગ્રાહકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની રાજકોટ ચેસ્ટ બ્રાન્ચ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરણામાં આવેલી ચલણી નોટો શંકાસ્પદ જણાતા ચેક કરતાં તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું
જુદી જુદી શાખાઓમાં એપ્રિલ ર૦ર૧થી સપ્ટેમ્બર ર૦ર૪ એટલે કે ૪ર મહિનામાં અજાણ્યા ગ્રાહકો દ્વારા ર૦૦૦ના દરની ૧૩પ, પ૦૦ના દરની ૬૭૪, ર૦૦ના દરની ૪૪૪, ૧૦૦ના દરની ૮૪૭ અને પ૦ના દરની ૪૭ એમ ૭,૯ર,૮પ૦ રૂપિયાની રર૪૭ નકલી નોટો ધાબડી દેવામાં આવી હોય બેંકની સૂચનાથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.