આ બેંક આપી રહી છે, પાસબુક પ્રિન્ટિંગ, ચેક ડિપોઝિટ અને નેટ બેંકિંગની સુવિધા

ICICI બેંકએ ઉત્તરાખંડમાં દેહરાદૂન, તમિલનાડુના કરુર, નાગાલેન્ડમાં કોહિમા અને પુડુચેરીમાં DBUs સ્થાપિત કર્યા છે.
મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકએ જાહેરાત કરી હતી કે, બેંકે એના ગ્રાહકોને બેંકિંગ સેવાઓ ડિજિટલી પૂરી પાડવા ચાર ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBUs)નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન સરકારની ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા ઘણા જિલ્લાઓમાં 75 DBUs સ્થાપિત કરવાની યોજનાનો ભાગ છે.
ભારતની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસની હાજરીમાં 75 DBUsનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આઇસીઆઇસીઆઈ બેંકએ ઉત્તરાખંડમાં દેહરાદૂન, તમિલનાડુના કરુર, નાગાલેન્ડમાં કોહિમા અને પુડુચેરીમાં DBUs સ્થાપિત કર્યા છે.
DBU બે અલગ એરિયા ધરાવે છે – સેલ્ફ-સર્વિસ ઝોન અને ડિજિટલ આસિસ્ટન્સ ઝોન. સેલ્ફ સર્વિસ ઝોનમાં એક એટીએમ, કેશ ડિપોઝિટ મશીન (સીડીએમ) અને મલ્ટિ-ફંક્શનલ કિઓસ્ક (એમએફકે) ધરાવે છે, જે પાસબુક પ્રિન્ટિંગ, ચેક ડિપોઝિટિંગ અને ઇન્ટરનેટ બેંકિંગની સુલભતા સહિત વિવિધ સેવાઓ ઓફર કરે છે.
ઉપરાંત આ ડિજિ બ્રાન્ચ કિઓસ્ક પણ ધરાવે છે, જે બેંકની મોબાઇલ બેંકિંગ એપ આઇમોબાઇલ પે પર ઉપલબ્ધ તમામ સેવાઓ પૂરી પાડે છે. ઝોન ડિજિટલ ઇન્ટરેક્ટિવ સ્ક્રીન પણ પ્રદાન કરે છે, જેમાં ગ્રાહકો પ્રોડક્ટ ઓફર્સ અને ફરજિયાત નોટિસો શોધવા ચેટબોટ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. સેલ્ફ-સર્વિસ ઝોન 24×7 કાર્યરત છે.
ડિજિટલ આસિસ્ટન્સ ઝોનમાં બ્રાન્ચના અધિકારીઓ ગ્રાહકોને વિવિધ નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો હાથ ધરવા મદદ કરશે. તેમાં સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ ખોલાવવું, હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોનનો લાભ લેવો તથા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા જેવી સુવિધાઓ સામેલ છે.
આ સેવાઓ ટેબ્લેટ ડિવાઇઝ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે, આધાર આધારિત ઇકેવાયસીનો ઉપયોગ કરીને ઓફર થાય છે. ઉપરાંત બ્રાન્ચના અધિકારીઓ ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ એપ અને ઇન્ટરનેટ બેંકિંગ ડાઉનલોડ કરવા અને ઉપયોગ શરૂ કરવામાં મદદરૂપ થશે. ડિજિટલ આસિસ્ટન્સ ઝોન સોમવારથી શુક્રવાર સુધી સવારે 9.30થી બપોરના 3.00 સુધી ખુલ્લાં રહેશે તેમજ મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે પણ આ જ સમયે ખુલ્લાં રહેશે.
આ નવી પહેલ પર આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (નિયુક્ત) શ્રી રાકેશ ઝાએ કહ્યું હતું કે, “અમને આરબીઆઈના નેજાં હેઠળ સમગ્ર દેશમાં DBUs સ્થાપિત કરવાની પહેલમાં સામેલ થવાની ખુશી છે. તેઓ ડિજિટલ શાખાઓની જેમ કામ કરે છે, જેમાં ગ્રાહકોને બેંકિંગ વ્યવહારો ડિજિટલી હાથ ધરી શકે છે, એ પણ તેમનાં સુવિધાજનક સમયે. તેમને આ યુનિટ્સમાં બેંકિંગ સેવાઓ પર નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન પણ મળી શકે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં અમે જોયું છે કે, શાખાઓમાં ગ્રાહકનો અભિગમ બદલાયો છે. હવે ગ્રાહકો જટિલ વ્યવહારો, લોન અને રોકાણ માટે સલાહ અને માર્ગદર્શન લેવા વધારે આતુર છે, તો સરળ વ્યવહારો તેમની રીતે ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા હાથ ધરવાનું પસંદ કરે છે. અમે અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા DBUs સ્થાપિત કર્યા છે.”