Western Times News

Gujarati News

ICICI બેંકે ગુજરાતમાં વિવિધ ડિજિટલ પહેલ સાથે રિટેલ ફ્રેન્ચાઇઝી મજબૂત કરી

Anup Bagchi, Executive Director

ગ્રાહકો માટે સર્વાંગી મૂલ્ય ધરાવતી ખાસિયતો ઊભી કરી – આ પહેલો નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતમાં રિટેલ લોનનું વિતરણ આશરે 40 ટકા વધારીને રૂ. 32,700 કરોડ કરશે એવી શક્યતા છે 

અમદાવાદઃ ICICI બેંકએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ વિવિધ અનેક ડિજિટલ પહેલો અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અપનાવીને ગુજરાતમાં એની રિટેલ ફ્રેન્ચાઇઝને વધારવાનું જાળવી રાખ્યું છે. ICICI Bank strengthens retail franchise in Gujarat with a range of digital initiatives

આ પહેલોથી બેંકને રાજ્યમાં એની રિટેલ લોનની વહેંચણી ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2021-22)ના અંતે ગયા વર્ષની સરખામણીમાં આશરે 40 ટકા વધીને રૂ. 32,700 કરોડ કરવામાં મદદ મળશે એવી શક્યતા છે. These initiatives are likely to propel retail loan disbursement in Gujarat around 40% to Rs. 32,700 crore in FY’22

આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ (Anup Bagchi, Executive Director, ICICI Bank) મીડિયા સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં અમે વિવિધ ડિજિટલ પહેલો મારફતે સંવર્ધિત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાનું જાળવી રાખ્યું છે. આ રાજ્યમાં અમારો પ્રયાસ અમારા ગ્રાહકો માટે સર્વાંગી મૂલ્ય સુવિધાઓ ઊભી કરવાનો છે. અમે ગ્રાહક ઇકો-સિસ્ટમ અને રાજ્યની અંદર નાનાં બજારોમાં તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે બેંકના તમામ ગ્રાહકોને લાભ આપવા વિવિધ સેગમેન્ટમાં કામ કરે એવી ટીમો ઊભી કરી છે.”

બેંકએ ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યમાં ઝડપથી એનો રિટેલ લોન વ્યવસાય વધારવા એની ટેકનોલોજીકલ ક્ષમતાનો ઉપયોગ કર્યો છે. રાજ્યમાં મોર્ગેજ લોનની વહેંચણી 35 ટકા સુધી વધીને રૂ. 15,700 કરોડ થવાની શક્યતા છે, તો મુખ્યત્વે પર્સનલ લોન અને વ્હિકલ લોન ધરાવતી કન્ઝ્યુમર લોન 30 ટકાથી વધુ વધીને રૂ. 6,000 કરોડ થવાની શક્યતા છે. બેંકને બિઝનેસ લોન લગભગ બમણી થવાની અને ઓવરડ્રાફ્ટનું વિતરણ રૂ. 8,200 કરોડ થવાની પણ અપેક્ષા છે.

શ્રી બાગ્ચીએ મોર્ગેજ લોન્સ વિશે કહ્યું હતું કે, “ગુજરાતમાં મોર્ગેજ લોન્સના પ્રેરકબળો છે – લોનની ડિજિટલ અને તાત્કાલિક મંજૂરી, એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ અને નાનાં બજારોમાં કામગીરીનું વિસ્તરણ તથા ડાયરેક્ટ લોનની મંજૂરી માટે ડેવલપર્સ સાથે મજબૂત વિતરણ નેટવર્ક.

અમારી તાત્કાલિક હોમ લોનની સુવિધા – દેશની પ્રથમ -થી અમારા લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકોને તાત્કાલિક મંજૂરીનો પત્ર મેળવવામાં મદદ મળી છે. આ ડિજિટલ પ્રક્રિયાથી અમારા ગ્રાહકોને મદદ મળી હતી, ખાસ કરીને છેલ્લાં બે વર્ષમાં, કારણ કે તેઓ કોઈ પણ શાખાની મુલાકાત લીધા વિના સુવિધાનો લાભ લઈ શકે છે.

ઉપરાંત અમે ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ, નર્સિંગ હોમ્સ અને મેડિકલ ક્લિનિક્સના નિર્માણ તેમજ સીનિયર સેકન્ડરી સ્કૂલ જેવા નવા સેગમેન્ટને મોર્ગેજ લોન ઓફર કરીએ છીએ. વળી અમે હોમ લોન સાથે સજ્જ અમારી મોટા ભાગની શાખાઓ દ્વારા અમે ગ્રામીણ વિસ્તારો સહિત અમારી ભૌગોલિક પહોંચ વધારી છે.

અમદાવાદ, વડોદરા અ સુરત ઉપરાંત અમે આણંદ, નડિયાદ, અંકલેશ્વર અને ભરુચ જેવા શહેરોમાં પગારદાર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે સાથે અમે પાટણ, ડીસા, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ જેવા ટિઅર ત્રણ શહેરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.”

બેંકએ પાંચ શહેર – વડોદરા, સુરત, અંકલેશ્વર, મહેસાણા અને પાલનપુરમાં ગ્રાહકોને સરળતાપૂર્વક મોર્ગેજ લોન લેવા સક્ષમ બનાવવા એના પ્રોસેસિંગ સેન્ટર્સની સંખ્યામાં વધારો કર્યો છે.

શ્રી બાગ્ચીએ બિઝનેસ લોન અને ઓવરડ્રાફ્ટ વિશે કહ્યું હતું કે, “અમે દ્રઢપણે માનીએ છીએ કે, વ્યવસાયો અને પોતાની રીતે રોજગારી મેળવતી વ્યક્તિઓ આપણા સમાજની કરોડરજ્જુ છે. અમે તેમના જીવનના દરેક તબક્કામાં વ્યવસાયો માટે વિવિધ પ્રકારની સેવાઓનું ડિજિટાઇઝેશન કર્યું છે. આ યાદીમાં ઉદ્યોગમાં સૌપ્રથમ ડિજિટલ સેવાઓ સામેલ છે,

જેમ કે, ઇન્સ્ટન્ટ કરન્ટ એકાઉન્ટ, ત્રણ ક્લિકમાં ઇન્સ્ટન્ટ ઓવરડ્રાફ્ટ સુવિધા, પ્રોપર્ટી જામીનગરી માટે ઓનલાઇન ટાઇટલ સર્ચ અને ડોક્યુમેન્ટ પર ઇ-સિગ્નેચર. આ તમામ સેવાઓ ગ્રાહકોને ઘણી સુવિધા આપે છે, કારણ કે તેનાથી લોન મંજૂર કરવા માટેના સમયમાં મોટો ઘટાડો થયો છે.

અમે મિલકતની આકારણી પર આધારિત ધિરાણ અને ધિરાણની મર્યાદાઓ માટે બેલેન્સ ટ્રાન્સફર પ્રોગ્રામ, ફિક્સ્ડ ડિપોઝિટ પર ઓનલાઇન ઓવરડ્રાફ્ટ, જીએસટી રિટર્ન પર બિઝનેસ લોન, વ્યવસાયો માટે ‘ઇન્સ્ટાબિઝ’ એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ, વ્યવસાયો અને કોર્પોરેટ માટે ઇન્ટરનેટ બેંકિંગ, આયાત-નિકાસના વ્યવહારો હાથ ધરવા પ્લેટફોર્મ ટ્રેડ ઓનલાઇન જેવી ઇનોવેટિવ અને ઉદ્યોગમાં સૌપ્રથમ સુવિધાઓ પણ પૂરી પાડીએ છીએ. અમે માનીએ છીએ કે, અમારી તમામ ડિજિટલ સુવિધાઓ વ્યવસાયોને સાતત્યપૂર્ણ રીતે નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે અને તેમને તેમની મહત્તમ સંભવિતતા હાંસલ કરવામાં મદદ કરે છે.”

બેંક સુરત જેવા ટેક્સટાઇલ કેન્દ્ર અને ડાયમન્ડ બજાર, મોરબીમાં સિરામિક બજાર, અમદાવાદમાં સ્ટીલ, મેટલ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ તથા વાપીમાં પેપર ઉદ્યોગ જેવા નાનાં બજારોમાં કામગીરીનું વિસ્તરણ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વૃદ્ધિને વેગ આપવા બેંક એની મોટા ભાગની શાખાઓમાં બિઝનેસ લોન સાથે સજ્જ છે. વળી છેલ્લાં બે વર્ષમાં બેંકે ભાવનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અંકલેશ્વર અને ભરુચ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં નવા પ્રોસેસિંગ કેન્દ્રો શરૂ કર્યા છે તથા એની ટીમની ક્ષમતા બમણી કરી છે.

શ્રી બાગ્ચીએ કન્ઝ્યુમર લોન પર કહ્યું હતું કે, “અમે ગ્રાહકોને ડિજિટલ અને ઇન્સ્ટન્ટ કન્ઝ્યુમર લોન ઓફર કરીએ છીએ. અમારું ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સોલ્યુશન  લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકોને ઇન્ટરનેટ/મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા અરજી કર્યા પછી તેમને તાત્કાલિક એકાઉન્ટ ખોલવામાં નાણાં મેળવવા સક્ષમ બનાવશે.

અત્યારે રાજ્યમાં ડિજિટલ માધ્યમો થકી 100 ટકા પર્સનલ લોનની વહેંચણી થાય છે. પર્સનલ લોન માટે અમારા ચાવીરૂપ બજારો છે – અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, ભરુચ, અંકલેશ્વર, ગાંધીધામ, મોરબી, વલસાડ, જામનગર, સુરત, રાજકોટ, ભરુચ, અંકલેશ્વર, ગાંધીધામ, મોરબી, વલસાડ અને આણંદ. અમે ડિજિટલ માધ્યમ થકી તાત્કાલિક કાર લોનને મંજૂરી આપવા અને એનું વિતરણ કરવાની સાથે અમારા લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકોને તાત્કાલિક કાર લોનના વિતરણની સુવિધા પણ પ્રસ્તુત કરી છે.

ઓટો લોન માટે અમે અમારી ટીમ મજબૂત કરી છે તથા ટિઅર 1 અને ટિઅર 2 શહેરોમાં અણારા વિતરણ માળખામાં વધારો કર્યો છે, જેમાં અમે સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, પાલનપુર અને ડીસા જેવા શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉપરાંત અમે ડૉક્ટર્સ અને હોસ્પિટલોને સોનેગ્રાફી મશીન, ગામા કેમેરા, સીટી સ્કેન અને એમઆરઆઇ મશીન તથા ઓર્થોપેડિક રોબો જેવા તબીબી ઉપકરણને ફંડ પૂરું પાડવા કમર્શિયલ ઇક્વિપમેન્ટ લોનનાં નવા સેગમેન્ટનું વિસ્તરણ કર્યું છે, જેથી રાજ્યમાં તબીબી માળખાગત સુવિધાની વૃદ્ધિને ટેકો મળે.”

આઇસીઆઇસીઆઈ બેંકે રાજ્યના નાગરિકો માટે ડિજિટલ સેવાઓની સુવિધાઓ આપવા વિવિધ સરકારી વિભાગો સાથે જોડાણ પણ કર્યું છે. આમાં ટ્રેડ લાઇસન્સ, હોલ્ડિંગ ટેક્ષ, ટેન્ડર ફી, પ્રોપર્ટી એલોટમેન્ટ ફી, યુટિલિટી (જેમ કે વીજળી, પાણી) બિલો, ટ્રાન્ઝિટ સેવાઓ માટે ઓનલાઇન ટિકિટ અને પાસ બુકિંગનું કલેક્શન કરવા ડિજિટલ સોલ્યુશન તથા વિવિધ વિભાગોની ઇ-ગવર્નન્સની અરજીઓની વેબ પોર્ટલ માટે પેમેન્ટ ગેટવે સામેલ છે.

બેંક રાજ્યમાં 1,250 ટચ પોઇન્ટથી વધારેનું રિટેલ નેટવર્ક ધરાવે છે – જેમાં 390 શાખાઓ અને 860થી વધારે એટીએમ સામેલ છે. 390 શાખાઓમાંથી 50 ટકાથી વધારે શાખાઓ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે. બેંક રાજ્યમાં 12,700થી વધારે બિઝનેસ કરસ્પોન્ડન્ટ્સ (બીસી)નું નેટવર્ક ધરાવે છે. અમે આશરે 130 ગામડાઓમાં બેંકિંગ સેવાઓ આપીએ છીએ, જે અત્યાર સુધી બેંકની સુવિધાઓથી વંચિત હતા.

રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોને સક્ષમ બનાવવા આઇસીઆઇસીઆઈ બેંકે રાજ્યના ગ્રામીણ નાગરિકોને સક્ષમ બનાવવા કેટલીક પહેલો હાથ ધરી છે. રાજ્યમાં ખાનગી ક્ષેત્રની બેંકો વચ્ચે મુખ્ય પહેલ સ્વરૂપે પોતાના સેલ્ફ હેલ્થ ગ્રૂપ (એસએચજી) પ્રોગ્રામ મારફતે બેંકએ ગ્રામીણ મહિલાઓના ઉદ્યોગસાહસિકતાના જુસ્સાને ટેકો આપ્યો છે.

બેંક રાજ્યમાં આશરે 46,000 મહિલાઓ ધરાવતા 4,600થી વધારે એસએચજીને લોનનું વિતરણ કર્યું છે. એસએચજી વિવિધ પ્રકારની કામગીરીઓમાં સંકળાયેલા છે, જેમ કે, સીવણકામ, દૂધ એકત્ર કરવાનો વ્યવસાય, શાકભાજીનું વેચાણ, કિરાના દુકાનો ચલાવવા અને ગાર્મેન્ટનું વેચાણ. આઇસીઆઇસીઆઈ બેંકે ગ્રામપંચાયતોમાં બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા બિઝનેસ કરસ્પોન્ડન્ટ (બીસી) તરીકે એસએચજીના કેટલાંક સભ્યોની નિમણૂક કરી છે. બેંકે રાજ્યમાં વંચિતો માટે બે લાખથી વધારે પીએમજેડીવાય ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ ખોલ્યાં છે.

ગ્રામીણ વિસ્તારમાં બેંક ખેડૂતોને તેમના પાક માટે, ટ્રેક્ટર ખરીદવા તથા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓની સુવિધા આપવા અન્ય કૃષિ ઉપકરણ માટે લોન પૂરી પાડે છે. ઉપરાંત બેંક કૃષિ, બાગાયતી, લણણી પછી પ્રોસેસિંગ, સંગ્રહ સુવિધા અને પરિવહનમાં સંકળાયેલા ખેડૂતોને ધિરાણના સોલ્યુશન્સ પણ ધરાવે છે.

બેંક સૌરાષ્ટ્ર, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા શહેરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. બેંકએ ટ્રેક્ટરના ડિલર્સ સાથે એના જોડાણને વધારીને કૃષિ ઉપકરણ લોન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ ટેબ આધારિત ‘એક્સપ્રેસ એગ્રિ’ એપ્લિકેશન સાથે 100 ટકા ડિજિટલી થાય છે. આ ઝડપી ટર્નએરાઉન્ડ ટાઇમ સુનિશ્ચિત કરે છે, કારણ કે એનાથી ફિઝિકલ ડોક્યુમેન્ટ પર ફરી કામ કરવા અને મૂવમેન્ટમાં ઘટાડો થાય છે. ઉપરાંત બેંક નાણાકીય સર્વસમાવેશકતા વધારવા રાજ્યમાં ગ્રામીણ ગ્રાહકો માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પણ હાથ ધરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.