ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2023માં વધીને રૂ. 27.65 અબજ થઈ
ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2019ની વીએનબીના બમણાં કરતાં વધુ વૃદ્ધિ સાથે રૂ. 27.65 અબજની વીએનબી નોંધાવી, વીએનબી માર્જિન 32% રહ્યા
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે મજબૂત કામગીરી નોંધાવી છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી), જે નફાકારકતા દર્શાવે, તે નાણાંકીય વર્ષ 2023માં વધીને રૂ. 27.65 અબજ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 27.8%ની વૃદ્ધિ દર્શાવે છે. ICICI Prudential Life Insurance FY2023
વીએનબી માર્જિન પણ નાણાંકીય વર્ષ 2022માં 28.0% થી વધીને નાણાંકીય વર્ષ 2023માં 32.0% થયા હતા. કંપનીએ આમ નાણાંકીય વર્ષ 2023 સુધીમાં નાણાંકીય વર્ષ 2019ના વીએનબીને બમણી કરવાનો તેનો લક્ષ્યાંકિત ઉદ્દેશ્ય હાંસલ કર્યો છે.
ચાર વર્ષના સમયગાળામાં મજબૂત વીએનબી વૃદ્ધિ ગ્રાહક કેન્દ્રિતતા પર ધ્યાન રાખીને 4P વ્યૂહરચનાના સફળ અમલીકરણ દ્વારા પ્રેરિત છે જેમાં પ્રીમિયમ વૃદ્ધિ, પ્રોટેક્શન બિઝનેસ ગ્રોથ, સતત ચાલુ રહેલા પ્રયાસોમાં સુધારો અને ઉત્પાદકતા વૃદ્ધિનો સમાવેશ થાય છે, જ્યારે ઈએસજીને બિઝનેસ મેનેજમેન્ટમાં એકીકૃત કરવામાં આવી છે.
નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, એન્યુઅલાઈઝ્ડ પ્રિમિયમ ઇક્વિલન્ટ (એપીઈ) જે નવા બિઝનેસનું માપદંડ છે, તે વાર્ષિક ધોરણે 11.7% વધીને રૂ. 86.40 અબજ થઈ છે. વિવિધ આવક સેગમેન્ટમાં ફેલાયેલા વિસ્તૃત ગ્રાહક આધારને પહોંચી વળવા પ્રોડક્ટ દરખાસ્તોના વિસ્તરણ સાથે વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન ફૂટપ્રિન્ટ સહિતના પરિબળોના સંયોજને કંપનીને તેની સમગ્ર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ અને પ્રોડક્ટ્સમાં તેના પ્રીમિયમમાં મજબૂત વૃદ્ધિ નોંધાવવા સક્ષમ બનાવી છે.
નાણાંકીય વર્ષ 2023 માટે, પ્રોટેક્શન એપીઈ વાર્ષિક ધોરણે 14.5% વધીને રૂ. 15.04 અબજ થઈ છે. નવી બિઝનેસ રકમ વાર્ષિક ધોરણે 34.7% વધીને રૂ. 10.4 ટ્રિલિયન થઈ છે.
કંપનીએ નાણાંકીય 2022ની સરખામણીમાં તમામ સમૂહોમાં દ્રઢતામાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે. 13મા મહિનાની દ્રઢતાનો ગુણોત્તર નાણાંકીય વર્ષ 2023ના 11 મહિનામાં 90 બેસિસ પોઈન્ટ્સથી સુધરીને 86.6% અને 61મા મહિનાનો દ્રઢતાનો ગુણોત્તર 1130 બેસિસ પોઈન્ટ્સ વધીને નાણાંકીય વર્ષ 2023ના 11 મહિનામાં 65.7% થયો હતો.
ડિજિટલ ટેક્નોલોજીમાં સતત રોકાણોએ કંપનીને ભવિષ્ય માટે તૈયાર રહેવા, ઉચ્ચ ઉત્પાદકતા હાંસલ કરવા, ખર્ચ કાર્યક્ષમતા વધારવા અને શ્રેષ્ઠ ગ્રાહક સેવા પ્રદાન કરવામાં સક્ષમ બનાવી છે.
31 માર્ચ, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટ વધીને રૂ. 2,511.91 અબજ થઈ હતી જે કંપનીમાં ગ્રાહકનો વિશ્વાસ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023 માટે સોલ્વેન્સી રેશિયો 208.9% હતો, જે 150%ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતાં પણ વધુ રહ્યો હતો.
ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી એન એસ કન્નને જણાવ્યું હતું કે “એપ્રિલ 2019માં અમે નાણાંકીય વર્ષ 2019ના વીએનબીને ચાર વર્ષમાં બમણી કરવાની અમારી મહેચ્છા વ્યક્ત કરી હતી. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે
અમે રૂ. 27.65 અબજની વીએનબી અને 32.0%ના ઈન્ડસ્ટ્રીના અગ્રણી માર્જિન સાથે સફળતાપૂર્વક આ હાંસલ કર્યું છે. આ વીએનબી બિઝનેસની મજબૂત ગુણવત્તા સાથે વિતરિત કરવામાં આવી હતી જે તમામ સમૂહોમાં અમારા દ્રઢતા ગુણોત્તરમાં તીવ્ર સુધારાઓ પરથી જોઈ શકાય છે.
વૈવિધ્યસભર વિતરણ અને સારી રીતે વૈવિધ્યસભર પ્રોડક્ટ મિક્સને અનુસરવાની અમારી વ્યૂહરચનાના પગલે અમે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં એપીઈ (APE) માં વાર્ષિક ધોરણે 26.5% વૃદ્ધિ નોંધાવી શક્યા છીએ. પ્રોટેક્શન અને એન્યુઈટી પ્રોડક્ટ્સ પર અમારું ધ્યાન આ સેગમેન્ટ્સની વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. આ પ્રોડક્ટ્સ હવે નાણાંકીય વર્ષ 2023 માટે પ્રાપ્ત થયેલા નવા બિઝનેસ પ્રીમિયમમાં લગભગ અડધાથી વધુનું પ્રદાન કરે છે.
અમે માનીએ છીએ કે અમે સારી રીતે વૈવિધ્યસભર પ્રોડક્ટ અને ચેનલ મિક્સ, ઉદ્યોગના અગ્રણી ગુણવત્તા પરિમાણો અને મજબૂત રિસ્ક અને કેપિટલ મેટ્રિક્સ સાથે સ્થિતિસ્થાપક બિઝનેસ ઊભો કર્યો છે. આ સાથે, અમે આવનારા વર્ષોમાં વીમાની તકનો લાભ લેવા માટે તૈયાર છીએ.”