Western Times News

Gujarati News

૬૫ બેડની અત્યાધુનીક સુવિધાઓ ધરાવતી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ આઇકોનીક1010

અમદાવાદમાં અત્યાધુનિક સુવિધા ધરાવતી આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો શુભારંભ’

અમદાવાદ શહેર ની મધ્ય માં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ૬૫ બેડની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, આઇકોનીક ૧૦૧૦  (Iconic Hospital 65 bed multi speciality hospital S G Highway Ahmedabad) હોસ્પિટલ નો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી રુશીકેષભાઈ પટેલ (Rushikesh Patel Health Minister) અને ના સ્ટેન્ડીગ કમીટી ના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ વરદ હસ્તે કરવામાં આવ્યો. (AMC Standing committee chairman Hitesh Barot)

આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ ૬૫ બેડની અત્યાધુનીક સુવિધાઓ ધરાવતી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ છે. જેમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ જેવી હદયને લગતી બીમારીઓની સારવાર અને સર્જરી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના સી. એમ. ડી. ડૉ. પરાગ શેઠ કે જેઓ ૨૭ વર્ષથી હદય ને લગતા રોગોની સારવાર કરે છે. અને ૧૯૦૦૦ થી વધુ દર્દીઓ ની સર્જરી કરેલ છે. જણાવે છે કે આઇકોનીક ૧૦૧૦ એ અધ્યતન સુવિધાઓ સાથે હેલ્થકેર સેક્ટરની વિશ્વાશનીય બ્રાન્ડ તરીકે આગામી દિવસોમાં આપણા લોકો ની સેવા માટે ઉપલબ્ધ હશે.

આ પ્રસંગે ગાંધીનગર ના પૂર્વધારાસભ્ય અશોકભાઇ પટેલ જીટોં ના પ્રેસીડેન્ટ શ્રી ચેતન શાહ, શ્રી ચારુલભાઈ વક્તા, શ્રી જે,બી,પટેલ, રક્ષીતભાઈ પટેલ, શ્રી વસંતભાઇ, અદાણી જે. કે. ભટ્ટ સાહેબ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સિંધુભવન રોડ પર આવેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.