લંડનમાં આઇકોનિક ભારતીય રેસ્ટોરન્ટ બંધ થવાના આરે

લંડન, બ્રિટનમાં સૌથી જૂના ભારતીય રેસ્ટોરન્ટમાં સ્થાન ધરાવતાં વીરસ્વામી રેસ્ટોરન્ટ સામે બંધ થવાનું જોખમ ઊભું થયું છે. બિલ્ડિંગના માલિકે લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ ન કરવાનો નિર્ણય કર્યાે હોવાથી આ રેસ્ટોરન્ટ સેન્ટ્રલ લંડનની પ્રતિષ્ઠિત રિજન્ટ સ્ટ્રીટ પરની જગ્યા ખાલી કરવી પડે તેવી શક્યતા છે.આ રેસ્ટોરન્ટ વિક્ટરી હાઉસ બિલ્ડિંગમાં આવેલું છે.
વિક્ટરી હાઉસ બિલ્ડિંગના માલિકે લીઝ એગ્રીમેન્ટને રિન્યૂ ન કરવાનો નિર્ણય કર્યાે છે. માલિક સમગ્ર બિલ્ડિંગનું વ્યાપક નવીનીકરણ કરવા માગે છે. એપ્રિલ ૧૯૨૬થી ચાલતું આ રેસ્ટોરો ૧૦૦ વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છે ત્યારે આ મુશ્કેલી ઊભી થઈ છે.
જૂન મહિનામાં લીઝ એગ્રીમેન્ટ પૂરી થઈ રહી છે ત્યારે વીરસ્વામીની માલિકી કંપની એમડબલ્યુ ઇટે તેના ભાડાપટ્ટા અધિકારો હેઠળ લીઝ એગ્રીમેન્ટને રિન્યૂ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.
એમડબ્લ્યુ ઈટના ડિરેક્ટર રણજિત મથરાણીએ જણાવ્યું હતું કે વીરસ્વામી એક જીવંત સંસ્થા છે અને લંડનના હાઇ ક્વોલિટી ફૂડનો એક અભિન્ન હિસ્સો છે. અમારા મહેમાનોમાં સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ ટુ, પ્રિન્સેસ રોયલ (પ્રિન્સેસ એન) અને અન્ય વિદેશી રાજવી પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
ક્રાઉન એસ્ટેટે ૨૪ જૂન પછી અમારા લીઝને લંબાવવાનો ઇનકાર કર્યાે છે અને અમારા જગ્યા ખાલી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.બ્રિટિશ રાજાની પ્રોપર્ટી પોર્ટફોલિયોનું સંચાલન કરતી ક્રાઉન એસ્ટેટની યોજનાઓ વિશે જાણ થઈ ત્યારથી કંપની લીઝના મુદ્દે ચર્ચા કરી રહી છે અને રેસ્ટોરન્ટને તેના ઐતિહાસિક પરિસરમાં ચાલુ રહી શકે તેવા વિકલ્પો આપી રહી છે.
જોકે ક્રાઉન એસ્ટેટ ઇતિહાસની પરવા કર્યા વગર સમગ્ર બિલ્ડિંગને ઓફિસમાં તબદિલ કરવા માગે છે. લીઝ કરારના મુદ્દે કોર્ટનો નિર્ણય ૨૦૨૬ના અંત ભાગમાં આવવાની શક્યતા હોવાથી રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ થવાનો કોઈ ભય નથી, પરંતુ તેનું સદી જૂનું રીજન્ટ સ્ટ્રીટ સ્થાન ગુમાવે તેવી શક્યતા છે.SS1MS