‘આઇકોનિક સપ્તાહ’ હેઠળ ‘સ્વતંત્રતા સેનાનીના પરિવારજનો તરફથી અહિંસા એક્સપ્રેસનું “ફ્લેગ ઓફ”
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 18 જુલાઈથી 23 જુલાઈ 2022 સુધી ‘આઇકોનિક સપ્તાહ’ આઝાદીની રેલ ગાડી અને સ્ટેશન, મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ અને વરિષ્ઠ મંડળ કર્મચારી અધિકારી શ્રી હર્ષદ વાણિયાના માર્ગદર્શન હેઠળ મનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મંડળ તરફથી ‘આઇકોનીક સપ્તાહ ‘ “આઝાદીની રેલગાડી અને સ્ટેશન” ના અંતર્ગત, અમદાવાદ મંડળથી પ્રતિષ્ઠિત એક ટ્રેનનું “ફ્લેગ ઑફ” સ્વતંત્રતા સેનાની અથવા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન તારીખ , 21.07.2022 ના રોજ,સ્વ. શ્રી મૂળશંકર વ્યાસ સ્વતંત્રતા સેનાનીના પૌત્ર શ્રી હિતેશ વ્યાસે ટ્રેન નં.22185 અમદાવાદ-પુણે અહિંસા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.
સ્વ.શ્રી મૂળશંકર વ્યાસે ભારત છોડો આંદોલન 1942 માં ગાંધીજીના નેતૃત્વમાં ભાગ લીધો હતો અને તેમના પત્ની સ્વ.શ્રીમતી પુષ્પાબેને સ્વ.કસ્તુરબાજી ની સાથે આંદોલનમાં ભાગ લીધો હતો શ્રી હિતેશ વ્યાસ જીના દાદા અને દાદી લગભગ 7 વખત જેલમાં ગયા હતા.
સ્વ.શ્રી મૂળશંકર વ્યાસજી તેમની પત્ની સાથે વિભાજન પહેલા કરાચીમાં રહેતા હતા અને તેમનું પોતાનું જય રાષ્ટ્ર શક્તિ કરીને અખબાર હતું, જેના પોતે પત્રકાર અને સંપાદક હતા. ગર્વની વાત એ છે કે, શ્રી હિતેશ કુમાર વ્યાસ રેલ્વે પરિવાર સાથે સંકળાયેલા છે અને તેઓ એકીકૃત કોચ ડેપો સાબરમતીમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે.
શ્રી રાહુલ પાંડે, વરિષ્ઠ કોચિંગ ડેપો ઓફિસર કાંકરિયાએ શ્રી હિતેશ વ્યાસ પુત્ર સ્વ.શ્રી મૂળશંકર વ્યાસનું શાલ અને ગુડલક પ્લાન્ટ આપી સ્વાગત કર્યું હતું.