ગાબડાં પૂરવા નાખેલા મેટલના ડસ્ટથી રાહદારી અને બાઇક ચાલકો પરેશાન
(તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી) નેત્રામલી, ઇડર – હિંમતનગર હાઇવે ઉપર ચાલુ સાલે વરસાદથી હાઇવે ઉપર ઠેર ઠેર અસંખ્ય ગાબડાંઓ પડી જવા પામ્યા છે. માગૅ અને મકાન વિભાગ દ્વારા આ ખાડાઓ પૂરવા માટે નાખેલા મેટલના પાવડર ફોમ ભૂકાથી ગાબડાં પૂરવા મથામણ કરવામાં આવી છે .
રોડ ઉપર વાહનોની અવર જવરથી આ મેટલનો પાવડર અને ઝીણી ઝીણી કાંકરી ઓ ઉડતા બાઇક ચાલકો અને રસ્તાઓ ઉપર જતા રાહદારીઓને બંદૂકની ગોળીની જેમ વાગે છે.
આ મેટલના ડસ્ટથી બાઇક સવાર અને રાહદારીઓને ગૂંગળામણ અને આંખોમાં તકલીફ ઉભી થવા પામી છે. ગાબડાં ઓ પૂરી એક સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર મથામણ કરી રહ્યું છે ત્યારે બીજી સમસ્યાનો સામનો કરવા માટે લોકો ને મજબૂર થઈ રહેવું પડ્યું છે. લોકોની આંખોમાં અને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થવા પામી છે.