અમદાવાદના નાસતા ફરતા આરોપીને પકડનાર ઈડરના નિકુલસિંહને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા
ઈડરના પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા
(પ્રતિનિધિ) મોડાસા, રાજ્ય પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આઈપીએસ વિકાસ સહાય,દ્વારા ઇડર શહેરના પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો હતો
અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનના ખુનના ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા આરોપી રાકેશ શામળદાસ રાણા (રહે.શામ સાંગા પોળ, સારંગપુર, ઘરનં. ૧૪૦૧, અમદાવાદનાઓ )સદર સજા દરમિયાન પાકા કામના આરોપી તરીકે સજા ભોગવતો હોય
અને મજકુર આરોપીએ તા.૨૦/૦૬/૨૦૦૫ થી તા.૦૫/૦૭/૨૦૦૫ સુધી આ પાકા કામના આરોપીની ફર્લો રજા મંજુર થતા ત્યાર બાદ ફર્લો રજા પુર્ણ થયેથી મજકુર કેદી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર થયેલ નહી અને નાસતો ફરતો હતો.
દરમિયાન નિકુલસિંહ ઇડર પોલીસ સ્ટેશન ખાતેની ફરજ દરમિયાન આરોપી રાકેશ શામળદાસ રાણાને છેલ્લા ૧૯ વર્ષથી નાસતો ફરતો હોય જેને ચોક્કસ ખાનગી બાતમી રાહે તથા ટેકનીકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી કોમ્બીંગ ઝુંબેશ દરમ્યાન સદરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પ્રશંસનીય કામગીરી કરી હતી .
જેથી આ કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમની . અત્યંત ખંત તથા ઉત્સાહપુર્વકની આ કામગીરી પ્રશંસનીય હોઈ આ પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનવામાં આવ્યા હતા.