જીવદયા ટીમની અનોખી સેવા: ઘર વિહોણા નિરાધાર પરિવારને નવું મકાન બનાવવા શુભ મુહૂર્ત કર્યું
(પ્રતિનિધિ) મોડાસા, ઇડર તાલુકાના ગામે ગંભીરપુરાની જીવદયા ટીમ દ્વારા અનોખી સેવા પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે અને ઘર વિહોણા નિરાધાર પરિવારને નવું મકાન બનાવવા શુભ મુહૂર્ત સવારે ૧૧ કલાકે આ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ટીમને દેધરોટા ગામે રહેતા રાવળ પરિવારની સ્થિતિ. અંગે જાણ થઈ હતી કે આ પરિવારમાં પિતા મરણ પામ્યા છે અને માતા માનસિક વિકલાંગ છે અને એમને નાના બે બાળકો છે જ્યારે ઘરમાં કમાનાર કોઈ નથી તેથી ઈડરની આ ગંભીરપુરાની જીવદયા ટીમ. સ્થળ ઉપર પહોંચી ગઈ અને જાત માહિતી ભેગી કરી જ્યાં કાચું છાપરું હતું ત્યાં. મકાન બનાવી આપવાના નિર્ધાર કરીને ત્યાના સરપંચ સાથે ચર્ચા કરી હતી અને આ સ્થળે જ્યાં કાચું છાપરું હતું
ત્યાં પાકું મકાન બાંધી આપવાના ભાગરૂપે શુભમુહર્ત કરી મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સેંકડો પશુઓ અને પ્રાણીઓને કોઇપણ મુશ્કેલીમાં મદદરૂપ થવા રેસ્ક્યુ કરી જીવતદાન આપનાર ઈડરની ગંભીરપુરા ગામની આ જીવદયા ટીમે નિરાધાર પરિવારને પોતાનું ઘર આપવાનું જે બીડુ ઝપડતા આ ટીમની સેવાની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે.