IDBI બેંકએ MSME અને કૃષિ ધિરાણ માટે સંપૂર્ણપણે ડિજિટાઇઝ ઓટોમેટિક લોન પ્રોસેસિંગ સિસ્ટમ પ્રસ્તુત કરી
મુંબઈ, આઇડીબીઆઈ બેંક લિમિટેડએ એના એમએસએમઈ અને કૃષિ ઉત્પાદનો માટે એની સંપૂર્ણ ડિજિટાઇઝ, એન્ડ-ટૂ-એન્ડ, લોન પ્રોસેસિંગ સિસ્ટમ (એલપીએસ) પ્રસ્તુત કરી હોવાની જાહેરાત કરી હતી.
આ નવી લોન પ્રોસેસિંગ સિસ્ટમ ડેટા ફિન્ટેક્સ, બ્યૂરો વેલિડેશન્સ, ડોક્યુમેન્ટ સ્ટોરેજ/રિટ્ર્રાઇવલ, એકાઉન્ટ ઓપનિંગ/મેનેજમેન્ટ, કસ્ટમર નોટિફિકેશન્સ અને સંલગ્ન પોલિસી/સંપૂર્ણ માપદંડો ધરાવતી પોર્ટફોલિયો મેનેજમેન્ટ ક્ષમતાઓ સાથે સાતત્યપૂર્ણ રીતે સંકલન કરે છે.
સંપૂર્ણ ડિજિટાઇઝ અને ઓટોમેટેડ લોન પ્રોસેસિંગ સિસ્ટમની ખાસિયતોનો ઉદ્દેશ બેંકના એમએસએમઈ અને કૃષિ ગ્રાહકોને બેંકિંગનો ટેકનોલોજી સંચાલિત શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ અંડરરાઇટિંગના શ્રેષ્ઠ ધારાધોરણો માટે સાતત્યપૂર્ણ માપદંડ અને ધિરાણ નીતિના માપદંડો સામેલ કરવા ડિઝાઇન કરેલું છે.
આ વિશે આઇડીબીઆઈ બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુરેશ ખટનહારે કહ્યું હતું કે, “એલપીએસ 50થી વધારે પ્રોડક્ટ લાઇનની પ્રક્રિયા કરશે અને ઘણી સેટેલાઇટ સિસ્ટમના 35થી વધારે ઇન્ટરફેસ ટચ પોઇન્ટ સાથે સાતત્યપૂર્ણ ક્રેડિટ લાઇફસાયકલ ઓફર કરશે.
એલપીએસમાં હાલનો મુખ્ય ડેટાબેઝ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને બેંકની અન્ય વિવિધ ઉપયોગીતાઓ જોડાયેલી છે. આ યુટિલિટી ઓછા ટર્ન-એરાઉન્ડ ટાઇમ સાથે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપશે.”