આઈડીએફે હમાસની સૌથી લાંબી ટનલ શોધી કાઢી
ગાઝા, ૭ ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. હવે આ યુદ્ધ ભીષણ રૂપ લઈ રહ્યું છે. આ યુદ્ધ શરૂ થયું તેના ૮૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન ઈઝરાયેલી સેના ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કરીને હમાસના ઠેકાણાને તબાહ કરી રહી છે.
ત્યારે હવે આઈડીએફએ હમાસની એક એવી સુરંગ શોધી કાઢી છે જે આ પહેલા શોધવામાં આવેલી કોઈ પણ ટનલ કરતા સૌથી ઊંડી છે જેની ઊંડાઈ ૩૦૦ કિ.મી જણાવવામાં આવી રહી છે.
આઈડીએફએ તાજેતરમાં જ હમાસની એક એવી સુરંગ શોધી કાઢી છે જ્યાં ભારે કિલ્લેબંધી હતી અને યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ દ્વારા શોધવામાં આવેલી સૌથી મોટી સુરંગોમાંથી એક છે.
આ સુરંગ ઈરેઝ બોર્ડરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે છે. બોર્ડરની નજીક મોટો હોલ દેખાયા બાદ આઈડીએફએ ત્યાં સર્ચ કર્યું તો ૩૦૦ કિ.મી લાંબી ટનલ હોવાનો ખુલાસો થયો. એક અહેવાલ પ્રમાણે સુરંગની અંદર સ્ટીલનો પાઈપ, કંક્રીટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળીના તાર પણ લટકી રહ્યા હતા. આ સુરંગમાં લાઈટ નહોતી તેના કારણે ઘેરો અંધકાર હતો.
આઈડીએફએ સુરંગની ઊંડાઈ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સુરંગ મધ્ય ગાઝા શહેરમાં ૩૦૦ કિ.મીથી પણ લાંબી પહોંચી ગઈ છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હમાસ વર્ષોથી પોતાનું અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે.
આ સુરંગનો ઉપયોગ હમાસ અને અન્ય આતંકવાદી સમૂહોના લડાકુ દ્વારા કરવામાં આવે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હમાસ સુરંગોનો ઉપયોગ હથિયારો લઈ જવા માટે અને તેને સ્ટોર કરવા માટે કરે છે.
આ ઉપરાંત બંધકોને કેદ કરવા માટે સુરંગોનો ઉપયોગ કરે છે. કારણ કે, તાજેતરમાં જ એક સુરંગમાંથી ઈઝરાયેલી સેનાને ૫ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઈઝરાયેલ હમાસની સુરંગોને નષ્ટ કરી નાખે છે અને બાદમાં હમાસ ફરીથી સુરંગો તૈયાર કરી લે છે. SS2SS