IDFC ફર્સ્ટ બેન્કના બોડેલી બ્રાન્ચના એસો. મેનેજરે ર૩ લાખ ચાંઉ કર્યા
બેંકના ૪૬થી વધુ ખાતેદારોને ચૂનો લગાવ્યો
વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી IDFC ફર્સ્ટના એસોસીએટ રીલેશનશીપ મેનેજરે ૪૬થી વધુ ખાતેદારોના લોન તથા બચના ર૪ લાખથી વધુ રકમ ખાતામાં ભરવાને બદલે પોતાના નામે અલગ અલગ બેન્કમાં નાણાં ભર્યા હોવાનું બહાર આવ્યું હતું.
IDFC ફર્સ્ટ ના એરીયા હેડ વિપુલકુમાર જે. જગતાપે બેંકના એસોસિએટ રિલેશનશિપ મેનેજર મહાવીરસિંહ જાેગેન્દ્રસિંહ ચાવડા (રહે. ખેતરામ, જેસાપુરા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા) વિરુદ્ધ કે ફરિયાદ નોંધાવેલી છે.
જાન્યુઆરી ર૦ર૩માં લોનની ભરપાઈ માટે રિલેશનશીપ મેનેજર ગ્રાહકોને ફોન કરીને જાણ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, લોનના હપ્તા અમુક ગ્રાહકોને વધારે આવતા હતા અને અમુક ગ્રાહકોને ઓછા જેથી લોન લેવા તમામ ગ્રાહકના ગ્રાહકની લોનના પૈસા અલગ અલગ બે ખાતામાં ટ્રાન્સફર થયેલા હતા.
બેંક ખાતાની માહિતી ચેક કરતા લોન લીધેલ ગ્રાહકોના નાણાં બેન્કના મેનેજર તરીકે નોકરી કરતા મહાવીર સિંહ જાેગીન્દ્રસિંહ ચાવડાના નામે અન્ય બેંકોમાં ખાતેમાં ટ્રાન્સફર થતા હોવાની એન્ટ્રી મળી આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ પુછપરછ કરતાં તેઓએ ગ્રાહકો પાસેથી લોનના લીધેલા નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની કબુલાત કરી હતી.
તેઓએ અમુક ગ્રાહકના લોનના હપ્તા ભરેલા અને અમુકના હપ્તા ભરવાના બાકી હોવાથી ભરપાઈ કર્યા વગર નોકરી છોડી ભાગી ગયા હતા. જેના પગલે બોડેલી ખાતે આવેલ IDFC ફસ્ટના એરીયા હેડ વિપુલકુમાર દ્વારા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે મહાવીરસિંહ ચાવડાની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.