Western Times News

Gujarati News

૬ વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ ૧માં પ્રવેશ મળશે નહી

પ્રતિકાત્મક

ધો.૧માં પ્રવેશ માટે ૬ વર્ષની યોગ્યતાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો -આ અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવવામાં આવી છે, આગામી સુનાવણી ૨૧ જૂને હાથ ધરાશે

અમદાવાદ,  ધોરણ ૧માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. ૧ જૂન ૨૦૨૩ના રોજ બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ ૧માં પ્રવેશ મળશે નહી. નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. If 6 years are not completed, you will not get admission in class 1

પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો હતો. ત્યાર બાદ આ અંગે વિરોધ શરૂ થયો હતો. હવે આ મુદ્દે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. હવે આગામી સુનાવણી ૨૧ જૂને હાથ ધરાશે.

ધોરણ-૧ના પ્રવેશ સંદર્ભે વાલીઓમાં અસમંજસ હતું કે, પાંચ વર્ષે બાળકને શાળામાં પ્રવેશ મળશે કે નહી જેને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. ૧ જૂન ૨૦૨૩ના રોજ બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ ૧માં પ્રવેશ મળશે નહી.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૧માં પ્રવેશ માટે ૧ જૂનના રોજ બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ થવી જરૂરી છે તેવું પરિપત્રમાં જણાવ્યું હતું. આ બાબતને લઈને હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી છે અને આગામી સુનાવણી વેકેશન બાદ એટલે કે ૨૧મી જૂને યોજાશે.

નવી શિક્ષણ નીતિ મુજબ ૨૦૨૩-૨૪થી ધોરણ ૧માં ૬ વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. ૪ વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે ૫ વર્ષની ઉંમર જરૂરી છે. ૬થી ૯ વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે.

વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. વધુમાં ૫મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો ૬-૮ સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-૯ થી ૧૨ સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ ૯-૧૨માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.