જો કોઇ મહિલા કાનૂની સહાય કે સલાહ માગે તો તેમને ઝડપથી મળવી જોઇએ : SC

ઘરેલુ હિંસાથી મહિલાઓની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું
સુરક્ષા માટે અધિકારીઓ નિયુક્ત કરવા રાજ્યોને SCનો આદેશ
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જિલ્લા અને તાલુકા સ્તરે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓની ઓળખ કરવા અને તેમને સુરક્ષા અધિકારીઓ તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રોટેક્શન ઓફિસરને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવશે.ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બનેલી ખંડપીઠ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તથા મહિલા અને બાળ/સમાજ કલ્યાણ વિભાગના સચિવોને ઘરેલુ હિંસા કાયદા હેઠળ અધિકારીઓને સુરક્ષા અધિકારીઓ તરીકે નિયુક્ત કરવા માટે સંકલન અને ખાતરી કરવાનો આદેશ આપ્યો હતો.
તેઓ કાયદાની જોગવાઈઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર કરીને કલમ ૧૧ હેઠળ તેમની ફરજો નિભાવવા માટે પણ પગલાં લેશે. તેઓ કાયદા હેઠળ સેવાઓનું અસરકારક સંકલન સુનિશ્ચિત કરવાની અને તેની જોગવાઈઓનો અમલ કરવાની ફરજ બજાવશે. સુરક્ષા અધિકારીઓ નિયુક્ત કરાયા નથી તેવા વિસ્તારોમાં આજથી છ સપ્તાહમાં આ કવાયત પૂર્ણ કરવાનો પણ કોર્ટે આદેશ જારી કર્યાે હતો. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રાજ્યોએ પીડિત મહિલાઓ માટે સર્વિસ પ્રોવાઇડર્સ, સહાય જૂથો અને આશ્રય ગૃહોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ.
રાજ્યોએ આ હેતુ માટે આશ્રયગૃહોની પણ ઓળખ કરવી જોઈએ. કાનૂની સેવા ઓથોરિટી એક્ટ હેઠળના અધિકાર પર ભાર મૂકીને ખંડપીઠે નેશનલ લીગલ સર્વિસના મેમ્બર સેક્રેટરીને આદેશ આપ્યો હતો કે તેઓ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના તમામ મેમ્બર સેક્રેટરીઓને સૂચના આપે કે ઘરેલુ હિંસા ધારા હેઠળ મહિલાઓને નિશુલ્ક કાનૂની મદદ મળે છે તેની મહિલાઓમાં જાગૃતિ ફેલાવે. તેઓએ આ જોગવાઈઓનો પૂરતો પ્રચાર પણ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો કોઇ મહિલા કાનૂની સહાય કે સલાહ માગે તો તેમને ઝડપથી મળવી જોઇએ. આ કાયદો દરેક મહિલાને મફત કાનૂની સહાય મેળવવાના અધિકારની ખાતરી આપે છે.SS1