જો લેબોરેટરીમાં ‘લોહી’ બનાવી શકાય તો ?
અત્યારે કોઈ એક દર્દીને અન્ય વ્યક્તિનું લોહી ચડાવતા પહેલા તે બંનેના લોહીનું ગ્રુપ મેચ કરવામાં આવે છે. જો લોહીનું ગ્રુપ મેચ ન થતું હોય અને દર્દીને તે લોહી ચડાવવામાં આવે તો દર્દીનું શરીર તે લોહીને સ્વીકારે નહીં અને દર્દીના શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા શરૂ થશે
પરંતુ જો લેબોરેટરીમાં લોહી બનાવવું શક્ય બને તો જે દર્દીને લોહીની જરૂરિયાત હોય તે દર્દીના કોષોમાંથી જ આર્ટિફિશિયલ બ્લડ બનાવી શકાશે કે જેથી લોહી ચડાવવાના સમયે બ્લડ ગ્રુપ મેચ કરવાની કે દર્દીનું શરીર લોહીને સ્વીકારશે કે નહીં તે ચકાસણીની માથાકૂટ જ દૂર થઈ જશે.
જસ્ટ ઈમેજિન જો મનુષ્યનું રકત લબોરેટરીમાં કૃત્રિમ રીતે બનાવી શકાય તો ? જો આમ શક્ય બને તો શું લોહીની અછત દૂર થઈ જશે ? રક્ત દાતાઓ પરની નિર્ભરતા ઓછી થઈ જશે ? લેબગ્રોન બ્લડ શું તબીબી સંશોધન અને સારવાર માટે નવા માર્ગાે ખોલી શકશે ? શું લોહી સંબંધિત રોગોનું નિદાન સરળ બનશે ? જી હા, લેબોરેટરીમાં લોહી બનાવવું હોય તો તે કઈ રીતે બને અને તેની પાછળનું વિજ્ઞાન શું છે તે જાણવું જરૂરી બની જાય છે.
જો આપણે પ્રયોગશાળામાં રક્ત બનાવવાની તૈયારી કરી રહ્યા હોઈએ તો આપણને સ્ટેમ સેલ સંશોધન, બાયોટેન્કોલોજી અને ટીશ્યુ એન્જિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક તકનીકોની જરૂરિયાત પડશે. લેબોરેટરીમાં લોહી બનાવવા માટે સૌથી વધુ મહેનત સેલ ટેકનોલોજીના વિકાસમાં કરવી પડે. પ્રયોગશાળામાં લોહી બનાવવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત મનુષ્યના પ્લુરી-પોટેન્ટ સ્ટેમ સેલની છે.
પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ એ ખાસ કરીને વધુ શક્તિશાળી પ્રકારના સ્ટેમ છે કે જે સામાન્ય રીતે માત્ર પ્રારંભિક ગર્ભ વિકાસ દરમિયાન જ અÂસ્તત્વ ધરાવે છે. પ્લુરીપોટન્ટ સ્ટેમ કોશિકાઓને ખૂબ જ શક્તિશાળી બનાવે છે કે જેનાથી કોશિકાઓ શરીરના ત્રણેય મૂળભૂત સ્તરો-એક્ટોડર્મ, એન્ડોડર્મ અને મેસોડર્મ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
પ્લુરી-પોટેન્ટ સ્ટેમ સેલમાંથી લોહી બનાવવા માટે વૈજ્ઞાનિકો સૌ પ્રથમ દર્દીના કોષોના નાના નમૂનામાંથી સંશોધનની શરૂઆત કરશે. ધારો કે વૈજ્ઞાનિકોએ દર્દીની ત્વચાનો એક નાનો ટુકડો લીધો અને આ ત્વચાના નમૂનાના કોષોને પ્રેરિત પ્લુરી પોટન્ટ સ્ટેમ સેલ અથવા આઈપીએસસીએસ તરીકે ઓળખાતા વિશેષ કોષોમાં બદલશે.
આ આઈપીએસસી એ જાદુઈ કોષો જેવા છે કારણ કે તે માનવ શરીરમાં અલગ અલગ પ્રકારના અનેક કોષોમાં ફેરવાઈ શકે છે. ત્યાબાદ વૈજ્ઞાનિકો આ આઈપીએસસીએસને હેમેટોપોએટીક સ્ટેમ સેલ્સ અથવા એચએસસીએસ તરીકે ઓળખાતા અન્ય વિશિષ્ટ પ્રકારના કોષમાં રૂપાંતરિક કરશે. આ એચએસસીએસ લોહીમાં જોવા મળ તા વિવિધ પ્રકારના કોષો બનાવવા માટેના પ્રારંભિક બિંદુ સમાન છે. આમ હવે લોહી બનાવવા માટેના તમામ મસાલા તૈયાર છે.
એચએસસીએસમાંથી લોહી બનાવવા માટે આગળની પ્રક્રિયા બાયોરેએક્ટર અને કલ્ચર મીડિયમમાં કરવામાં આવે છે. વિશિષ્ટ બાયોરિએક્ટર વિવિધ રક્ત કોશિકાઓમાં એચએસસીની વૃદ્ધિ અને પરિપકવતા માટે અનુકૂળ વાતાવરણ પુરૂં પાડ શે. આ કલ્ચર મીડિયમ એટલે કે ખાસ પ્રણાલીમાં આવશ્યક પોષક તત્વો, વૃદ્ધિના પરિબળો અને હોર્માેન્સ ધરાવતું વાતાવરણ હશે કે જે કોષોને હિમેટોપોઈસીસ, રક્ત કોશિકાઓનો નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થવા માટે જરૂરી પરિસ્થિતિઓ પૂરી પાડશે.
જે બાદ અદ્યતન ૩ડી બાયો પ્રિન્ટિંગ અને ટિશ્યુ એન્જિનિયરિંગની મદદથી એક સ્કેફોલ્ડ બનાવવામાં આવશે કે જે અસ્થિ મજ્જાની જટિલ રચના જેવું હશે. આ સ્કેફોલ્ડ બનાવવામાં આવશે કે જે અસ્થિ મજ્જાની જટિલ રચના જેવું હશે. આ સ્કેફોલ્ડ એ રક્ત કોશિકાઓના કુદરતી ઘર એટલે કે અસ્થિ મજ્જાનું કૃત્રિમ ઘર હશે. સ્કેફોલ્ડ તૈયાર થઈ ગયા બાદ વૃદ્ધિ પામેલા સ્કેફોલ્ડ પર સીડ કરવામાં આવશે કે જેનાથી તેઓ નિયંત્રિત અને સહાયક વાતાવરણમાં સંપૂર્ણ કાર્યકારી રક્ત કોશિકાઓમાં વિકાસકરી શકશે. સંપૂર્ણ વિકસિત થયા બાદ આ રક્ત કોશિકાઓ લોહીનું ઉત્પાદન કરી શકશે.
લેબોરેટરીમાં લોહી બનાવવાની આ ટેકનિક થીયરી મુજબ શક્ય છે પરંતુ તેનું વાસ્તવિક પ્રેક્ટિકલ હજુ સુધી સફળ રહ્યું નથી. જો લેબોરેટરીમાં લોહી બનાવવાની આ થીયરી પ્રેક્ટિકલી સફળ બને તો આ મેનમેઈડ લોહીના કેટલાક ફાયદાઓ પણ હશે અને કેટલાક ગેરફાયદાઓ પણ હશે.
પહેલા આપણે લેખ-ગ્રોનબ્લડના ફાયદા વિષે વાત કરીએ. પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ રક્તમાં સમગ્ર વિશ્વમાં રક્તની અછતની બારમાસી સમસ્યાને ઉકેલવાની ક્ષમતા છે કે જે તબીબી સારવાર, શસ્ત્રક્રિયાઓ અને અકસ્માતના સમયે દર્દીની લોહીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે લોહીનો સ્થિર અને સરળતાથી ઉપલબ્ધ પુરવઠો પૂરો પાડી શકે છે.
અત્યારે કોઈ એક દર્દીને અન્ય વ્યક્તિનું લોહી ચડાવતા પહેલા તે બંનેના લોહીનું ગ્રુપ મેચ કરવામાં આવે છે. જો લોહીનું ગ્રુપ મેચ ન થતું હોય અને દર્દીને તે લોહી ચડાવવામાં આવે તો દર્દીનું શરીર તે લોહીને સ્વીકારશે નહીં અને દર્દીના શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા શરૂ થશે પરંતુ જો લેબોરેટરીમાં લોહી બનાવવું શક્ય બને તો જે દર્દીને લોહીની જરૂરિયાત હોય તે વ્યક્તિના કોષોમાંથી જ આર્ટિફિશિયલ બ્લડ બનાવી શકાય કે જે બાદ લોહી ચડાવવાના સમયે બ્લડ ગ્રુપ મેચ કરવાની કે દર્દીનું શરીર લોહીને સ્વીકારશે કે નહીં તે ચકાસણીની માથાકુટ જ દૂર થઈ જશે.
બેલોરેટરીમાં લોહી બનવા લાગે તો સૌથી મોટો ફાયદો એ થકે કે લોહીની જરૂરિયાત વખતે દાતા શોધવાની મહેનત નહીં કરવી પડે. એટલે કે લેબમાં ત્યાર થયેલું લોહી રક્તદાતાઓ પરના અવલંબનમાં ઘટાડો કરશે. સાથે જ દાતાએ આપેલા લોહીના સંગ્રહ અને પરિવહન સાથે સંકળાયેલા લોજિસ્ટિકલ પડકારોને ઘટાડી શકાશે છે.
પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલ રક્તની ઉપલબ્ધતા રોગોનો અભ્યાસ કરવા, નવી સારવારની ચકાસણી કરવા અને હેમેટોલોજીક ડિસઓર્ડરની આપણી સમજણને વધુ સારી બનાવી તબીબી સંશોધનને વેગ મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. સ્ટેમ સેલ સંશોધન અને ટીશ્યુ એન્જિનિયરિંગમાં તાજેતરની પ્રગતિ વાસ્તવિક્તામાં ફેરવવાની શક્યતા તરફ નજીક લાવે છે અને આ વાતમાં કોઈ અતિશક્યોતી હાલ તો નથી જણાઈ રહી.