“બાળકો સવારે શાળા જઈ શકતા હોય તો જજ-વકીલ કેમ નહીં”
ભાવી ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી નિયત સમય કરતા કલાક વહેલા શરુ કરતા પૂર્વ એટોર્ની જનરલ ખુશ
નવી દિલ્હી, ભારતના ભાવી ચીફ જસ્ટિસ યુ.યુ.લલિતે આજે એક કેસની સુનાવણી દરમિયાન આગામી સમયમાં એક મહત્વના બદલાવનો સંકેત આપતી ટિપ્પણી કરી હતી.
તેમણે આજે એક કેસની સુનાવણી નિયત સમય કરતા એક કલાક વહેલા શરુ કરી હતી.સામાન્ય રીતે કોર્ટની કાર્યવાહી ૧૦-૩૦થી શરુ થતી હોય છે ત્યારે તેમણે ૯-૩૦થી આજે સુનાવણી શરુ કરીને કહ્યુ હતુ કે, જાે બાળકો સવારે સાત વાગ્યે સ્કૂલે જઈ શકતા હોય તો જજ અને વકીલ પોતાનો દિવસ સવારે નવ વાગ્યે કેમ ના શરુ કરી શકે?
દરમિયાન પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ વહેલી સુનાવણી પર ખુશી વ્યક્ત કરતા કહ્ય હતુ કે, કોર્ટ કાર્યવાહી શરુ કરવાનો સાચો સમય ૯-૩૦ છે.જેના પર જસ્ટિસ લલિતે કહ્યુ હતુ કે, હું તો પહેલેથી જ વહેલી સુનાવણી શરુ થાય તેના પક્ષમાં રહ્યો છું.આપણે નવ વાગ્યે જ કોર્ટમાં સુનાવણી શરુ કરી દેવી જાેઈએ અને સાડા અગિયારે અડધો કલાકનો બ્રેક લેવો જાેઈએ.તેનાથી સાંજે કામ કરવા માટે વધારે સમય મળશે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ લલિત હાલના ચીફ જસ્ટિસ એન વી રમનાની નિવૃત્તિ બાદ ચીફ જસ્ટિસ બનવાના છે.૨૭ ઓગસ્ટે એન વી રમનાનો કાર્યકાળ ખતમ થવાનો છે.