પ્રમોશન ન મળ્યું તો ગુસ્સામાં કર્મચારીએ બોસ અને તેના પરિવારની કરી દીધી હત્યા
વોશિંગટન, નોકરી કરતા દરેક વ્યક્તિ માટે તેનો પગાર અને પ્રમોશન ખુબ મહત્વનું હોય છે. પરંતુ ઘણીવાર પગારમાં વધારો કે પ્રમોશન ન મળતા કર્મચારી બોસ પર ગુસ્સે થઈ જાય છે. અમેરિકામાં પણ એક કર્મચારી સાથે આવું થયું પરંતુ ગુસ્સામાં તેણે જે પગલું ભર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. નોકરીમાં પ્રમોશન ન મળતા વ્યક્તિએ એવું ખતરનાક પગલું ફર્યું કે, દુનિયાનો કોઈ બોસ સાંભળશે તો તેને રાત્રે નીંદર પણ આવશે નહીં.
આ ખતરનાક ઘટના અમેરિકાની છે. જ્યાં ૫૮ વર્ષીય એક વ્યક્તિએ પ્રમોશન ન મળતા પાંચ લોકોની હત્યા કરી દીધી. ફાંગ લુ નામના આ વ્યક્તિએ પોતાના બોસ સહિત તેના પરિવારજનોની હત્યા કરી દીધી. ફાંગ લુ ઓયલફીલ્ડ સર્વિસ કંપની માટે કામ કરતો હતો.
માર્યા ગયેલા લોકોમાં બોસ માઓએ, તેમની ૯ વર્ષની પુત્રી, ૭ વર્ષનો પુત્ર અને પત્ની મેઇક્સી સામેલ છે. આ બધાને માથા પર ગોળી મારવામાં આવી હતી. આ હત્યાને લગભગ ૮ વર્ષ થયા છે પરંતુ હવે આરોપીની ધરપકડ થઈ છે. અમેરિકાની પોલીસે તેની ધરપકડમાં આટલો સમય કેમ લીધો તે પણ જાણી લો.
એક રિપોર્ટ અનુસાર ફાંગ લુ હત્યા બાદ ફરાર ચાલી રહ્યો હતો. હત્યારો લુ અમેરિકાથી ભાગીને ચીન જતો રહ્યો હતો અને આઠ વર્ષ બાદ અમેરિકા પરત ફર્યો છે.
રિપોર્ટ પ્રમાણે ફાંગની સેન ફ્રાન્સિસ્કોથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફાંગનું કહેવું છે કે તેના કામના સમયે બોસે તેનું અપમાન કર્યું હતું અને તેના પ્રમોશનમાં મુશ્કેલી આવી રહી હતી. તે બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરવા ઈચ્છતો હતો પરંતુ બદલી કરવામાં આવી નથી.
આ બધી વાતોનું ધ્યાન રાખીને તેણે પોતાના બોસ માઓયે સહિત તેના પરિવારની હત્યા કરી દીધી. પોલીસે પોતાની તપાસમાં ફાંગ લુને દોષી ઠેરવ્યો છે પરંતુ કોર્ટમાં રજૂ દસ્તાવેજાે પ્રમાણે ફાંગ લુ ઘણીવાર પોતાના નિવેદન બદલી ચુક્યો છે.HS1MS