હાઈવે ખરાબ હાલતમાં હોય તો ટોલ વસૂલવો અયોગ્ય: જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ

જમ્મુ, નેશનલ હાઇવે-૪૪ પરના બે ટોલ પ્લાઝામાં ટોલફીમાં ૮૦ ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપીને જમ્મુ એન્ડ કાશ્મીર હાઇકોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કથળેલી હાલતમાં છે, જેનાથી ટોલ ટેક્સની વસૂલાત અયોગ્ય અને ગેરવાજબી છે.
વપરાશકર્તાઓને સુવ્યવસ્થિત ઈન્ળાસ્ટ્રક્ચરનો લાભ આપવા માટે ટોલ વસૂલવામાં આવે છે. જો આ હાઇવે બગડેલી હાલતમાં હોય અને વાહન ચલાવવાનું મુશ્કેલ હોય તો ટોલ ટેક્સની વસૂલાત અયોગ્ય છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે મૂળ આધાર એ છે કે ટોલ વસૂલાતના બદલામાં રોડ યુઝર્સને સરળ, સલામત અને સારી રીતે જાળવવામાં આવેલા રોડની સુવિધા આપવી જોઇએ.ચીફ જસ્ટિસ તાશી રબસ્તાન અને જસ્ટિસ એમ એ ચૌધરીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવાની સરકાર પાસે અપેક્ષા હતી, પરંતુ સરકારે ટોલ વસૂલાતને સ્થગિત કરવાને બદલે લખનપુર ટોલ પ્લાઝા અને બંને ટોલ પ્લાઝા પર ટોલ ફીમાં વધારો કર્યાે છે.
કોર્ટે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ફીના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ નિયમો મુજબ ૬૦ કિમીના અંતે ટોલ પ્લાઝા હોવા જોઇએ, પરંતુ સરકારે ટોલ પ્લાઝા અને બંને ટોલ પ્લાઝા વચ્ચે માત્ર ૪૭ કિમીનું અંતર છે.
લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લે છે અને આ યાત્રાળુઓ પાસેથી કમાણી કરવા બે પ્લાઝા વચ્ચેના ૬૦ કિમીના નિયમનું પાલન કર્યા વિના ડોમેલ પહેલાં બન્ન ટોલ પ્લાઝાની સ્થાપના કરાઈ હતી. કોર્ટે ટોલ પ્લાઝા પર ગુંડાઓને નોકરી પર રાખવા અંગે પણ ચિંતા વ્યક્ત કરીને પોલીસ એજન્સીની ચકાસણી કર્યા પછી જ ટોલ પ્લાઝા પર કર્મચારીઓને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.SS1MS