Western Times News

Gujarati News

મારા પેરેન્ટ્‌સ ઇન્ડસ્ટ્રીમાં હોત તો મારા પર ઘણું પ્રેશર હોત: નુશરત ભરુચા

મુંબઈ, બોલિવૂડમાં નેપોટીઝમનો મુદ્દો સમયાંતરે ઉઠતો જ રહે છે. તાજેતરમાં નુશરત ભરુચાએ પણ આ મુદ્દે પોતના વિચારો વ્યક્ત કર્યાં હતાં.

નુશરત મંગળવારે એક કાર્યક્રમ માટે દિલ્હીની મહેમાન બની હતી. જ્યાં તેણે ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ અંગે વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે સ્ટાર કિડ્‌ઝને તક મળવી સહેલી હોય છે પણ તેમને સરખામણીના અસહ્ય પ્રેશરનો સામનો કરવો પડે છે.

નુશરતે કહ્યું, “મારા વિચારો આ બાબતે ઘણા તટસ્થ છે. એવું નથી કે તેમના પર જવાબદારી કે પ્રેશર નથી હોતાં. જો મારા પૅરેન્ટ્‌સ જાણીતાં હોત તો હું પણ આજે બહુ જ સ્ટ્રેસમાં કામ કરતી હોત. પણ હું આજે કોઈ પણ પ્રકારના ડર વિના કામ કરી શકું છું.

મારા પર વારસાને જાળવી રાખવાનું કોઈ ભારણ નથી. પણ તેમનું અલગ પ્રેશર હોય છે, અપેક્ષાઓ હોય છે અને કોઇનું સ્થાન લેવાનું હોય છે.”નુશરતે આગળ કહ્યું, “બિલકુલ તેમની સામે મારા કરતાં વધુ તકો હોય છે અને કેમ ન હોય? હું એક ડોક્ટરની દિકરી છું, તો જો હું એમના ક્ષેત્રમાં જઉં તો મારી પાસે વધુ તકો હોવાની છે.

જો કોઈ ઉદ્યોગપતિનો દિકરો પિતાના ક્ષેત્રમા જાય તો એની પાસે વધુ તકો જ હોવાની.”નુશરત માને છે કે અંતે તો ટેલેન્ટ જ જીતે છે. તેણે કહ્યું, “દર્શકો નકારી કાઢશે. જો એમને કોઈ ન ગમે, તો લોકો તેને નકારી દેશે. તમારી સામે આલિયા ભટ્ટ, રણબીર કપૂર જેવા કલાકારો છે જ. અંતે તો ટેલેન્ટ જ જીતે છે. એ વાત તમે અવગણી શકો નહીં. ટેલેન્ટ જ મહત્વનું છે.”

નુશરતે એવું પણ કહ્યું કે બહારથી આવીને ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી પણ સહેલી નથી. નુશરતે કહ્યું, “બહારથી આવવાના ફાયદા અને નુકસાન હોય છે.

હું એક વાસ્તવવાદી વ્યક્તિ છું. હું કોઈ ભ્રમમાં રહેતી નથી. કોઈને ફિલ્મ મળી અને કોઈને નહીં, એ બાબતે મને કોઈ માટે કોઈ કળવાશ રહેતી નથી. તમે બહારથી આવો તો તમે બધાથી પરિચિત ન હોય. તમને ટેકો આપવા કોઈ હોતું નથી. તમને માર્ગદર્શન આપનારું કોઈ ન હોય. હું પડીશ અને શીખીશ, એ જ મારી સફર છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.