ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ બ્રિજેશભાઈ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થશે તો…
બારના કાર્યકારી પ્રમુખ વિરાટભાઈ પોપટ બને એવી સંભાવના ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ન્યાય સંકુલની છે! જયાં ગુજરાત હાઈકોર્ટ બારની ઓફિસ આવેલી છે ! અને બાર રૂમ પણ છે ! ત્યાં બેસીને હાઈકોર્ટના વકીલ સભ્યોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે !
ગુજરાત હાઈકોર્ટ બાર એ પ્રતિભાશાળી કાનૂનવિદોનું એક મજબુત એસોસીએશન છે ! જે વર્ષાેથી સમગ્ર ગુજરાતના વકીલ આલમનું નેતૃત્વ કરે છે ! ગુજરાત હાઈકોર્ટ બારમાં આવા વિવાદો ભાગ્યે જ થાય છે ! છતાં પ્રશ્નને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યા વગર સાથે બેસીને પણ ઉકેલી શકાય !
પ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ કહ્યું હતું ! વિનમ્રતા એ સર્વેગુણોનું નેતૃત્વ કરે છે ! તા. ૧૪મી ઓકટોબરે સમગ્ર વકીલ આલમ ગુપ્ત મતદાન કરી શું નિર્ણય કરે છે એ જોવાનું રહે છે !!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
બારની મિટીંગમાં સૂચન કરનારા વકીલોનું અપમાન કરી ઉતારી પડાતા અને ચીફ જસ્ટીસશ્રીને મળવાનો સમય મનસ્વી રીતે ગોઠવતા મેનેજીંગ કમિટીના સભ્યોના ઉગ્ર વિરોધના પડઘારૂપે અવિશ્વાસની દરખાસ્ત લવાયાનો આક્ષેપ ?!
ગુજરાત હાઈકોર્ટ બાર ન્યાયતંત્રની ગરિમા જાળવનારૂં અને સમગ્ર ગુજરાતના વકીલ આલમનું નેતૃત્વ કરતું બાર છે ! પરંતુ ઘણાં સમયથી “પ્રમુખો” વિવાદાસ્પદ બને છે કેમ ?!
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ ચિન્મય જાનીએ કહ્યું હતું કે, ‘સત્તા પાછળની દોડમાં વધારે ભોગ ‘સત્ય’નો અને ‘ન્યાય’નો લેવાય છે’!! વકીલોને ‘સત્ય’ના લડવૈયા માની લેવામાં આવે છે એ જ વકીલો ન્યાયની ગંગાને પણ પ્રદુષિત કરી શકે છે, એ ભુલી જવામાં આવે છે !! જયારે અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, ‘ખરા અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું એને ‘ન્યાય’ ન કહેવાય, પરંતુ ‘અસત્ય’ સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ‘ન્યાય’ છે’!!
ગુજરાત હાઈકોર્ટ બાર અસોસીએશન છેલ્લા ઘણાં સમયથી વિવાદિત રહ્યું છે ! પ્રમુખો ચૂંટાઈ તો જાય છે ! પરંતુ તેઓ સામે સાચા ખોટા આક્ષેપો થાય છે ! અને ચૂંટણી પૂર્વે જ વિદાય લે છે ?!
તા. ૦૧-૦૫-૧૯૬૦ માં અલગ ગુજરાત રાજયની વડી અદાલતની રચના થઈ ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશનની રચના થઈ પરંતુ હાઈકોર્ટ બાર એસોસીએશન ઘણાં વર્ષાે સુધી પોતાની આગવી પ્રતિભા સાથે સમગ્ર ગુજરાતના વકીલોનું પથદર્શક રહ્યું છે ! પરંતુ હાઈકોર્ટ બારમાં ફરી વિવાદ થયો છે ! અને વર્તમાન બારના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું નકકી કરાયું છે !
ગુજરાત હાઈકોર્ટ બારના ઉપપ્રમુખ શ્રી વિરાટભાઈ પોપટના નેતૃત્વ હેઠળ મળેલી મેનેજીંગ કમિટીની બેઠકમાં ૧૪મી ઓકટોબરે પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા હાઈકોર્ટ બારના સભ્યોમાં પ્રસરેલો ઉત્તેજનાનો માહોલ ?!
વિશ્વના મહાન અને સુવિખ્યાત દાર્શિનક ચિંતક પ્લેટો એ કહ્યું છે કે, ‘જયાં ન્યાયનો સમાન સિધ્ધાંત પ્રવર્તતો હોય ત્યાં વ્યક્તિત્વ વધુ સશકત બને છે’!! ગુજરાત હાઈકોર્ટ બાર એ ગુજરાતનું વૈચારિક રીતે જ્ઞાનની રીતે સમૃધ્ધ બાર છે !
જયાં ‘ન્યાયધર્મ’ નો ગૌરવવંતો ઈતિહાસ લખાયો છે ત્યાં છેલ્લા ઘણાં સમયથી રસપ્રદ વિવાદ સર્જાય છે ને બારના પ્રમુખો તેનો સામનો કરતા આવ્યા છે ! શું આ એક નવી પરંપરા શરૂ થઈ છે કે પછી આવા અનિવાર્ય સંજોગો ઉભા થતાં રહે છે ?!
કહેવાય છે કે વકીલ આલમમાં ચાલતી ચર્ચા મુજબ બારના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી એ બારના પ્રમુખ તરીકે એકહથ્થું શાસન ચલાવવા માંગે છે ! તેને જુનીયર્સ વ્યક્તિ બારની મિટીંગમાં સૂચન કરે તો તેની સાથે અવિવેકપૂર્ણ વર્તન કરતા હોવાના આક્ષેપો કરાયા છે ?! એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસશ્રીને મળવા જવાનું હોય તો રીશેષ અવર્સમાં મુલાકાત ગોઠવવાને બદલે અચાનક બારના સભ્યો આવી જવાનું કહે છે
તો કયારેક આવું શકય ન બનતા શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીને એકલા મળી આવે છે ?! અને તેમના આ પ્રકારના વર્તન અને વલણથી કંટાળીને પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી સામે ૧૪ મી ઓકટોબરે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે અને ગુપ્ત મતદાન કરી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાશે એવું કહેવાય છે અને ત્યારબાદ બારની ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ શ્રી વિરાટભાઈ પોપટ પ્રમુખ તરીકેનો હોદ્દો
સંભાળશે એવી સંભાવના છે ?!
ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીએ પણ બારના કેટલાક હોદ્દેદારો સામે વળતો આક્ષેપ કરીને જવાબ આપ્યો છે હવે વકીલ સભ્યો કઈ વાતનો સ્વીકાર કરી છે એ જોવાનું રહે છે ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, ‘સફળતા જાહેર ઉત્સવ છે અને નિષ્ફળતા વ્યક્તિગત શોક છે’!! ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ તરીકે શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી ચૂંટણી જીત્યા ત્યારે એમની જીતના ઉત્સાહનેબધાએ માણ્યો હતો ! હાઈકોર્ટ તરફથી તેમના સ્ટાફ માટે સારવાર કેન્દ્રનું ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ઉદ્દઘાટન કર્યુ ત્યારે શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીએ રકતદાન પણ કર્યું હતું !
૧૫ મી ઓગષ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં ! આમ સક્રીય પ્રમુખ તરીકે શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીની ભૂમિકા જણાતી હતી ! અને શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીએ પણ વળતો આક્ષેપ કર્યાે છે કે, “હાઈકોર્ટ બાર એસોસીએશન”માં બોગસ વોટર્સને દુર કરવાની કાર્યવાહી સંદર્ભે તેમની વિરૂધ્ધ નિર્ણય કરાયો છે !
અને તેઓ તેનાથી “ડરતા નથી” માત્ર ૬૦ સભ્યો મારી સામે પડયા છે ! જયારે પોતે ૧૦૬૦ મતોથી વિજયી થયા છે ! માટે વકીલ સભ્યોને વ્યાપક ટેકો મળશે એવી આશા પણ વ્યક્ત કરે છે ! આ જોતાં પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી પણ લડી લેવાના મૂડમાં જણાય છે ત્યારે હવે ૧૪મી ઓકટોબર પર સૌની મીટ છે !!