સોસાયટીના સભ્યો રીડેવલપમેન્ટ સામે વાંધો ઉભો કરે તો પ્રોજેકટ અટકાવી શકાય નહીંઃ હાઈકોર્ટ
જેમણે રીડેવલપમેન્ટ સામે કોર્ટમાં વાંધો રજુ કર્યો છે, તેમને તેમના ફલેટસ ખાલી કરી શાંતીપુર્ણ રીતે સોસાયટીને કબજો આપી દેવા હાઈકોર્ટનો આદેશ
વાસણાની શિલ્પાલય સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટની લીલી ઝંડીઃ
(એજન્સી)અમદાવાદ, વાસણા સ્થિત શિલ્પાલય કો-ઓપરેટીવ હાઉસીગ સોસાયટી લી.ના રીડેવલપમેન્ટના વિવાદમાં થયેલી રીટ હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. અને રીડેવલપમેન્ટ સામે વાંધો ઉભો કરનારા પાંચ સભ્યયોને ફલેટ ખાલી કરીને સોસાયટીને આઠ સપ્તાહમાં કબજો સોપી દેવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ સાથે જ સોસાયટીના રીડેવલપમેન્ટને ગ્રિન સીગ્નલ મળ્યું છે.
હાઈકોર્ટના જસ્ટીસ વૈભવી ડી. નાણાવટીએ આદેશમાં નોધ્યું છે. કે, અરજદાર સોસાયટી તરફથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા ડોકયુમેન્ટસ પરથી એવું સ્પષ્ટ થાય છે કે સોસાયટીએ કાયદેસરની તમામ પ્રક્રિયાનો અમલ કર્યા બાદ રીડેવલપમેન્ટ શરૂ કર્યું હતું અને તેથી પ્રતીવાદી સભ્યોના વાંધાનો ગ્રાહ્ય રાખી શકાય નહી. કેસના એક પ્રરતીવાદીએ એવો વાંધો ઉપસ્થિત કર્યો હતો કે તેને કોમર્શીયલ શોપનું એલોટમેન્ટ કરવામાં આવે.
જોકે .સોસાયટી- કો ઓપરેટીવ હાઉસીગ સોસાયટી છે અને પ્રતીવાદીને ગેરકાયદે બાંધકામ કરીને આ દુકાન ઉભી કરી હતી. એવા સંજોગોમાં રહેણાક સોસાયટીમાં તેને કોમર્શીયલ દુકાન ફાળવી શકાય નહીં.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટના અન્ય ચુકાદા અને કાયદાના પ્રસ્થાપીત સિદ્ધાંતોની છણાવટ કરતાં આદેશમાં નોધ્યું હતું કે કેસના તથ્યો અને કાયદાના પ્રસ્થાપીત સિદ્ધાંતોને ધ્યાનમાં લેતાં સોસાયટી દ્વારા જો એકવાર રીડેવલપમેન્ટ શરૂ કરી દેવામાં આવે અને ૭પ% થી વધુ સભ્યો રીડેવલપમેન્ટ માટેની સંમતી આપે, તે ઉપરાંત આ કેસના વિવાદીત ફલેટસ ૩૦ વર્ષ જુના હોવાથી તેનું રિડેવલપમેન્ટ જરૂરી હોઈ કેટલાક સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા કાયદાની દ્રષ્ટિએ પણ ટકી શકે નહી. સોસાયટી દ્વારા શરૂ કરાયેલી રીડેવલપમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવી જરૂરી જણાય છે.
બંધારણના અનુચ્છેદને ટાંકતા હાઈકોર્ટે એમ પણ નોધ્યું છે કે રીડેવલપમેન્ટ નાગરીકોના બહોળા હિતમાં જરૂરી પણ હોય છે. કેમ કે એ નાગરીકોને મકાન કે ફલેટ પણ મળે છે. અને તેના પ્રોપર્ટીના રાઈટ પર સલામત થાય છે. તેથી કોર્ટનું માનવું કે પ્રસ્તુત કેસમાં રીડેલવપમેન્ટ ની સંમતી જયારે લગભગ દરેક સભ્ય તરફથી આપવામાં આવી હોય અને પાંચ સભ્યો વાંધા ઉભા કરે ત્યારે આ પાંચ સભ્યોના લીધે બહુમતી સભ્યને મુશ્કેલીમાં મુકી શકાય નહી.
હાઈકોર્ટના જ રીડેવલપમેન્ટના એક અપીલના કેસના ચુકાદાને ટાંકતાં હાઈકોર્ટે નોધ્યું છે કે, પ્રતીવાદીઓ આ કેસમાં સોસાયટીના રીડેવલપમેન્ટના નિર્ણયને પડકારવાના પોતાના ભકિતગીત અધિકારો પણ ગુમાવી ચુકયા છે. કેમ કે કાયદાની પ્રક્રિયા મુજબ શરૂઆતના તબકકે જ તેઓ આ વાંધો રજુ કરી શકે. લગભગ તમામ સભ્યોની સંમતી મળી જાય અને રીડેવલપમેન્ટ શરૂ થઈ જાય એ પછી રીડેવલપમેન્ટનો નિર્ણય પડકારી શકાય નહીં
સોસાયટીએ પ રીડેવલપમેન્ટના કાયદાની જોગવાઈઓનો સંપૂર્ણપણે અમલ કર્યયો છે અને બિલ્ડીગ ૩૬ વર્ષ જુની થઈ ગઈ છે. સ્ટ્રકચરલ એન્જીનીયરે તેની જર્જરીત પરીસ્થિતી અને રીડેવલપમેન્ટની જરૂરીયાતનો અભિપ્રાય આપ્યયો છે. અને ૮૭.૧૬% સભ્યોની રીડેવલપમેન્ટની સંમતી પણ છે. તેથી ઉકત તમામ કારણોને ધ્યાનમાં લેતાં સોસાયટી દ્વારા કરવામાં આવે છે.
અને પ્રતીવાદી સભ્યો કે જેમણે રીડેવલપમેન્ટ સામે વાંધો રજુ કર્યો છે, તેમને તેમના ફલેટસ ખાલી કરી શાંતીપુર્ણ રીતે સોસાયટીને કબજો આપી દેવાનો આદેશ કરવામાં આવે છે. હાઈકોર્ટના આદેશના આઠ સપ્તાહની અંદર પ્રતીવાદીઓએ કબજો સોપી દેવાનો રહેશે.’