જો કોઈ મોદી મોદીના નારા લગાવે તો લાફા મારી દો: શિવરાજ તંગાડાગી

નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. તેઓ જ્યાં પણ જાય છે, મોટી સંખ્યામાં યુવાનો પણ તેમના સમર્થનમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં મંત્રી શિવરાજ તંગાડાગીએ પીએમ મોદીને લઈને કંઈક એવું કહ્યું છ, જેને મર્યાદાના છડેચોક ધજાગરા ઉડાવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી મોદીના નારા લગાવતા યુવકો અને વિદ્યાર્થીઓને લાફા મારી દેવા જોઈએ.
મંત્રીએ કહ્યું કે, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન પુરુ નથી કર્યું. કન્નડ અને સંસ્કૃતિ મંત્રીએ એવું પણ કહ્યું કે, ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં વોટ માગતા શરમ આવવી જોઈએ, કેમ કે તે વિકાસના મોર્ચે નિષ્ફળ રહ્યા છે. તંગાડાગીએ કહ્યું કે, તેમને શરમ આવવી જોઈએ, તેઓ વિકાસનું એક કામ કરી શક્યા નથી, તો પછી કયા મોઢે વોટ માગી રહ્યા છે.
તેમણે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, શું તેમને કોઈને નોકરી આપી. જ્યારે નોકરીઓ વિશે પૂછીએ તો, કહે છે કે પકોડા તળો. તેમને શરમ આવવી જોઈએ. કોપ્પલ જિલ્લાના કરાતાગીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકને સંબોધન કરતા તેમણે કહ્યું કે, જો કોઈ વિદ્યાર્થી અથવા યુવક હજુ પણ મોદી મોદી કરે તો તેને લાફા મારી દેવા જોઈએ.
ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ મંત્રીની ટિપ્પણીને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે એક્સ પર પોસ્ટ કરી, આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસ ખૂબ જ ખરાબ હારને પારખી ગઈ છે, તે નિચલા સ્તરે આવી ગઈ છે, અને પ્રધાનમંત્રીને તાનાશાહ કહે છે.SS1MS