Western Times News

Gujarati News

શ્વાનને ખાવાનું આપવાની ના પાડી તો પશુપ્રેમી મહિલાએ અંગૂઠા પર બચકું ભરી લીધું

અમદાવાદ, સિતા ઝાલા નામના એક ૪૫ વર્ષીય મહિલાના દીકરાને રઝળતા શ્વાને કરડી ખાધો હતો. તેમણે પોતાના દીકરાની સારવાર કરાવી અને તે ઘટના વિશે ભૂલી પણ ગયા. પરંતુ ઘટનાના એક અઠવાડિયા પછી તેમણે જાેયું કે તેમના વિસ્તારમાં એક મહિલા રસ્તા પર શ્વાનને ખાવાની વસ્તુ આપી રહી છે.

તેમણે મહિલા પાસે જઈને વિનંદી કરી કે આ શ્વાન જંગલી છે, માટે તમે તેને આ પ્રકારે અહીં ખાવાનું ના આપો, કારણકે તે પછી અહીં આવતા-જતા લોકોને કરડે છે. આ સાંભળીને શ્વાન-પ્રેમી મહિલાએ તેની સાથે ખૂબ બોલાચાલી કરી અને એટલુ જ નહીં, તેની આંગળી પર બચકું પણ ભર્યું. આ ઘટના રવિવારના રોજ બની હતી.

ત્યારપછી ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમલા ગામમાં રહેતા સિતા ઝાલાએ પોલીસ સ્ટેશન જઈને આરોપી ભાવના રાવલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, મારા પતિનું એક વર્ષ પહેલા નિધન થઈ ગયું છે. હું મારા દીકરા યજ્ઞેશ (૨૬) અને પ્રકાશ (૨૨) સાથે રહુ છું. હું એક લાકડાના વેરહાઉસમાં કામ કરુ છું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રવિવારની સાંજે જ્યારે હું મારા ઘર નજીક આવેલા વેરહાઉસમાં કામ કરી રહી હતી ત્યારે મેં જાેયું કે ભાવના રાવલ રસ્તા પર રઝળતા શ્વાનને કંઈક ખાવાની વસ્તુ આપી રહી હતી. આ તે જ શ્વાન હતું જેણે એક અઠવાડિયા પહેલા પ્રકાશને કરડી ખાધુ હતું.

હું તેની પાસે ગઈ અને તેને વિનંતી કરી કે આ શ્વાને મારા દીકરાને કરડ્યુ હતું, તમે તેને આ પ્રકારે જમવાનું ના આપો. તેને આ વાત ગમી નહીં અને તેણે મારી સાથે બોલાચાલી શરુ કરી. સિતા ઝાલાનો આરોપ છે કે આરોપી મહિલાની સાથે તેનો પતિ કમલેશ પણ ત્યાં હાજર હતો.

પતિ-પત્નીએ મળીને ફરિયાદી મહિલા પર લાકડીથી હુમલો કર્યો હોવાનો પણ આરોપ છે. સિતાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેમને રોકવા માટે મેં હાથ પકડી લીધો તો તેણે મારા અંગૂઠા પર એટલા જાેરડી બચકું ભર્યું કે લોહી નીકળવા લાગ્યું અને હું ધસડાઈને નીચે પડી.

જ્યાં સુધી હું બેભાન ના થઈ ગઈ ત્યાં સુધી દંપતીએ મને માર માર્યો. આ સમગ્ર ઘટનાની જાણ યજ્ઞેશને થઈ તો તે પોતાના માતાને બચાવવા માટે આવ્યો. તેમનો આરોપ છે કે દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

સિતા ઝાલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઈજા થઈ છે. પોલીસે ભાવના રાવલ અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આરોપી અત્યારે ફરાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.