ફ્લાઈટ કેન્સલ થાય તો પ્રવાસીને બે લાખ રૂપિયા મળી શકે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/Untitled-1-copy-126.jpg)
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ઈમેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં દર્શાવવામાં આવી રહ્યુ છે કે ફ્લાઈટ મોડી પડવી કે કેન્સલ થવાથી મુસાફરોને કેટલી મુશ્કેલી થઈ રહી છે. આ મહિને ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ કેન્સલ કે મોડી ઉડાન ભરી રહી છે.
શું તમે જાણો છો કે જાે તમારી ફ્લાઈટ લેટ કે કેન્સલ થઈ જાય છે તો તમારે શું કરવુ જાેઈએ.
ડીજીસીએ (ડીજીસીએ) ના નિયમો અનુસાર જાે કોઈ ફ્લાઈટ મોડી પડે કે કેન્સલ થઈ જાય છે તો એરલાઈન મુસાફરને અમુક સુવિધા આપે છે.
જાે એરલાઈન ફ્લાઈટ કેન્સલ કરી દે છે તો તે મુસાફરને વૈકલ્પિક ફ્લાઈટનું ઓપ્શન આપશે કે પછી ફ્લાઈટની ટિકિટના પૂર્ણ રિફંડ સિવાય વળતર પણ આપશે.
જાે કોઈ મુસાફર વૈકલ્પિક ફ્લાઈટની રાહ જાેઈ રહ્યા છે તો એરલાઈન તે મુસાફરને ભોજન અને નાસ્તાની પણ સુવિધા આપશે. ફ્લાઈટ મોડી પડવાના કારણે એરલાઈન મુસાફરને ભોજન અને નાસ્તો, વૈકલ્પિક ફ્લાઈટ, ટિકિટ રિફંડ કે પછી હોટલની સુવિધા આપશે.
કોઈ ફ્લાઈટ જાે કોઈ મોટી ઘટનાના કારણે કેન્સલ કે મોડી પડે ત્યારે એરલાઈન આ પ્રકારની સુવિધા આપવા માટે બંધાયેલ નથી. ગાઢ ધુમ્મસના કારણે એરલાઈન હવામાનમાં સુધારાની રાહ જાેવે છે. આ કારણે ઘણી ફ્લાઈટ મોડી પડે છે. એવામાં પ્રશ્ન ઉઠે છે કે જે મુસાફરો પાસે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ છે શું તેમને ફ્લાઈટના લેટ થવા કે કેન્સલ થવા પર કેટલીક સુવિધા મળે છે કે નહીં?
ફ્લાઈટ મોડી પડવા પર ટ્રાવેલ ઈન્સ્યોરન્સ એક સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીમાં દર્શાવેલ નિર્ધારિત સમય કરતાં ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે થયેલા તમામ આકસ્મિક ખર્ચ માટે વીમા કંપની વળતર આપે છે.
જાે તમારા ટ્રાવેલ ઈન્સ્યોરન્સમાં તમારી વિદેશ યાત્રા પણ સામેલ છે તો જ્યારે ફ્લાઈટ નક્કી સમય કરતા મોડી ઉડાન ભરે છે ત્યારે ઈન્સ્યોરન્સ કંપની વીમાધારકને એક નક્કી રકમનું પેમેન્ટ કરે છે.
જાે ફ્લાઈટના વિલંબના કારણે તમારે કોઈ હોટલમાં રોકાવુ પડે છે તો આવા મામલે ઘણી ઈન્સ્યોરન્સ કંપની હોટલના ખર્ચને કવર કરે છે. જાે ફ્લાઈટ કેન્સલ થઈ જાય છે ત્યારે ઈન્સ્યોરન્સ કંપની મુસાફરને ૨ લાખ રૂપિયા સુધીની વીમા રકમ આપી શકે છે. SS2SS