ફ્લાઇટ મિસ થઇ તો એર હૉસ્ટેસ સાથે કરવા લાગી ઝપાઝપી

નવી દિલ્હી, મેક્સિકોના એરપોર્ટ પર એક મહિલા અમીરાત એરલાઈનના ચેક ઈન સ્ટાફ પર હુમલો કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ૧ નવેમ્બરના રોજ કેપ્ચર થયેલી આ ક્લિપમાં મહિલા બૂમો પાડી રહી હોવાનું, અન્ય મુસાફરો પર સૂટકેસ ફેંકી રહી હોવાનું અને જ્યારે સ્ટાફે સલામતી માટે બોલાવ્યા ત્યારે ચેક-ઇન ડેસ્ક તોડવા લાગી હોવમું જાેઈ શકાય છે.
આ નાની એવી ક્લિપને ટિ્વટર પર શેર કરવામાં આવી હતી. જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ મિસ થઇ જતા જ્યારે મહિલાએ અમીરાતની એરલાઇન્સના કર્મચારીને મુક્કો માર્યો હતો અને પ્રેક્ષકો પર વસ્તુઓ ફેંકી હતી.
ધ ઇન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર, મહિલા જમીન પર ડિવાઇસ ફેંકતા પહેલા કાઉન્ટર પર ચઢી ગઈ હતી અને ડેસ્ક પર ઊભી રહીને મદદ ની બૂમો પાડતી હતી.
તેને સુરક્ષા કર્મચારીઓએ તેને નીચે ઉતરવાનું કહ્યું હતું. મંગળવારે તેની ફ્લાઇટ માટે મોડી પહોંચ્યા બાદ મહિલાએ કર્મચારીઓ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. તેની ફ્લાઇટ ક્યાં કારણોસર ચૂકી ગઈ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
આઉટલેટના જણાવ્યા અનુસાર, અમીરાત એરલાઇન્સે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે મોડા અને એક્સપાયર્ડ પાસપોર્ટ સાથે તેની ફ્લાઇટ માટે ચેક-ઇન કરવાનો પ્રયાસ કર્યા પછી મહિલા પેસેન્જર ગુસ્સે થઈ ગઈ હતી. તાજેતરના મહિનાઓમાં વિશ્વભરમાં મુસાફરોની વિક્ષેપજનક વર્તણૂકમાં વધારો થયો છે.
ઑક્ટોબરમાં એક અમેરિકન મહિલા કેબિન ક્રૂ પર બૂમો પાડતી હોય અને સાથી પ્રવાસીઓ પર પાણીની આખી બોટલ ફેંકતી હોય એવો વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. તે જ મહિને, ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જઇ રહેલી તુર્કી એરલાઇન્સની ફ્લાઇટને નશામાં ધૂત એક મુસાફરે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે ઝઘડો કર્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ પ્લાસ્ટિકની હાથકડી પકડીને ક્રૂ મેમ્બરને મુક્કો મારતો જાેવા મળી રહ્યો છે. મુસાફર કથિત રીતે નશામાં હતો અને મેનેજરની આંગળી પણ કાપી રહ્યો હતો.SS1MS