ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય તેને તટસ્થ સ્થળે કરાવવાનું વિચારી શકાય
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો કેવા છે તે બધા જાણે છે. પીસીબીએ ભારત સાથે શ્રેણી રમવા માટે તમામ પ્રયાસો કરી દીધા છે. આ મામલાની વાત કરીએ તો આઈસીસીમાં ગયા પછી પણ તે ખાલી હાથ પાછો ફર્યો છે.
બીસીસીઆઈ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, ભારતીય ટીમ આઈસીસી અથવા બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમશે પરંતુ શરત એ છે કે મેચ તટસ્થ સ્થળ પર હોવી જાેઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ કોઈપણ ભોગે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
થોડા દિવસો પહેલા બીસીસીઆઈના સચિવ જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાને સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. તેને તટસ્થ સ્થળે કરાવવાનું વિચારી શકાય. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
પીસીબી ચીફ રમીઝ રઝાએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેઓ ભારતમાં યોજાનારી ઓડીઆઈ વર્લ્ડનો બહિષ્કાર કરશે. હવે ફરી એકવાર તેણે પોતાની વાત દોહરાવી છે. જાે પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમે તો, જાેઈએ કે આ ટૂર્નામેન્ટ કોણ જાેવા જશે છે.
અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે કે જાે ભારતીય ક્રિકેટ ટીમ અહીં પાકિસ્તાનમાં રમશે તો જ અમે ભારત જઈશું અને વર્લ્ડ કપ રમીશું. જાે તેઓ અહીં નહીં આવે તો તેઓ અમારા વિના વર્લ્ડ કપ રમી શકે છે.
અમે અમારું આક્રમક વલણ જાળવી રાખીશું, અમારી ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે, આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે આપણું પ્રદર્શન સારું હોય. અમે વર્ષ ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી હતી.
આ પછી, અમે એશિયા કપ ટી-૨૦ માં પણ ભારતીય ટીમને હરાવી છે. એક વર્ષમાં અમે અબજ ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતા દેશને બે વાર હરાવવાનું અદ્ભુત કામ કર્યું છે.SS1MS