વીજ પુરવઠો ખોરવાય ત્યારે આકસ્મીક સેવા ટ્રોલ ફ્રી સર્વીસ શરૂ કરાશે
ધારાસભ્યો સાથેની પરામર્શ બેઠકમાં ઉર્જા મંત્રીએ જાહેરાત કરી-આકસ્મિક સેવાઃ વીજ પુરવઠો ખોરવાશે તો 108ની ગતિએ વીજ ટીમ પહોંચશે-૧૦૮ જેવું ઉર્જા વિભાગમાં પણ મોડલ તૈયાર થઈ રહયું છે-ઉર્જામંત્રી
(એજન્સી)ગાંધીનગર, રાજયના નાણાં ઉર્જા અને પેટ્રોકેમીકલસ વિભાગની મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે પરામર્શ સમીતીની એક બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ રજુઆતોને સાંભળવામાં આવી હતી.
આ બેઠકના અંતે મંત્રી દેસાઈએ ધારાસભ્યોએ એવી ખાતરી આપી હતી કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વ્યકિતને તાત્કાલીક આરોગ્ય સારવાર માટે ૧૦૮ની સુવિધા છે. તેવી સુવિધા ઉર્જા વિભાગ દ્વારા વીજ ખોરવાઈ ત્યારે મળે તે માટે વીજ આકસ્મીક સેવા સર્વીસ શરૂ કરાશે.
પરામશી સમીતીની મળેલી બેઠક પછી ઉર્જા મંત્રી દેસાઈએ કહયું હતું કે બેઠકમાં પડતર પ્રશ્નોને રજુઆત ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે. જેના પરીણામે આવા પ્રશ્ન્નો તાત્કાલીક ઉકેલ લાવવામાં આવે છે. ધારાસભ્યો દ્વારા અગા રજુ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનનો સત્વરે નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે કહયું હતું કે રાજયના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર વીજળી ખોરવાય તેવી ઘટનાઓો બને છે.
આવી ઘટનાઓમાં વીજળી પુનઃકાર્યરત થઈ શકે તેટલા માટે રાજય સરકાર આકસ્મીકી સેવા પણ ટુંક સમયમાં શરૂ કરશે. મંત્રીએઅ ઉદાહરણ સાથે કહયું હતું કે, જે રીતે આરોગ્ય વિભાગમાં ૧૦૮ની સેવા છે તેવી સેવા ઉર્જા વિભાગ પણ શરૂ કરશે. આ માટે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવશે. આ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા માટે એક ટીમ આવશે.
આકસ્મીકી સેવા આપવા માટે અધતન મોડલ તૈયાર થઈ રહયું છે. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા વીજ પોલ ખેડૂતોના વળતર નવા સબસ્ટેશન કાર્યરત કરવા અન્ડરલાઈન કેબલ લાઈન, કરવા અન્ડર ચોરી સ્માર્ટ, મીટર જયોતી ગ્રામ યોજના ખેડૂતોને અપાતા વીજ પુરવઠો પુરો પાડવા સહીતના વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. મંત્રીએ ગામતળ સિવાયના છુટાછવાયા વિસ્તારમાં વસતા નાગરીકો માટે વીજપુરવઠો પુરો પાડવા વિચારણા કરવાની સુચના પણ અધિકારીઓને આપી હતી.