ભારતની મહિલાઓ રેવડીની રાજકીય કલ્ચરમાંથી ઉપર ઉઠીને દરેક ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ પ્રસ્થાપિત કરશે તો….

મહિલાઓ વૈશ્વિક ફલક પર આત્મનિર્ભર બની આગળ વધી છે તેમાંથી ભારતની મહિલાઓ રેવડીની રાજકીય કલ્ચરમાંથી ઉપર ઉઠીને દરેક ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ પ્રસ્થાપિત કરશે તો મહિલાઓના જીવનમાં નવા યુગની શરૂઆત થશે ?!
તસ્વીર વિશ્વની એ મહિલાઓની છે જેમણે પુરૂષ પ્રધાન સમાજમાં પુરૂષોને હાસિયામાં મુકીને વિશ્વમાં શાસન કરે છે !! ભૂતકાળમાં ભારતમાં પણ વડાપ્રધાન પદ ઉપર શ્રીમતી ઈન્દિરા ગાંધી પહોંચીને વૈશ્વિક રાજનિતિમાં એક મહિલા તરીકે અમેરિકાને, પાકિસ્તાન અને ચીનને હંફાવ્યું હતું !! તસ્વીર આજે વિશ્વ મહિલા દિન ઉજવાઈ ગયો ત્યારે એક નજર વિશ્વના સત્તા ફલક પર નાંખીએ
જેમાં તસ્વીરમાં ડાબી બાજુથી ફ્રાન્સના મહિલા વડાપ્રધાન એલીઝાબેથ બોર્નની છે !! બીજી તસ્વીર ઈટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોની છે !! ત્રીજી તસ્વીર યુગાંડાના વડાપ્રધાન રોબિનાહ નબનજાની છે !! ચોથી તસ્વીર આઈસલેન્ડના વડાપ્રધાન કેટરીન જૈકબ્સડોટિરની છે !! પાંચમી તસ્વીર બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના વાઝેદની છે !! છઠ્ઠી તસ્વીર ન્યુઝીલેન્ડના ગર્વનર જનરલ સિંડી કીરોની છે !!
સાતમી તસ્વીર જોર્જિયાના રાષ્ટ્રપતિ સૈલોજા જૌરાબિવિલીની છે !! આઠમી તસ્વીર બારબાડોસના રાષ્ટ્રપતિ સેંડ્રો મેસનની છે !! નવમી તસ્વીર ઈથોપિયાના રાષ્ટ્રપતિ સાહલે વર્કજયુડેની છે !! દસમી તસ્વીર ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની છે !! જયારે અગિયારમી તસ્વીર ભારતના લિડર અને કાબેલ શહીદ પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની છે !! જેમણે પુરૂષ પ્રધાન સમાજમાં કાબેલીયત દેખાડી વડાપ્રધાન પદ નિભાવ્યું હતું માટે ભારતમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ પ્રસ્થાપિત કરવા આગળ આવવું જોઈએ. (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સામાજીક, શૈક્ષણિક, વ્યવસાયિક આત્મનિર્ભરતાનો પ્રયાસ જ મહિલાઓને ભારત માટે કાંઈક કરી બતાવવાની આઝાદી આપશે આ માટે મહિલાઓ એક થઈ પોતાના રાજકીય પક્ષ રચે એક થાય એ જ વિકાસનો વિકલ્પ છે !!
સેન્ટ આગસ્ટાઈને અદ્દભૂત કહ્યું છે કે, “સ્ત્રીઓની નિંદા કઈ રીતે થઈ શકે ? ઈશ્વરના પુત્રનો જન્મ પણ એક સ્ત્રીના પેટે જ થયો હતો”!! અમેરીકાની ૨૪ કલાક ચાલતી મિડીયા મધુલના સ્થાપક ટ્રેડ ટર્નર કહે છે કે, “જાહેર કાર્યાલયોમાંથી પુરૂષોને હાંકી કાઢવા જોઈએ અને સ્ત્રીઓને ત્યાં બેસાડી દેવી જોઈએ તેઓ આપણાં કરતા વધુ સારૂ કામ કરી શકે છે”!! વિશ્વ મહિલા દિવસે દુનિયાની મહિલાઓને યાદ કરે છે !! મહિલાઓ પોતાના અસ્તિત્વને યાદ કરે છે !!
નેતાઓ પણ રાજકારણમાં સત્તામાં મહિલાઓનું મહત્વ જોઈ યાદ કરે છે !! અખબારોમાં પણ સફળ મહિલાઓની સફળતા ઉજાગર કરાય છે !! પરંતુ મહિલાઓની સુરક્ષા અંગે માનવ સમાજમાં કેટલી પ્રમાણિકતા અને નૈતિકતા છે ?! ધર્મ ક્ષેત્રે પણ આજે ભારતમાં મહિલાઓનો કેટલાક સ્થળે અનાદર કરાય છે તેને માટે જાગૃત મહિલાએ શું કર્યુ ?! કેટલીક મહિલા સામાજીક સંસ્થાનું સંચાલન કરતી બહેનો પ્રયત્ન કરે છે પરંતુ એકંદરે મહિલાઓની આઝાદી પુરૂષ પ્રધાન સમાજ પર નિર્ભર છે એનું શું ?!
વિશ્વના દેશોમાં મહિલાઓનું સ્થાન અને ભારતમાં મહિલાઓની આઝાદીનું સ્થાનનું તુલનાત્મક અવલોકન કરતા જણાય છે કે, ભારતમાં મહિલાઓના હાથમાં ત્રિરંગો પકડવાની આઝાદી છે !! પણ મહિલાઓને કોઈપણ ક્ષેત્રમાં નેતૃત્વ કરવું હોય તો સંપૂર્ણ આઝાદ નથી ?! કેમ અને કઈ રીતે ?!
મિલિન્ડા બિલ ગેસ કહે છે કે, “પોતાનો ખુદનો સ્વતંત્ર અવાજ હોય એ સબળ સ્ત્રીની વ્યાખ્યા છે પણ આ અવાજ શોધવો એ આજના યુગમાં સૌથી વધુ મુશ્કેલ છે”!! આ વાત એકદમ સત્ય અને કડવી છે !! જયારે તે પુરૂષ પ્રધાન સમાજમાં કોઈપણ ક્ષેત્રમાં જોડાય છે પછી એ સામાજીક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે વ્યવસાયિક ક્ષેત્ર હોય ! તે ત્રિરંગાની શાન ભાગ્યે જ બની શકે છે !! ખરા અર્થમાં મહિલાઓ ભાગ્યે જ સંપૂર્ણ આઝાદી ભોગવી શકે છે
ભારત દેશની એ મોટી કમનસીબી છે અને કડવી વાસ્તવિકતા છે દેશમાં ભારતના દરેક રાજકીય પક્ષોના નેતાઓ સ્રી શસક્તિકરણની વાત કરે છે !! મહિલા સન્માનની વાત કરે છે !! પરંતુ જો દરેક રાજકીય પક્ષના નેતાઓ દિલથી નારી સન્માન અને સ્વચ્છ ભારત ઈચ્છતા હોય તો ચૂંટણી સમયે મહિલા વિરોધી અપરાધમાં જેમની સામે આંગળી ચિંધાતી હોય તેમને શા માટે ટિકીટ આપે છે ?! લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ક્રીમીનલોને ટિકીટ આપી આ નેતાઓ ખુલ્લા પડી ગયા છે !!
રાજકારણમાં પડેલી મહિલાઓ પોતાના સ્વમાન માટે એક થઈ શકતી નથી આ સત્તાનું વરવું સ્વરૂપ ભારતમાં છે આ મુદ્દે આત્મખોજ કરવામાં આવે ત્યારે પોતાના રાજકીય પક્ષની સરકારમાં અપરાધો ઓછા છે !! આવા અપરાધીઓને ટિકીટ અપાઈ છે એવો બચાવ કરાય છે !!
માટે તો મહિલાઓએ રાજકીય પક્ષોમાં જોડાવા કરતા સમગ્ર ભારતની મહિલાઓએ એક થઈ “મહિલા પ્રગતિશીલ મોરચો” જેવો ફકત એક જ પક્ષ બનાવવો જોઈએ અને ગમે તે પક્ષના ક્રીમીનલ ઉમેદવારને એકી અવાજે, એકતાથી રાજકારણમાંથી હાંકી કાઢવા જોઈએ !! ગુજરાતમાં “મહિલા બેંક” ઈલાબેન ભટ્ટે શરૂ કરીને સફળ સંચાલન કર્યુ
હતું !! આ વાત છે !!
ભારતના રાજકારણમાં મહિલાઓના મતો લેવા હોડ જામી છે અને મહિલા મમતદારોના મત લેવા વ્યુહાત્મક રીતે રેવડીનું રાજકારણ ચાલે છે !! એમાંથી બહાર આવી મહિલાઓ ‘આત્મનિર્ભરતા’ ની માંગ કરશે ?!
દેશમાં જુદા જુદા રાજયમાં મહિલાઓને રોકડા રૂપિયા આપવાનું ચૂંટણી લક્ષી રાજકારણ ચાલે છે !! તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઉજાલા ગેસમાં રૂ. ૧૦૦/ – ની રાહત આપી !! આ સારી વાત છે કે મહિલાઓને ચૂંટણી સમયે વિવિધ પક્ષો તરફથી રાહત મળે !! પરંતુ તમે મહિલાઓને રૂપિયામાં રાહત આપો કે ગેસમાં રાહત આપો પણ જયાં સુધી “મોંઘવારી ઘટે નહીં” તો અનાજ કઈ રીતે રાંધીને ખાવું ?!
મહિલાઓને સરકારી નોકરીમાં ૩૩% અનામત આપવાની શું જરૂર નથી લાગતી ?! ભારતની સુપ્રિમ કોર્ટે તાજેતરમાં પિતાની મિલકતમાં પુત્રીના હકકને કાયદેસર ઠરાવી !! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સંજયકિશન કૌલ અને જસ્ટીસ શ્રી ઋષિકેશ રોયની બેન્ચે મહિલાઓને પોતાના જીવન સાથી પસંદગીનો હકક ગ્રાહ્ય રાખ્યો !! લશ્કરમાં પણ ભરતી અને પ્રમોશનનો મહિલાઓના અધિકારને માન્ય રાખ્યો !! આવા અનેક ચૂકાદાઓ છે
જેમાં ફકત અદાલતો દ્વારા જ મહિલાઓને રક્ષણ મળ્યું છે !! મંદિરોમાં પ્રવેશવા માટેનો હકક પણ સુપ્રિમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો !! જયાં રાજનેતાઓને “વોટ બેંક” નું રાજકારણ નડે છે ત્યાં દેશના ન્યાય મંદિરોએ ન્યાય આપ્યો છે આમ વકીલ મહિલાઓ યાદ રાખે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.