‘સનમ તેરી કસમ ૨’ માં જો માવરા હશે તો હું નહીઃ હર્ષવર્ધન રાણે

હર્ષવર્ધને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
દિગ્દર્શકો રાધિકા રાવ અને વિનયે ‘સનમ તેરી કસમ ૨’માંથી પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનની હકાલપટ્ટીની પુષ્ટિ કરી છે
મુંબઈ,
ફિલ્મ ‘સનમ તેરી કસમ ૨’ ના અભિનેતા હર્ષવર્ધન રાણેની કડક ‘ચેતવણી’ પછી, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની સિક્વલ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની અભિનેત્રી આગામી ફિલ્મનો ભાગ નહીં હોય.દિગ્દર્શકો રાધિકા રાવ અને વિનયે ‘સનમ તેરી કસમ ૨’માંથી પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનની હકાલપટ્ટીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓ સામે ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોનું મૌન અત્યંત ચિંતાજનક છે. ભારત વિરુદ્ધ તેમની ટિપ્પણીઓ ખોટી છે અને તેની નિંદા થવી જોઈએ.નિર્માતાઓએ કહ્યું, “આતંકવાદની સ્પષ્ટ નિંદા થવી જોઈએ. ભારતમાં કામ કરતા કેટલાક કલાકારો આ મુદ્દા પર ચૂપ રહ્યા તે નિરાશાજનક છે.
તેમને અહીંથી ઘણો પ્રેમ, આદર અને મોટી તકો મળી, છતાં તેમણે ભારત વિરુદ્ધ આવા આતંકવાદી કૃત્યો વિશે કંઈ કહ્યું નહીં. અમે અમારા દેશ અને સરકાર સાથે ઉભા છીએ અને તેમના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. દેશ પહેલા આવે છે અને હંમેશા રહેશે.આ પહેલા હર્ષવર્ધન રાણેએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે જો ફિલ્મમાં પાકિસ્તાની કલાકારો હશે તો તે તેનો ભાગ નહીં બને અને સીધા જ ‘ના’ કહેશે.હર્ષવર્ધને ‘સનમ તેરી કસમ ૨’ માટે લખ્યું, “હું આ અનુભવ માટે આભારી છું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોયા પછી અને મારુ દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ વાંચ્યા પછી, મેં નક્કી કર્યું છે કે જો જૂની કાસ્ટ ફરીથી ફિલ્મમાં જોડાવા જઈ રહી છે, તો હું ‘સનમ તેરી કસમ‘ ભાગ ૨ નો ભાગ બનવાનો ઇનકાર કરીશ.SS1