નદી પર પુલ ન હોવાને કારણે હોડીમાં બેસી ચૂંટણી પ્રચાર કરવા પહોચ્યા કાર્યકરો સાથે મંત્રી
લોકસભાની ચૂટણી આડે હવે ગણતરીના દિવસો જ રહી ગયા છે ત્યારે રાજ્યમાં પોતપોતાના મત વિસ્તારમાં ધારાસભ્યો-મંત્રીઓ પણ ગામડાઓમાં જન સંપર્ક કરી રહ્યા છે અને ખાટલા પરિષદ કરી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીડોર પોતાના સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના કડાણા તાલુકાના રાઠડા ગામે જવા પુલ નહીં હોઈ કડાણા ડેમના પાણીમાં હોડીમાં બેસી ચૂટણી પ્રચાર કરવા પહોચ્યા હતા અને રાઠડા ગામના સ્થાનિકો સાથે ખાટલા બેઠક કરી હતી ત્યારે મંત્રીને લોકોએ આ નદી ઉપર બ્રિજ બનાવી આપવાની માગણી પણ દોહરાવી હતી. (તસ્વીરઃ- કૌશિક પટેલ, મોડાસા)
2 thoughts on “નદી પર પુલ ન હોવાને કારણે હોડીમાં બેસી ચૂંટણી પ્રચાર કરવા પહોચ્યા કાર્યકરો સાથે મંત્રી”
Comments are closed.