કંઈક આઉટ ઓફ બોક્સ હોય તો ઓટીટી સિરીઝમાં એન્ટ્રી પાક્કી: ક્રિતિ સેનન

મુંબઈ, જયપુર ખાતે યોજાયેલ આઇફા એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓનો જમાવડો હતો. તેમાં ક્રિતિ પણ હાજર રહી હતી, જ્યારે તેણે પોતાના ઓટીટી સિરીઝ ડેબ્યુ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને કશુંક આઉટ ઓફ ધ બોક્સ મળે તો તે સિરીઝમાં કામ કરવા ઉત્સુક છે.
ક્રિતિએ કહ્યું, “કશુંક એવું હોવું જોઈએ જેમાં મને એક કલાકાર તરીકે કામ કરવામાં મજા આવે, કશુંક બિલકુલ અલગ અને ન વિચાર્યું હોય એવું હોવું જોઇએ કારણ કે એ ફિલ્મ કરતાં લાંબું હોય છે. તો મને એટલું લાંબુ કામ કરવામાં મારો ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ.”
થોડાં વખત પહેલાં ક્રિતિની ‘દો પત્તી’ રિલીઝ થઈ હતી, જેમાં તેણે ડબલ રોલ કર્યાે હતો. તેમાં બે જોડિયા બહેનોની વાત હતી. આ ફિલ્મથી ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું છે, તેણે બ્લૂ બટરફ્લાય ફિલ્મ્સ નામનું બેનર શરૂ કર્યું છે. તો તેના પ્રોડક્શનની આગમી ફિલ્મ વિશે ક્રિતિએ કહ્યું, “હું હજુ નવાં પતંગિયાની શોધ કરી રહી છું.”
ફિલ્મ્સની બોક્સ ઓફિસ પર સફળતા અંગે ક્રિતિએ કહ્યું હતું કે, “કેટલીક ફિલ્મ ઘણી સારી ચાલે છે.બોક્સ ઓફિસ પર છાવા અને સ્ત્રી ૨એ જે કમાલ કરી છે તે આપણે બધાંએ જોઈ છે. તો આપણે એ સફળતાને મનાવવી જોઈએ.”SS1MS