‘જો આપણે બાંગ્લાદેશ બનાવી શકીએ તો હિંદુઓની સુરક્ષા માટે હસ્તક્ષેપ પણ કરી શકીએ’
નવી દિલ્હી, યોગ ગુરુ બાબા રામદેવે મંગળવારે બાંગ્લાદેશમાં હિંદુઓના મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓ પર લક્ષિત હુમલાની નિંદા કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને પડોશી દેશમાં હિન્દુ લઘુમતીઓના રક્ષણ માટે રાજકીય અને રાજદ્વારી રીતે દરેક શક્ય પ્રયાસો કરવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારતમાં પણ અસ્થિરતા પેદા કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની ઘટનાને વખાણી રહ્યા છે, તેમની સામે કડક પગલાં લેવાની જરૂર છે.
બાબા રામદેવે કહ્યું, ‘બાંગ્લાદેશમાં આપણા હિંદુ ભાઈ-બહેનો પર કોઈ ક્રૂરતા, જુલમ, અતિરેક કે અન્યાય ન થાય તે માટે સમગ્ર દેશે એકજુટ રહેવું પડશે. વિશ્વમાં જે રીતે ઇસ્લામિક કટ્ટરવાદ વધી રહ્યો છે અને હવે તેણે ભારતના પડોશમાં પણ દસ્તક આપી છે તે આપણા દેશ માટે ખૂબ જ ખતરનાક બની શકે છે.
મને ડર છે કે હિંદુ દીકરીઓના સન્માનનો મુદ્દો પ્રશ્નમાં આવી શકે છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે જે કરી રહ્યા છે તે ખોટું છે. આપણે ભારતમાં એક થવું પડશે અને વિશ્વને હિન્દુઓની તાકાત બતાવવી પડશે.રામદેવે કહ્યું, ‘બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસા ચરમ પર છે. જમાત-એ-ઇસ્લામી અને તમામ કટ્ટરવાદી દળો તેમની ક્‰રતા બતાવી રહ્યા છે.
આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ. તે સહન કરવામાં આવશે નહીં. જો આપણે બાંગ્લાદેશ બનાવી શકીએ તો આપણા હિંદુ ભાઈઓની રક્ષા માટે ત્યાં પણ હસ્તક્ષેપ કરી શકીએ. તેમને (ઇસ્લામિક કટ્ટરપંથીઓ) બચાવવા માટે કેટલાક રાજકીય લોકો, સામાજિક અને ધાર્મિક આતંકવાદીઓ છે, જેઓ ઇચ્છે છે કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં બને. આવા લોકોને પણ અટકાવવા પડશે.ઇજીજીના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘ભારત સરકારે બાંગ્લાદેશ મુદ્દે યોગ્ય પગલાં લેવા જોઈએ.
અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે ત્યાંના હિંદુઓ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે. અમને વિશ્વાસ છે કે સરકાર યોગ્ય પગલાં લેશે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતનના એક દિવસ બાદ બાબા રામદેવ અને ભૈયાજી જોશીનું નિવેદન આવ્યું છે.
શેખ હસીનાએ ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડી દીધો હતો અને હાલમાં તેઓ ભારતમાં છે.
હસીનાને રાજીનામું આપીને બાંગ્લાદેશ ભાગી જવાની ફરજ પડી હતી કારણ કે તેમની સરકાર સામે વિદ્યાર્થીઓના વિરોધ હિંસક બન્યા હતા. હાલમાં બાંગ્લાદેશમાં સેનાએ ચાર્જ સંભાળી લીધો છે અને વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેશની ત્રણેય સેનાઓના વડાઓ અને વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મોટા વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ પણ હાજર હતા.SS1MS