Western Times News

Gujarati News

કુટુંબીઓ સાથે સમાધાન ના કરીએ તો સંબંધોનો અંત નક્કી- સંબંધોની માવજત કરવી પડે

પ્રતિકાત્મક

શાળા-કોલેજમાંથી તો રોજી-રોટી કેમ કમાવવી એ શીખવા મળે છે. જીવન કેમ જીવવું એની કોઈ શાળા- કોલેજ ના હોઈ શકે. ઘણી બધી વાતો એવી હોય છે કે જે વ્યક્તિએ જાતે જ શીખવી પડે, અપનાવવી પડે. સારું ભણતર કે સારી નોકરી કે પુષ્કળ પૈસા એ સફળતા નથી.

આપણે ક્યારેય વ્યક્તિ તરીકે કેવા છીએ તેનું મૂલ્યાંકન કરતાં નથી. આપણું મૂલ્યાંકન બીજા કરે એ તટસ્થ હોતું નથી. તેમાં કંઈક અંશે ઈષ્ર્યા રહેલી હોય છે. તેવું જ બીજી વ્યક્તિ માટેનું આપણું વલણ. ખાસ કરીને અંગત સંબંધોમાં આવી ્‌ડચણ વારંવાર આવે છે. કુટુંબ, સમાજ, મિત્રો, ઓફિસ વગેરે સ્થળોએ વ્યક્તિનો વ્યવહાર કેવો છે એ જાેવું અગત્યનું હોય છે.

કોઈપણ વ્યક્તિએ જે તે વ્યવહાર કઈ પરિસ્થિતિમાં કર્યાે હશે તે અંગે આપણે વિચારતા જ નથી. ઉદાહરણ તરીકે કોઈ એકાદ પ્રસંગે વ્યક્તિ ગેરહાજર રહી અથવા આવીને તરત નીકળી જાય તો તેને ટાળવી જાેઈએ અથવા અવગણવી જાેઈએ. ગીતામાં કહ્યું છે એમ કેટલીક વાર અસત્ય પણ આપદ ધર્મ જ છે. ક્યા સંજાેગોમાં અને કોઈના શ્રેય માટે બોલાયેલું અસત્ય પણ કલ્યાણકારી ગણાયું છે.

ઘણી બધી વાતો ગુલઝારની રચનામાં છે એમ હસીને ટાળવી જાેઈએ. દરેક બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી હોતી. તેવી જ રીતે કેટલીક ગંભીર વાતો હસીને એટલે કે હળવા સ્વરે કહી દેવાની હોય છે. બધાં જ પરેશાન છે આજકાલ. કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલા હોય છે. તોે કરવું શું ?એ જ. અમુક બાબતો સમય પર છોડી દેવી. સમય જેવું આસેડ કોઈ નથી. પણ આપણે એવું નથી કરતાં. વાતનો તંત છોડતાં નથી. પરિણામે જાતે પણ પીડાઈએ છીએ અને બીજાને પણ પીડા આપીએ છીએ.

ઘણી બધી વાતોમાં આપણે આપણા અભિમાનને વચ્ચે લાવીએ છીએ. પાયા વિનાની વાત હોય છે. પણ મને ના પાડી, મારી સામે બોલે છે, મારી વાત સાંભળી નહીં, મને માન ના આપ્યું, અમને ગણ્યાં નહીં, અમને કહ્યું નહીં, અમને બોલાવ્યા નહીં વગેરે વગેરેને મુદ્દો બનાવી સમાધાન કરાવાના બદલે સંબંધો તૂટે તેની પણ પરવા કરતાં નથી. સંબંધો ટકાવવા હોય તો ઝૂકતા પણ આવડવું જાેઈએ. આપણે એટલાં અક્કડ થઇ જઈએ છીએ કે દોરી તૂટે પણ વળ ના છૂટે એવો આપણે ઘાટ હોય છે.

તમે કોની સાથે હસીમજાક કરી શકો ? જે તમારા અંગત અથવા નજીકના હોય તેની સાથે. અંગત વ્યક્તિ સાથે જ રીસાઈ પણ શકો. ત્રાહિત વ્યક્તિ સમક્ષ આપણે એવું નથી કરતાં. આવી વ્યક્તિઓ સીમિત હોય. આને નિર્દાેષતા કહેવાય જે બધાં સામે આવી ના શકે. સુખદ કે દુઃખદ પળોમાં આપણી અંગત વ્યક્તિની આંખના અશ્રુ સહજતાથી લૂંછતા પણ આવડવા જાેઈએ.

અને એ આંસુ પણ કોઈ નજીકનું આજુબાજુ હોય ત્યારે જ ટપકતું હોય છે. જેમ ચૂપચાપ આંખમાંથી આંસુ ટપકે છે એટલી જ શાંતિથી કોઈનાં આંસુ આપણે લૂંછી શકીએ તો આપણા સંબંધો સહજ છે તેવું ચોક્કસપણે કહી શકાય. આંસુ આવે છે કે વધુ આવ્યા કે આંસુ આવ્યા જ નહીં એ કોઈ ચર્ચાનો વિષય હોઈ શકે નહીં. એટલું જ નહીં અન્યના આંસુ લૂછવાની તત્પરતા હોવી જાેઈએ.

મિત્રો અને અમુક સંબંધો એવા હોય છે કે જ્યાં માન-અપમાન જેેવું કશું વચ્ચે આવવું જ ના જાેઈએ. જે પણ સંબંધમાં આવો અનુભવ થાય તો એ સંબંધ પર તરત પૂર્ણવિરામ મૂકી દેવું જાેઈએ. કારણ કે આવા સંબંધો પરિપક્વ ગણાય નહીં. જ્યાં સ્વાર્થ આધારિત સંબંધો હોય ત્યાં આવું વિશેષ જાેવા મળે છે. અપેક્ષા વિનાના સંબંધોમાં માન-અપમાનને સ્થાન નથી.

થોડા વર્ષાે પહેલાં એક મિત્રે જણાવેલો કિસ્સોે અહીં રજૂ કરું છું જેથી ખ્યાલ આવશે કે સંબંધો જાળવવા કેવી પરિપક્વતા દર્શાવવી પડે. મિત્રના જણાવ્યા પ્રમાણે તેના એક અંગત-ખાસ મિત્રના બનેવીનું અચાનક અવસાન થયું. બીજા મિત્રો- સંબંધીઓનેે જાણ કરી દેવાઈ. અંતિમસંસ્કાર પણ થઈ ગયા. બીજા દિવસે આ મિત્ર અને તેની પત્ની પહોંચ્યા. વાતો થઈ. પેલા મિત્રે એટલું જ કહ્યું કે જણાવ્યું નહીં ? ધારત તો પેલો મિત્ર આ મુદ્દે સંબંધ તોડી શક્યો હોત અથવા ઓછા કરી શક્યો હોત. પણ એવું કશું જ થયું નહીં.

કુટુંબ-સમાજમાં સંબંધો તૂટવાની ઘટના વિશેષરૂપે થતી હોય છે. સારાંમાઠાં પ્રસંગોએ અહમને વચ્ચે લાવી ટકરાવ ઊભો થતો હોય છે. આવે સમયે બેમાંથી એક પક્ષ ઝૂકે તો ઘીના ઠામમાં ઘી પડી રહે. પરિપક્વતા કોણ દાખવે છે તેના પર ઘમો આધાર રહેલોે હોય છે. અન્ય એક મિત્રનોે કિસ્સો ઉપરના કિસ્સાથી તદ્દન વિરુદ્ધ છે. એ મિત્રના જણાવ્યા પ્રમાણે લગ્ન પ્રસંગે બંન્ને પક્ષના વડીલો વચ્ચે કોઈ મુદ્દે મનદુખ થયું.

એમાં પાછો અહમ ભળ્યો એટલે વાત વધી ગઈ. બેમાંથી એક પણ પક્ષે સમાધાનના પ્રયાસ કર્યા નહીં. છેવટે સંબંધો તૂટી ગયા. આજે માત્ર સારાંમાઠાં પ્રસંગે લોકલાજે હાજરી આપે છે બંનેે પક્ષો. જાે કે કેટલીકવાર એવું પણ બને છે કે સંબંધો ટકાવી રાખવા હદબહારના સમાધાન કરાય છે છતાં સંબંધ ટકતો નથી. આવા સમયે કોઈ એક પક્ષે પોતાના તરફથી કરેલા પ્રમાણિક પ્રયાસ પછી પૂર્ણવિરામ મૂકી દેવું જાેઈએ. જેને આપણાં ગણાતાં હોઈએ તેના દિલમાં રહેતાં આવડવું જાેઈએ અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે મિત્રતા, સંબંધોને મહત્ત્વ આપીએ અને આપણો ઈગો-અહમ બાજુએ મૂકીએ.

સંબંધોની માવજત કરવી પડે. જેમ નાના બાળકને ઉછેરીએ કે છોડ વાવીને તેને ઉછેરીએ તેવી જ રીતે સંબંધોને જાળવવા પડે. જાે બાળકના ઉછેરમાં ખામી રહી જાય તો તે બગડી જાય છે. સંબંધોનું પણ એવું જ છે. હાઈવે પર જતાં હોઈએ છીએ ત્યારે સાઈન બોર્ડ જાેવા મળે છે. નજર હટી, દુર્ઘટના ઘટી. બસ સંબંધોનું આવું જ છે. જાે સમાધાન ના કરીએ તો અંત નક્કી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.