NSAID પ્રકારની પેઈનકિલર દવાઓ લેતા હોવ તો ચેતી જજોઃ કિડની ફેઈલ થઈ શકે છે
Non NSAID (Non-steroidal anti-inflammatory drugs ) જેમ કે, ટ્રામાડોલ, પેરાસિટામોલ વગેરે કન્ટેન્ટવાળી દવાઓ આંતરડા અને કિડની માટે સલામત છે
આજે બજારમાં વિવિધ પ્રકારની પેઈનકિલર દવાઓ ઉપલબ્ધ છે. પેઈન એટલે કે દુખાવો એ આજના સમયનું મોટાભાગના લોકોમાં જાેવા મળતું સૌથી સામાન્ય લક્ષણ છે, જે વ્યક્તિની રોજબરોજની કાર્યક્ષમતાને અટકાવે છે. આ દુખાવો માથાથી લઈને પગના અંગુઠા સુધી કોઈ પણ ભાગનો હોઈ શકે છે. દુખાવાથી પીડિત વ્યક્તિ સામાન્ય રીતે ઘરમાં રહેલી અથવા તો નજીકની દવાની દુકાનેથી પેઈનકિલર દવાઓ લઈને તેનો ઉપયોગ કરે છે, જે ઘણી વખત કિડનીની બીમારીને નોતરે છે.
પેઈનકિલર દવાઓના કારણે વિવિધ પ્રકારની કિડનીની બીમારી થઈ શકે છે. જે કિડનીના સામાન્ય સોજાથી લઈને સંપૂર્ણ કિડની ફેલ્યર હોઈ શકે છે.
પેઈનકિલરના પ્રકાર ઃ સામાન્ય રીતે પેઈનકિલરને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે તેમાંથી એક છે NSAID અને બીજાે છે Non-NSAID
• પ્રથમ પ્રકાર એટલે કે NSAID જેમ કે ડાયકલોફેનોક, નિમેસુબાઈડ, આઈબુપ્રોફેન વગેરે કન્ટેન્ટ કે ડ્રગવાળી દવાઓ આ દવાઓનો સલાહ વગરનો ઉપયોગ આંતરડા તથા કિડનીની બીમારીઓ કરી શકે છે.
• બીજાે પ્રકાર એટલે કે Non NSAID જેમ કે, ટ્રામાડોલ, પેરાસિટામોલ વગેરે કન્ટેન્ટવાળી દવાઓ આંતરડા અને કિડની માટે સલામત છે.
• NSAID દવાઓની કિડની પસર અસર
• NSAID દવાઓ લેવાથી કીડની ઉપર મુખ્ય ત્રણ રીતે અસર થાય છે.
• ટેમ્પરરી અથવા એકયુટલ રિનલ કેલ્યર,
• ઈન્ટરસિશલ નેફાઈટિસ
• પરમેનન્ટ અથવા ક્રોનિક કિડની કેલ્યર જેને એનાઈ જેસિક નેફ્રાઈટિસ પણ કહે છે.
એકયુટ રિનલ ફેલ્યર -એકયુટ એટલે કે અચાનક કિડનીનું ફેલ થવું ઘણા દર્દીઓમાં માત્ર એક કે બે NSAID ની દવાઓ લેવાથી કિડની ફેલ થઈ શકે છે આમ થવું ખૂબ સામાન્ય તો નથી, પણ સંપૂર્ણ અસામાન્ય પણ નથી. એકયુટ ફેલ્યરમાં ડાયાબિટીસના દર્દીઓ, બ્લડપ્રેર તથા હાર્ટના દર્દીઓ જેમનું બ્લડપ્રેશર ખૂબ જ વધઘટ રહેતું હોય, ઝાડા-ઉલ્ટી થયેલા હોય, સીટી સ્કેન વગેરેમાં ડાઈનો ઉપયોગ કર્યો હોય.
આવી પરિસ્થિતિમાં NSAID પ્રકારની પેઈનકિલર દવાઓનો વપરાશ ક્યારેક એકયુટ કિડની કેલ્યરનું કારણ બને છે, તેથી આ પ્રકારની બીમારી અથવા સમસ્યા ધરાવતી વ્યક્તિએ ડોકટરની સલાહ પ્રમાણે જ પેઈનકિલર દવાઓનો વપરાશ કરવો જાેઈએ. આ દવાઓ બેધારી તલવાર જેવી હોય છે, જે ફાયદો અને નુકસાન એમ કંઈ પણ કરી શકે છે.
નિદાનઃ એક્યુટ કિડની ફેલ્યરમાં લેબોરેટરીની તપાસ જેમ કે ક્રિએટિનીન, યુરિયા, પોટેશિયમ, યુરિન તથા સોનોગ્રાફીની તપાસ કરાવીને ચોક્કસ નિદાન કરવામાં આવે છે.
સારવાર ઃ તાત્કાલિક પેઈનકિલર દવાઓ બંધ કરવી તથા ફિઝિશિયન કે કિડનીના ડોકટરનો સંપર્ક કરવો. કેટલાક દર્દીઓમાં ડાયાલિસીસ પણ કરવું પડી શકે છે. અચાનક કે એકયુટ કિડની ફેલ થવાનાં ઘણાંબધા કારણો છે, પણ પેઈનકિલર દવા ખાવાને કારણે એકયુટ કિડની ફેલ્યર થવું એ મુખ્ય કારણ છે. ૪૦ થી પ૦ ટકા કેસમાં પેઈનકીલર દવાઓ જવાબદાર હોય છે.
એકયુટ ઈન્ટરસિશવ નેફાઈટિસઃ આ એક પ્રકારની પેઈનકીલર દવાઓની એલર્જી છે, જે કિડની પર થાય છે. જેમ કે કોઈ વ્યક્તિને અમુક દવાઓથી છીંક આવે તેમ કોઈ વ્યક્તિને કિડની પર સોજાે આવી શકે છે. જેનાથી કિડનીનું કામકાજ ક્રમશઃ ઘટે છે. આ પ્રકારની બીમારીના કોઈ લક્ષણ હોતાં નથી. લેબોરેટરીની તપાસમાત્રથી જ તેનું ચોકકસ નિદાન થઈ શકે છે. આઈબુકેન (બુક્રેન) પ્રકારની દવાઓથી આ વધુ થઈ શકે છે. ઘણી વખત નિદાન માટે કિડનીની બાયોપ્સીની પણ જરૂર પડતી હોય છે.
સારવાર: પેઈનકિલર દવાઓ લેવાનું બંધ કરી દેવું અને કિડનીના ડોકટરની સલાહ પ્રમાણે સ્ટીરોઈડનો કોર્સ કરવો પડે છે.
ક્રોનિક કિડની ફેલ્યર: આ પ્રકારના કિડની ફેલ્યરની પહેલી વખત યુરોપમાં ખબર પડી હતી. જેમાં વોચમેકર એટલે કે કાંડા ઘડિયાળ બનાવતા કારીગરો ગળાના દુખાવા માટે પેઈનકિલર દવાઓ લાંબા સમય (વર્ષો) સુધી લેતા હતા. જેનાથી તેમને દુખાવામાં રાહત તો થતી હતી પરંતુ લાંબા ગાળે મોટાભાગના કારીગરોની કિડની એક સાથે અને કાયમી ધોરણે ફેલ થઈ ગઈ. લાંબા ગાળા સુધી આ પ્રકારની દવાઓ લેવાથી કિડનીના અંદરના ભાગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય છે અને ધીમેધીમે કિડની ફેલ થાય છે.
નિદાન : દર્દીની લાંબા સમય સુધી પેઈનકિલર લેવાની હિસ્ટ્રી નિદાન માટે મદદરૂપ થાય છે. આમ છતાં ચોકકસ નિદાન માટે લેબોરેટરી, સોનોગ્રાફી અને સીટી સ્કેનની જરૂર પડે છે. અત્યારના સમયમાં આ ફેલ્યરનું પ્રમાણ ઘટયું છે. આમ છતાં અમુક વ્યક્તિ જે વાના દર્દ માટે લાંબા સમય સુધી NSAID દવાઓ લે છે, તેને આ બીમારી થઈ શકે છે.
સારવાર: આ ક્રોનિક અથવા પરમેનન્ટ કિડની ફેલ્યર છે, જે એક વખત થઈ ગયા પછી તેને નોર્મલ નથી કરી શકાતી, તેથી જયારે નિદાન થાય ત્યારે પેઈનકિલર દવાઓનો ઉપયોગ બંધ કરવો અને કિડનીના ડોકટરની સલાહ પ્રમાણે રોગને આગળ વધતો અટકાવવો. આ જ તેની મુખ્ય સારવાર છે. એડવાન્સ સ્ટેજમાં ડાયાલિસીસ અથવા કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી શકે છે તેથી આ બીમારી માટે એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. પેઈનકિલર દવાઓનો ઉપયોગ ડોકટરની સલાહ વગર આડેધડ કરવાનો બંધ કરવો.