Western Times News

Gujarati News

પ્રોપર્ટીનું સીલ તોડી ગેરકાયદે પ્રવેશ કરશો તો પોલીસ ફરિયાદ થશે

પ્રતિકાત્મક

પ્રોપર્ટીનું સીલ તોડી ગેરકાયદે પ્રવેશ કરનારા આઠ ડિફોલ્ટર્સ સામે પોલીસ ફરિયાદ દાખલ-પશ્ચિમ ઝોનમાં ૧૫૦ મિલકતને સીલ કરી રૂ. ૫૬.૪૨ લાખની આવક મેળવાઈ

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પાેરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મોટી રકમના ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતના નળ અને ગટરનાં કનેક્શન કપાયાં હતાં. ને વધુ આકરાં પાણીએ છે. ડિફોલ્ટર્સના નળ-ગટરના કનેક્શન કાપવાનીકામગીરી બાદ હવેતંત્ર પ્રોપર્ટીના સીલ તોડી તેમાં ગેરકાયદે પ્રવેશ કરનારા ડિફોલ્ટર્સ સામે લાલઘૂમ થયું છે. પશ્ચિમ ઝોનમાં સત્તાવાળાઓએ આવા આઠ ડિફોલ્ટર્સ વિરુદ્ધ જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ પ્રસરી ગયો છે.

પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ સરાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ એક વાતચીતમાં જણાવે છે કે જે પ્રોપર્ટીને તંત્ર દ્વારા બાકી ટેક્સ વસૂલાતના મામલે સીલ કરાઈ છે તેવી પ્રોપર્ટીના સીલ તોડીને તેમાં ગેરકાયદે પ્રવેશ કરવો ફોજદારી ગુનો થાય છે. કોઈપણ પ્રોપર્ટીના સીલ ખોલવા માટે ડિફોલ્ટર્સે બાકી ટેક્સના નાણાં સમયસર ભરપાઈ કરવા જરૂરી બને છે.

અગાઉ પશ્ચિમ ઝોની કુલ પાંચ કોમર્શિયલને મિલકતને તંત્રએ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ ન કરવાના મામલે સીલ કરવામાંઆવી હતી, જો કે નાણા ભરપાઈ કર્યા વગર આ પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સે સીલ ખોલી નાખ્યા હતા, જેના કારણે તંત્ર દ્વારા એક દિવસમાં નાણાં ભરપાઈ કરવાની નોટિસ ફટકારાઈ હતી તેમજ સીલ ખોલવા મામલે પોલીસ રાહે કાર્યવાહી કરવાની પણ નોટિસ બજાવવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ નાણાં ભરપાઈ ન થતાં આ ડિફોલ્ટર્સની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા વાસણા પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે.

આ ઉચ્ચ અધિકારીઓ વધુમાં કહે છે કે, નવરંગપુરાના સમીર કોમપ્લેક્સમાં આવેલી એક મિલકતનો રૂ. ૨,૬૩,૩૪૬, આનંદ મિલન કોમ્પ્લેક્સમાં આવેલી એક મિલકતનો રૂ. ૧,૯૫,૨૨૨, સોરાઈનગરમાં આવેલું ડાહીબહેન ચુનીલાલનું ડહેલુમાં આવેલી બે મિલકત પૈકી એકનો રૂ. ૧,૩૮,૫૮૯ અને બીજી મિલકતનો રૂ. ૪૯,૪૪૩, ચાંદખેડાના નક્ષત્ર આર્કેડની બે મિલકતો પૈકી એક મિલકતનો રૂ. ૪,૯૮,૧૧૭

અને બીજી મિલકતનો રૂ. ૬,૧૬,૯૫૩ અને મોટેરાના સૃષ્ટિ આર્કેડની એક મિલકતનો રૂ. ૭,૫૯,૩૮૯ અને બીજી મિલકતનોરૂ. ૧૮,૯૯,૦૬૫નો ટેક્સ તંત્રના ચોપડે જમા કરાયો નહોતો. આમ આ કુલ આઠ મિલકતોને સીલ કરાઈ હતી, જો કે મિલકતધારકોએ સીલ તોડી નાખતા પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.

બીજી તરફ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ વધુ ૧૫૦ કોમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોટેરામાં વિઠ્ઠલ મોલ, ગ્રાન્ડ એમ્પોરિયા, સાબરમતીમાં સનરાઈઝ, નવા વાડજમાં સંજીવનીકોમ્પ્લેક્સ, ઓઝોન આંગન, સિમંધર સ્ટેટસ, જૂના વાડજમાં સાગર એવેન્યૂ, સાબરમતીમાં ગાયત્રી કોમ્પ્લેક્સ, સંસ્કૃતિ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બલોલનગરમાં પ્રયાગ એપાર્ટમેન્ટ, આશ્રમ રોડ પર સુપથ-૨, નારણપુરામાં ઘનશ્યામ કોમ્પ્લેક્સ, ઉસ્માનપુરામાં અનુશ્રી કોમ્પ્લેક્સ વગેરે સ્થળોએ આવેલી મોટી રકમના ડિફોલ્ટર્સ પર તંત્ર ત્રાટક્યું હતું અને તેમના ધંધાકીય એકમને તાળાં માર્યા હતા.

મ્યુનિસિપલ પ્રોપ્રટી ટેક્સ વિભાગ દ્વારા મેગા ટ્રિગર ઈવેન્ટ હેઠળ મોટી રકમના ડિફોલ્ટર્સની વધુ ૩૪૭૮ પ્રોપર્ટીને સીલ કરાઈ હતી અને રૂ. ૬.૬ કરોડની પ્રોપર્ટી ટેક્સની આવક મેળવાઈ હતી. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૧૯૪ મિલકતને તંત્રએ તાળાં માર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.