Western Times News

Gujarati News

આર્થિક મેનેજમેન્ટ શીખો તો નાની ઉંમરે હ્ય્દયરોગનું જાેખમ નહીં રહે !

સારી સ્થિતિમાં જીવવું હોય તો પૈસાનું મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે

જીવનમાં સમતોલ સુખ અને આનંદ જાળવવા માટે આર્થિક મેનેજમેન્ટ પણ અનિવાર્ય પાસું છે. એક મિત્ર સાથે તેના પબ્લિશરને મળવા ગયા અને આર્થિક મેનેજમેન્ટ અંગે જે અમર સલાહ મળી તે આજે પણ ભૂલી શકાતી નથી. મિત્રએ લવમેરેજ કર્યા હતા. પરિણામે પિતાએ તાકીદ કરી હતી કે તમારી જાતે જીવન ચલાવી લેજાે. તેથી મિત્રએ આપકમાઈ પર જીવવાનું હતું. કોલેજકાળથી જ તેને બે પબ્લિશર સાથે કામ ચાલતું હતું. એમાંથી એક સાથે પારિવારિક સંબંધો કેળવાઈ ગયા હોવાથી મિત્રને સાવ શૂન્યથી શરૂઆત કરવી પડી નહોતી.

વાત ૮૦ના દાયકાની છે. મિત્રએ એક દિવસ કહ્યું, મિત્ર ! ફ્રી હોય તો ચાલ પબ્લિશયરને મળી આવીએ, મારે પૈસા લેવા જવું છે. અમે એમને ત્યાં પહોંચ્યા, પેમેન્ટ થઈ ગયું. ચા-પાણી સાથે ઔપચારિક વાતો ચાલતી હતી. પ્રકાશકે કહ્યું. તમારે હવે બચતની ટેવ અપનાવવી પડશે. આ સાંભળીને મિત્ર આવેશથી કહે, તમે અનેક વખત આ સલાહ આપી છે, પરંતુ મારે તો મહિનાનો ખર્ચ જ માંડ નીકળે છે, એવામાં બચત શી રીતે થવાની હતી ? આ સાંભળીને પ્રકાશકે સ્મિત કર્યું. પોતાના એક કર્મચારીને બોલાવીને પૂછયું રમણિકભાઈ તમે દર મહિને કેટલા રૂપિયા બચાવો છો ? રમણિકભાઈએ કહ્યું, સાહેબ દર મહિને પચાસ રૂપિયા બચતખાતામાં ભરી દઉ છું. પ્રકાશકે પૂછયું રમણિકભાઈ તમારો પગાર માંડ બસો રૂપિયા છે, એમાંથી પચાસ રૂપિયા શી રીતે બચાવો છો ? રમણિકભાઈએ કહ્યું, સાહેબ, મારી પત્ની લોકોના ઘરકામ કરે છે, હું સવારે છાપા નાંખવાનું કામ કરું છુ એમ કરતાં બે છેડા મળી જાય છે.

પ્રકાશકે કહ્યું, સારું ! જાવ કામ ચાલુ કરો. પછી મિત્ર તરફ ફરીને કહે, સમજાયું તમને ? આ માણસ તમારા કરતાં ખૂબ ઓછું કમાય છે. છતાં મહિને નિયમિત પચાસ રૂપિયા બચાવી લે છે અને તમે કહો છો કે આવક જ પુરી પડતી નથી. ત્યાં બચત ક્યાંથી થાય ! હવે તમે સમજી ગયા હશો કે બચતને આવક સાથે કોઈ લેવાદેવા નથી, એ તમારી સાઈકોલોજી પર આધાર રાખે છે. બચતની ટેવ કેળવશો તો જ આગળ જતાં આર્થિક મેનેજમેન્ટ કરી શકશો અને સધ્ધરતા મેળવી શકશો.

સધ્ધર થવા શું કરી શકાય ? સૌથી પહેલા નિયમ છે તમને જેની અનિવાર્ય જરૂર ન હોય, જેના વગર ચાલ  તેમ હોય એવી કોઈ પણ બાબતે ખર્ચ ન કરો. બચત કરો અને આવક વધે તે માટે બીજું શું કરી શકાય તે વિચારીને એ કામ કરવાનું ગોઠવતા રહો. એક ખાસ વાત આ પ્રયાસોમાં તમારી ઉંઘ, નિરાંત, આરામ જતા ન કરવા.
નિયમિત પૈસા મેળવવા માટે નોકરી અથવા વ્યવસાય અથવા કોઈ પ્રોફેશન કરી શકાય. તેથી આત્મવિશ્વાસ કેળવાશે અને આર્થિક જરૂરિયાતો પૂર્ણ થતી રહેવાથી આનંદ મળશે. જાેકે સમય પરિવર્તનશીલ છે. નોકરી, વ્યવસાય કે પ્રોફેશન ક્યારે ખલાસ થઈ જાય. કશું કહી ન શકાય. એ સ્થિતિમાં બચત કામ આવે છે. બચતના નાણાં સલામત રહે એવી બેન્કમાં મૂકવાં. તેમાંથી આવક કરવાની લાલચમાં જાેખમ ન ખેડવું, બચત હશે તો અચાનક નોકરી, વ્યવસાય કે પ્રોફેશન ખલાસ થઈ ગયા પછીય થોડાક મહિના કે એક-બે વર્ષ નિરાંતે જીવી શકશો. એટલા સમયમાં નવી નોકરી, વ્યવસાય કે પ્રોફેશન શરૂ કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.