સરકારી લાભોનો ખોટો ફાયદો લેશો તો રૂપિયા પરત કરવા પડશે

નવી દિલ્હી, પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ઓકટોબર મહિનામાં કેન્દ્ર સરકારે ૨૦૦૦ રૂપિયાનો બારમો હપ્તો ખેડૂતોને આપ્યો હતો. તેમાં ઘણા એવા ખેડૂતો પણ છે જેઓએ આ લાભનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે. જેને લઈને સરકાર પણ હવે સતર્ક થઇ ગઈ છે.
અયોગ્ય ખેડૂતો કે જેઓ લાભાર્થી નથી, તેની પાસેથી સરકાર દ્વારા રૂપિયા પાછા લેવાઈ રહ્યા છે. હાલમાં પ્રાપ્ત આંકડા સરકાર માટે ચોકનારા હતા. કારણે કે, આ વખતે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જયારે ૧૧ મો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે લાભાર્થીની સંખ્યા ૧૦ કરોડ હતી. પરંતુ જયારે આ વખતે ૧૨ મા હપ્તામાં તે અંક નીચે આવ્યો અને સંખ્યા રહી ૮ કરોડ.
જે એ વાતને સાબિત કરે છે કે જે ખેડૂતો લાભાર્થી નથી તેઓ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. તેના વિરુદ્ધ સરકાર નોટિસ કાઢી રહી છે કે જેઓ અયોગ્ય છે. અતિયાર સુધીમાં ઘણી નોટિસ જાહેર થઇ ગઈ છે અને તેમાં રૂપિયા પરત કરવા કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન રાશિ હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.૬૦૦૦ આપવામાં આવે છે.
સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો આવે તેથી આ રકમ સીધીજ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન ૨૦૦૦ રૂ. ના ત્રણ હપ્તા જમા કરાવવામાં આવે છે.SS1MS