કંઈ પણ છુપાવવાની કોશિશ કરશો તો મુશ્કેલી થશેઃ જોન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/John-Abraham.webp)
મુંબઈ, જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’નું ટીઝર શુક્રવારે લોંચ થઈ ચૂક્યું છે. ફિલ્મની ટીમ દ્વારા એક મિનિટનું ટીઝર લોંચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં જોન અબ્રાહમ એક ઇન્ડિયન ડિપ્લોમેટ ઓફિસરનું વાસ્તવિક પાત્ર ભજવે છે. શિવમ નાયરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને રિતેશ શાહ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ એક એવી ઘટના પર આધારિત છે, જેણે સમગ્ર દેશને ધ્રુજાવી દીધો હતો.
કોઈ બાબતે સખત ચિંતામાં રહેલી એક મુસ્લિમ મહિલા સાથે જોન અબ્રાહમ વાત કરી રહ્યો છે, ત્યાંથી આ ફિલ્મનું ટીઝર શરૂ થાય છે. તે બોલી રહી છે કે તે એક ઇન્ડિયન સિટીઝન છે. તે આગળ કશું પણ બોલે તે પહેલાં જોહ્ન તેને પાણી આપે છે અને કહે છે, “કંઈ પણ છુપાવવાની કોશિશ ન કરશો નહીંતર તમારા માટે એ વધુ મુશ્કેલ બની જશે.”
એક મિનિટના ટીઝરમાંથી ખ્યાલ આવે છે કે આ કોઈ મોટા ષડયંત્રનો ભેદ ખોલવા મથી રહ્યો છે. ડ્રામાથી ભરપૂર આ ફિલ્મમાં જોન એક નવા અવતારમાં જોવા મળશે. જોહ્ન સૂટ-બૂટમાં મૂછ સાથે જોવા મળે છે. આ પાત્ર જોઈને ખ્યાલ આવે છે કે તેણે આ કેસમાં સંકળાયેલી દરેક વ્યક્તિથી અઢી કદમ આગળ રહેવું પડશે.
આ ફિલ્મ ટી સિરીઝ અને ભૂષણ કુમાર, જોહ્નનું જેએ એન્ટરટેઇન્મેન્ટ, વિપુલ શાહ, અશ્વિન વાર્ડે, વાકૂ ફિલ્મ્સ, ફોર્ચ્યુન પિક્ચર્સ અને સીતા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ટીઝરમાં જોહના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ ૭ માર્ચે થીયેટરમાં રિલીઝ થશે.SS1MS