સંતાનને વિદેશ ભણવા મોકલવા માંગતા હોય તો 100 વાર વિચાર કરજો
વિઝા એજન્ટે અનેક લોકો સાથે છેતરપિંડી કરી
(એજન્સી)સુરત, તમે તમારા દીકરા કે દીકરીને વિદેશ ભણવા મોકલવા માંગતા હોય તો ૧૦૦ વાર વિચાર કરજો. નહિ તો તમારા રૂપિયા અને કિંમતી સમય બંને બરબાદ થઈ શકે છે.
આવું જ કંઈક સુરતના કામરેજમાં બન્યું છે. પિતાએ પોતાના દીકરાને Âસ્કલ ડેવલોપમેન્ટ માટે યુ. કે ભણવા મોકલવા માંગતા હતા. માટે તેમને વેલજા સ્થિત વિઝા એજન્ટના સંપર્ક કર્યો હતો. જ્યાં તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઇ દસ લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. જેને લઈને વિઝા એજન્ટ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફફડાટ મચી ગઈ છે.
કેમકે આ વિઝા એજન્ટે અનેક લોકો સાથે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કર્યાની ચર્ચા ચાલી રહી છે.બનાવની વિગતો જોઈએ તો, ફરિયાદી પારસકુમાર ઠાકરે ૧૨ જૂને ફરિયાદ નોંધાવી છે. કે તેમના દીકરા મિત કુમાર પારશ ઠાકર Âસ્કલ ડેવલોપમેન્ટનું ભણવા યુ. કે જવાનાં હોય ત્યારે વેલંજા સ્થિત એમટીસી કોમ્પ્લેક્સ માં ઓફિસ ધરાવતા પિન્ટુ પ્રવીણ મજેઠીયા એ ફરિયાદીનો સંપર્ક સાધી તમામ ડોક્યુમેન્ટ લીધા હતા.
ફરિયાદીને વિશ્વાસમાં લઇ બાંહેધરી આપી હતી અને ૧૦૫ દિવસમાં વિઝાની પ્રોસેસ પુરી કરી આપવાનું કહી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે, બેંક ટ્રાન્જેક્શસન અને રોકડ મળી ૧૦ લાખ, ૫૩ હજાર ૮૩૦ રૂપિયા ખંખેરી લીધા હતા.
સમયસર વિઝા નહીં આવતા ફરિયાદી એ આરોપીની કામરેજના વેલંજા સ્થિત એમટીસી કોમ્પ્લેક્સનો સંપર્ક કરતા વિઝા એજન્ટ પિન્ટુએ યોગ્ય જવાબ આપ્યા ન હતા. ઉલટાનું પિન્ટુ મજેઠીયાએ ફરિયાદીને જ ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ભોગ બનનાર પારસ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આરોપીએ અનેક લોકો સાથે છેતરીપિંડી કરી હોવાનું કામરેજ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.