Western Times News

Gujarati News

IFL એન્ટરપ્રાઇઝે અંદાજે રૂ. 67 કરોડના મૂલ્યના નિકાસ ઓર્ડર મેળવ્યા

પ્રતિકાત્મક

નિકાસ ઓર્ડર માટે ઓર્ડર શિપમેન્ટ જૂન 2023થી સુનિશ્ચિત થયેલ છે

અમદાવાદ, તમામ પ્રકારના પેપર અને સ્ટેશનરી વસ્તુઓના વ્યવસાયમાં અગ્રણી કંપની એવી આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડને કેન્યાની કંપની ફ્રેરિયાના હોલ્ડિંગ લિમિટેડ તરફથી નિકાસના ઓર્ડર મળ્યા છે.

આ ઓર્ડર કેન્યામાં સ્કૂલ્સ માટે રાઈટિંગ બુક્સ, ટેક્સ્ટ બુક્સ, બોન્ડ પેપર અને કોપિયર પેપર સપ્લાય કરવા માટેનો છે. આ ઓર્ડરનું કુલ એફઓબી મૂલ્ય 8.16 મિલિયન યુએસ ડોલર એટલે કે અંદાજે રૂ. 67 કરોડ જેટલું છે અને ઓર્ડર એક વર્ષની અંદર પૂર્ણ કરવાનો છે.

કંપનીએ વિદેશી ભાગીદાર સાથે જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે. નિકાસ શિપમેન્ટ જૂન 2023 થી શરૂ થવા સુનિશ્ચિત થયેલ છે અને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કરારની સંમત શરતો અનુસાર ઓર્ડર 80% એડવાન્સ પેમેન્ટને આધીન છે અને અને બાકીના 20% ઓર્ડર ડિલિવરી પર ચૂકવાશે.

ફ્રેરિયાના હોલ્ડિંગ લિમિટેડે 21 એપ્રિલ 2023ના રોજ આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડને ઓર્ડરની પુષ્ટિ કરતા તેના પત્રમાં જણાવ્યું છે કે કેન્યા સરકારે કંપનીને રાઈટિંગ બુક્સ, ટેક્સ્ટ બુક્સ, બોન્ડ પેપર અને કોપિયર પેપર સપ્લાય કરવા માટે ઓર્ડર આપ્યો છે જે આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડને આપવામાં આવ્યો છે.

આ અંગે ટિપ્પણી કરતાં આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીએફઓ શ્રી ડોલર શાહે જણાવ્યું હતું કે, “અમને ખુશી છે કે અમારી કંપનીને 8.16 મિલિયન યુએસ ડોલરનો પ્રતિષ્ઠિત ઓર્ડર મળ્યો છે જે નાણાંકીય વર્ષ 2023-24માં પૂરો કરવાનો છે. આ ઓર્ડર સંમત શરતો અનુસાર 80% પ્રારંભિક એડવાન્સ ચુકવણીને આધિન છે.

શિપમેન્ટ જૂન 2023થી શરૂ થવાની ધારણા છે. કંપની તેની વૃદ્ધિ વ્યૂહરચનાનો અમલ કરવા માટે એવી રીતે કામ કરી રહી છે કે જે સતત ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરતી વખતે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય. કંપનીની મજબૂતાઈથી વૃદ્ધિ પામવાની સંભાવના ધરાવે છે અને આગામી વર્ષોમાં તેની ઝડપી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.”

વર્ષ 2009માં સ્થાપિત આઈએફએલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક અગ્રણી પેપર ટ્રેડિંગ કંપની છે. તે વૈવિધ્યસભર ઉત્પાદન રેન્જ ઓફર કરે છે જેમાં તમામ પ્રકારની કાગળ સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ કે રાઈટિંગ પેપર, કોટેડ પેપર, A/4 પેપર, હાઈ બ્રાઈટ, કોપીયર પેપર, ડુપ્લેક્સ બોર્ડ, આર્ટ એન્ડ ક્રાફ્ટ પેપર, નોટબુક્સ વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.