Western Times News

Gujarati News

વડાપ્રધાનની મુલાકાત દરમિયાન IFSCA દ્વારા કરાયેલ મહત્વની જાહેરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક- ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન “IFSCA ટાવર”, IFSCA ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાનશ્રી એ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કર્યું હતું. આ પહેલ IFSCA ની દેખરેખ હેઠળ GIFT-IFSC માં અનુકૂળ નાણાકીય ઇકોસિસ્ટમના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપશે.

ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના

ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલયની (IRO) સ્થાપના કરાઇ હતી. પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે, જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે, જેનાથી સરકારી સંસ્થાઓની ક્ષમતામાં વધારો થશે. તે ભારત અને અન્ય સભ્ય દેશોમાં પ્રોજેક્ટની આગવી ઓળખ ઉભી કરશે.

ઉપરાંત મજબૂત વિકાસની તકો ધરાવતા પ્રોજેક્ટ્સને ઓળખવા માટે ભારતીય ઉપખંડમાં સરકાર, જાહેર અને ખાનગી ક્ષેત્રની એજન્સીઓ સાથે સહયોગથી કામ કરશે.  NDB એ ભારતમાં અંદાજે ૭.૨ બિલિયન USDના કુલ ૨૦ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.  IRO આ પ્રોજેક્ટ્સના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણને સમર્થન આપશે જેથી ઇચ્છિત પરિણામો સરળતાથી મેળવી શકાય. તે ક્ષમતા નિર્માણમાં સરકારી સંસ્થાઓને મદદ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમને તકનિકી સહાય પણ પૂરી પાડશે.

ત્રણ વિદેશી બેંકોના આંતરરાષ્ટ્રીય બેંકિંગ એકમોનું ઉદઘાટન

GIFT-IFSC માં ત્રણ વિદેશી બેંકોના આંતરરાષ્ટ્રીય બેંકિંગ એકમો ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  આ અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકોની હાજરી માત્ર GIFT-IFSC ની આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે વધતી જતી પ્રતિષ્ઠાનું પ્રતિક નથી પરંતુ વૈશ્વિક નાણાકીય ઉત્પાદનો, સેવાઓ અને કુશળતાને પણ પ્રદર્શિત કરે છે.

બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતાના વિસ્તરણની જાહેરાત

GIFT-IFSC ખાતે GICની સ્થાપના કરનાર પ્રથમ વૈશ્વિક બેંક, બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતાના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી. IFSCA ના GIC ફ્રેમવર્ક અને GIFT-IFSC ઇકોસિસ્ટમના વિકાસથી પ્રોત્સાહિત થઈને, બેંક ઓફ અમેરિકાએ GIFT-IFSCમાં તેના હાલના લગભગ ૧,૦૦૦ કર્મચારીઓ ઉપરાંત ૧,૫૦૦ નવા કર્મચારીઓની ભરતી કરીને GIFT-IFSCમાં તેની કામગીરીને વધુ વિસ્તૃત કરવાનું નક્કી કર્યું છે.

ચાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસિસ (ITFS) પ્લેટફોર્મનું સંચાલન

ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસિસ (ITFS) પ્લેટફોર્મનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું.  IFSCA ના ITFS ફ્રેમવર્ક હેઠળ અધિકૃત આ પ્લેટફોર્મની સ્થાપના RXIL Global IFSC Ltd., Vayana (IFSC) પ્રાઇવેટ લિમિટેડ, Mynd IFSC પ્રાઇવેટ લિમિટેડ અને Kredx Ventures IFSC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. ખરીદદારો, વિક્રેતાઓ, ફાઇનાન્સર્સ અને ક્રેડિટ એન્હાન્સમેન્ટ સંસ્થાઓની ભાગીદારી સાથે ક્રોસ બોર્ડર ટ્રેડ ફાઇનાન્સની સુવિધા માટે વૈશ્વિક સ્તરે આવા નિયમનકાર દ્વારા શરૂ કરાયેલ ITFS પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં ખરીદદારો/વિક્રેતાઓ, ખાસ કરીને ભારતમાં MSME નિકાસકારો/આયાતકારો માટે સરળ ડિજિટલ ઓનબોર્ડિંગ, બહુવિધ ધિરાણ વિકલ્પો અને કાર્યક્ષમતાને સક્ષમ કરશે.

FinTech એન્ટિટીઝ ફ્રેમવર્ક હેઠળ પાંચ FinTech કંપનીઓને અધિકૃતતા પ્રમાણપત્રો

IFSCA ના FinTech એન્ટિટીઝ ફ્રેમવર્ક હેઠળ પાંચ FinTech કંપનીઓને અધિકૃતતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. એટલે કે, CropData IFSC Pvt Ltd, જે ભારતીય ખેડૂતોને નિકાસ બજારો સાથે સીધા જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એજવર્વ સિસ્ટમ્સ લિમિટેડ (ઇન્ફોસીસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની)જે બ્લોકચેન-સંચાલિત સોલ્યુશન લાવીને વેપાર પ્રક્રિયા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરશે. સિગ્ઝી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, જે એકીકૃત કેવાયસી સોલ્યુશન પ્રદાન કરશે અને GIFT-IFSC પર નાણાકીય સંસ્થાઓને ગ્રાહક ઓન-બોર્ડિંગ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર;  UMBO IDTech પ્રાઇવેટ લિમિટેડ (Riskcovry), જે વૈશ્વિક બજારો માટે વીમા વિતરણ ઉકેલ પ્રદાન કરશે અને Qkrishi Quantum Pvt Ltd., જે GIFT-IFSC પર નાણાકીય સંસ્થાઓને સાયબર જોખમોથી બચાવવા માટે ડીપ-ટેક ક્વોન્ટમ-આધારિત અલ્ગોરિધમ્સ વિકસાવશે. ઇનોવેશન-ઓરિએન્ટેડ એન્ટિટીઝને પ્રોત્સાહન આપીને IFSCA GIFT-IFSCમાં સમૃદ્ધ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવશે છે.

૧૦૦ થી વધુ બ્રોકર ડીલર્સ દ્વારા ઈરાદા પત્ર (intent letter) સબમિટ કરાયા

એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI) અને કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CPAI) દ્વારા ૧૦૦ થી વધુ બ્રોકર ડીલર્સ વતી સંયુક્ત રીતે GIFT માં તેમની કામગીરી સેટ કરવા માટે ઈરાદા પત્ર(intent letter)સબમિટ કરવામાં આવ્યો છે.

ઈન્ડિયા INX એ તેના એક્સચેન્જ પર ૭૫ મી બોન્ડ લિસ્ટિંગનો માઈલસ્ટોન

ઈન્ડિયા INX એ તેના એક્સચેન્જ પર ૭૫ મી બોન્ડ લિસ્ટિંગનો માઈલસ્ટોન હાંસલ કરીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી છે. ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX)ના ઈન્ડિયા INX લોન્ચ પર ૫૦ બિલિયન USD લિસ્ટેડ છે.

ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX) શરૂ

ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં કોર્પોરેટ્સ, સરકારો અને સંસ્થાઓ માટે તેમના પર્યાવરણીય અને સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા તથા મૂડી પ્રવાહને એકત્ર કરવા માટે ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX) શરૂ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ પર તેમના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરવા માટે કંપનીઓએ NSE IFSC દ્વારા વિકસિત મજબૂત ESG બેન્ચમાર્ક ધોરણોને પૂર્ણ કરવા જરૂરી છે, જે પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ ઉત્પાદનોની પારદર્શિતાને સુનિશ્ચિત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.