Western Times News

Gujarati News

ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા)ના IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી લીલીઝંડી

  • પબ્લિક ઇશ્યૂ શુક્રવાર13 ડિસેમ્બર2024ના રોજ ખુલ્યો અને મંગળવાર17 ડિસેમ્બર2024ના રોજ બંધ થશે

ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડના આઈપીઓને આનંદ રાઠી, બજાજ બ્રોકિંગ, કેનેરા બેંક સિક્યોરિટીઝ, ચોઇસ સિક્યોરિટીઝ, એયુએમ કેપિટલ, બીપી વેલ્થ વગેરે જેવા અગ્રણી બ્રોકરેજ હાઉસીસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી છે.

આનંદ રાઠી આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છ કે અપર પ્રાઇઝ બેન્ડ પર કંપની 43.75 ગણા પીઈ પર  વેલ્યુ કરી રહી છે જેનું માર્કેટ કેપ ઇક્વિટી શેર્સના ઇશ્યૂ પછી રૂ. 1,80,208 મિલિયનનું છે અને નેટ વર્થ પર વળતર 76.58 ટકા છે. અમે માનીએ છીએ કે આઈપીઓ યોગ્ય કિંમતે છે અને આઈપીઓ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાના રેટિંગની ભલામણ કરીએ છીએ.

 

ચોઇસ સિક્યોરિટીઝ આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે આઈજીઆઈ ઈન્ડિયા એ નેચલ ડાયમંડ્સ, લેબોરેટરીમાં બનાવાતા ડાયમંડ્સ, સ્ટડેડ જ્વેલરી અને કલર્ડ સ્ટોન્સને સર્ટિફાઇ કરવા અને ગ્રેડિંગ કરવામાં વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત અગ્રણી છે અને એજ્યુકેશન પ્રોગ્રામ્સ પણ ઓફર કરે છે. કંપનીએ રિપોર્ટેડ સમયગાળામાં આવક અને નફા બંનેમાં સતત સારા આંકડા દર્સાવ્યા છે અને ડિવિડન્ડ પણ ચૂકવે છે. આઈજીઆઈના જેવું બિઝનેસ મોડલ ધરાવતા સરખામણી કરી શકાય તેવા કોઈ સમકક્ષો નથી. ઉદ્યોગનો પોઝિટિવ ગ્રોથ ટ્રેન્ડ આઈજીઆઈના ભવિષ્યની સંભાવનાઓને ટેકો આપી શકે છે. એટલે અમે આ ઇશ્યૂ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાના રેટિંગની ભલામણ કરીએ છીએ.

બજાજ બ્રોકિંગ આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સની બાબતે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડે (આઈજીઆઈઆઈએલ) પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે. કન્સોલિડેટેડ આધાર પર કંપનીએ કેલેન્ડર વર્ષ 2021માં રૂ. 374.29 કરોડની કુલ આવક અને રૂ. 171.53 કરોડનો ચોખ્ખો નફો, કેલેન્ડર વર્ષ 2022માં રૂ. 499.33 કરોડની કુલ આવક અને રૂ. 241.76 કરોડનો ચોખ્ખો નફો અને કેલેન્ડર વર્ષ 2023માં રૂ. 648.66 કરોડની કુલ આવક અને રૂ. 324.74 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કેલેન્ડર વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં આઈજીઆઈઆઈએલે રૂ. 619.49 કરોડની કુલ આવક પર રૂ. 326.06 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એટલે અમે આ ઇશ્યૂ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.

કેનેરા બેંક સિક્યોરિટીઝના આઈપીઓ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની લેબ-ગ્રોન ડાયમંડ સર્ટિફિકેશન, નેચરલ ડાયમંડ સર્ટિફિકેશન, જ્વેલરી કલર્ડ સ્ટોન સર્ટિફિકેશન અને એજ્યુકેશન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનું વ્યાપક ઔદ્યોગિક જ્ઞાન અને અનુભવ તેમની સર્વિસ ઓફરિંગને સતત વિસ્તૃત કરવા માટે પહેલ કરવાની તેમની ક્ષમતાને બળ આપે છે. સાતત્યપૂર્ણ આવક વૃદ્ધિ સાથે, કંપની ઊંચા માર્જિન અને માર્જિન વિસ્તરણનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે, જે ઓછા મૂડી ખર્ચના બિઝનેસ મોડલ સાથે ઊંચા ફ્રી કેશ ફ્લો તરફ દોરી જાય છે. સંભવિત લાંબા ગાળાના લાભ માટે અમે આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.

નિર્મલ બાંગના આઈપીઓ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઈજીઆઈ 65 ટકા વૈશ્વિક બજાર હિસ્સા સાથે લેબ-ગ્રોન ડાયમંડ સર્ટિફિકેશનમાં પ્રબળ સ્થાન ધરાવે છે, જે તેને ટકાઉ વિકલ્પો માટે વધતી જતી ગ્રાહક પસંદગીના લાભ માટે સ્થાન આપે છે. લેબોરેટરીમાં બનાવવામાં આવેલા હીરાની પોષણક્ષમતા તેમની વૃદ્ધિની સંભાવનાઓને વધારે છે, જ્યારે નેચરલ ડાયમંડ સર્ટિફિકેશન્સ સ્થિર વૃદ્ધિની અપેક્ષા રાખે છે. ભારતમાં આઈજીઆઈ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય જ્વેલરી રિટેલર્સ સાથે કો-બ્રાન્ડેડ રિપોર્ટ્સ માટે સહયોગ કરે છે જે તેમની એકંદર બજારમાં હાજરીને વધારે છે.

વેન્ચર સિક્યોરિટીઝના આઈપીઓ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (આઈજીઆઈ) હીરા અને જેમસ્ટોન ગ્રેડિંગ, સર્ટિફિકેશન અને શિક્ષણમાં તેની કુશળતા માટે માન્યતા પ્રાપ્ત જેમોલોજીકલ સર્વિસીઝના ક્ષેત્રમાં એક વિશ્વભરમાં નામના ધરાવતી અગ્રણી છે. ચોક્સાઇ, અખંડિતતા અને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની પ્રતિબદ્ધતા સાથે સ્થાપિત આઈજીઆઈએ જેમોલોજીકલ ઇન્ડસ્ટ્રી માં વિશ્વસનીય નામ તરીકે મજબૂત પ્રતિષ્ઠા ઊભી કરી છે.

હાલ ચાલી રહેલો ઇશ્યૂ મંગળવાર, 17 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થાય છે. ઇક્વિટી શેરની કુલ ઓફર સાઈઝ (દરેક રૂ. 2ની ફેસ વેલ્યુના) રૂ. 42,250 મિલિયન (રૂ. 4,225 કરોડ) સુધીની છે જેમાં કુલ રૂ. 14,750 મિલિયન (રૂ. 1,475 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપનીએ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 417ના (પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 415ના શેર પ્રીમિયમ સહિત) અપર પ્રાઇઝ બેન્ડ પર 68 એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી રૂ. 1,900 કરોડ પણ એકત્રિત કર્યા છે.

અગ્રણી રોકાણકારોમાં સિંગાપોર સરકાર, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, નોમુરા એએમસી, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.