IHCLએ ગુજરાતના અમદાવાદમાં તાજ સ્કાયલાઇન ખોલવાની જાહેરાત કરી
તાજ સ્કાયલાઇન 315-રૂમ ધરાવતી અત્યાધુનિક લક્ઝરી હોટેલ સિગ્નેચર જીવા સ્પાની સુવિધા પણ પૂરી પાડે છે અને તાપમાન-નિયંત્રિત ઇન્ડોર સ્વિમિંગ પૂલ પણ ધરાવે છે.
મુંબઈ, ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)ની આઇકોનિક બ્રાન્ડ તાજએ ગુજરાતના અમદાવાદમાં એની નવી હોટેલ ખોલવાની જાહેરાત કરી હતી. 18 માળની બહુમાળી તાજ સ્કાયલાઇન અમદાવાદના ઐતિહાસિક અને આધુનિક સ્થાપત્યના સીમાચિહ્નમાં વધારો કરશે.
IHCLનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત ચટવાલે કહ્યું હતું કે, “તાજ સ્કાયલાઇન સાથે IHCLની માર્કી બ્રાન્ડ તાજએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદ ભારતનું અતિ મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે.
આ દેશભરમાં તમામ મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્રોમાં કામગીરીના અમારાં ઉદ્દેશને વધારે મજબૂત કરશે. અમે અમદાવાદ શહેરને અમારી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવાનાં અમારા સિદ્ધાંતોને આગળ વધારવા આતુર છીએ, જે એક સદીથી વધારે સમયથી અમારી સેવાઓને પરિભાષિત કરે છે.”
એરપોર્ટ, મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્રો અને રાજ્યની રાજધાની ગાંધીનગરથી સુવિધાજનક ડ્રાઇવિંગ અંતરે વ્યૂહાત્મક રીતે સ્થિત તાજ સ્કાયલાઇન 315-રૂમ ધરાવતી અત્યાધુનિક લક્ઝરી હોટેલ છે, જે શહેરનો સુંદર, પેનોરેમિક વ્યૂ પૂરો પાડે છે. હોટેલની ડિઝાઇન શહેરનાં હાર્દની ઝાંખી કરાવે છે, જેની પ્રેરણા સ્થાનિક ડિઝાઇનમાંથી મળી છે અને એના ઇન્ટેરિઅર્સમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
પાકકળા અને કિચન સાથે સંબંધિત બાબતોમાં માપદંડો વધારવાની પોતાની ફિલોસોફીને અનુરૂપ તાજ સ્કાયલાઇનએ અમદાવાદને લોકપ્રિય ઓલ-ડે ડિનર શમિયાના પ્રસ્તુત કર્યું છે – જે મુંબઈ અને દુબઈની બહાર ત્રીજી હોટેલમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. મહેમાનો નોન્યામાં એશિયાની વાનગીઓની મજા માણી શકે છે અથવા એમ્પેરર્સ લોંજમાં સ્વાદિષ્ટ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વ્યંજનોની મજા માણી શકે છે.
તાજ સ્કાયલાઇન એની આકર્ષક ડિઝાઇન ધરાવતી બેન્ક્વેટ અને કોન્ફરન્સ સ્પેસ સાથે સ્વતંત્ર અને બ્રેકઅવે રૂમની સુવિધા પણ ધરાવે છે, જે વિવિધ પ્રકારની ઇવેન્ટ અને લગ્ન યોજવા માટે પરફેક્ટ છે. હોટેલ સિગ્નેચર જીવા સ્પાની સુવિધા પણ પૂરી પાડે છે અને તાપમાન-નિયંત્રિત ઇન્ડોર સ્વિમિંગ પૂલ પણ ધરાવે છે.
તાજ સ્કાયલાઇનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે, “તાજ સ્કાયલાઇન બિઝનેસ અને લેઇઝર વચ્ચે સંતુલન ઇચ્છતાં પ્રવાસીઓ માટે આદર્શ વેન્યુ છે. અમે અમદાવાદમાં આ નવી લક્ઝરી હોટેલમાં મહેમાનોને આવકારવા આતુર છીએ. શહેરની સફરથી લઈને અમારા રેસ્ટોરામાં અધિકૃત વાનગીઓ સાથે મહેમાનો કેન્ડલલાઇટ અનુભવો મેળવી શકે છે, જે અમદાવાદની જીવંતતાને પ્રતિબિંબિત કરે છે.”
સાબરમતી નદીના કિનારા પર સ્થિત અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. શહેરનો ઐતિહાસિક ભાગ ભારતની પ્રથમ યુનેસ્કો અર્બન વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ હોટેલના ઉમેરા સાથે IHCL ગુજરાતમાં 13 હોટેલ ધરાવશે, જેમાંથી એક નિર્માણાધિન છે.