IHCLએ તેની ફ્લેગશિપ જિન્જર મુંબઈ એરપોર્ટ પર લોન્ચ કરી
મુંબઈ, ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) એ જિંજર મુંબઈ, એરપોર્ટ શરૂ કર્યાની જાહેરાત કરી હતી. ડોમેસ્ટિક એરપોર્ટની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત 371 કી ફ્લેગશિપ જિંજર હોટેલ તેના મહેમાનોને વાઇબ્રન્ટ, સમકાલીન અને સીમલેસ હોસ્પિટાલિટી અનુભવ પ્રદાન કરવાની બ્રાન્ડની લીન લક્ઝ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી રજૂ કરશે.
આ પ્રસંગે આઈએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનિત છટવાલે જણાવ્યું હતું કે, “જિંજર મુંબઈ એરપોર્ટનું ઉદઘાટન એ બ્રાન્ડની પરિવર્તન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે હવે અપગ્રેડેડ નવી લીન લક્સ ઓળખમાં તેની બે તૃતીયાંશથી વધુ ઓપરેટિંગ હોટલ ધરાવે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ભારતની આર્થિક વૃદ્ધિ અને ઝડપથી વિસ્તરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિડ-સ્કેલ સેગમેન્ટ માટે નોંધપાત્ર તક રજૂ કરે છે. ભારતમાં સેગમેન્ટની પહેલ કર્યા પછી આઈએચસીએલ બેંગલુરુ અને ગોવા એરપોર્ટ પર સમાન લાર્જ ફોર્મેટ હોટેલ્સ શરૂ કરવા માટે તૈયાર છે, જે મિડ-સ્કેલ હોટેલ કેટેગરીમાં વધુ ક્રાંતિ લાવે છે.”
371 કી હોટેલ, સગવડ અને આરામને પ્રાધાન્ય આપવા માટે રચાયેલ વિચારપૂર્વક ક્યુરેટેડ રૂમ ઓફર કરે છે, જે બિઝનેસ અને લેઝર પ્રવાસીઓ બંનેની જરૂરિયાતોને પૂરી કરે છે. મહેમાનો સિગ્નેચર ઓલ ડે ડિનર Qmin ખાતે સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકે છે અથવા લાઈવલી સ્પોર્ટ્સ બારમાં વાઇબનો આનંદ માણી શકે છે અને અત્યાધુનિક ફિટનેસ સેન્ટરમાં વર્કઆઉટ કરી શકે છે. બે મીટિંગ રૂમ અને એક લાઉન્જ સાથે 3,000 ચોરસ ફૂટથી વધુનો બેન્ક્વેટ હોલ, તેને બિઝનેસ ગેધરિંગ્સ અને સામાજિક કાર્યક્રમો માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.
જિંજર મુંબઈ, એરપોર્ટનું મુખ્ય સ્થાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મહત્વના એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર્સ તેમજ જુહુ અને બાંદ્રા ખાતેના મુખ્ય પ્રવાસી આકર્ષણો સહિત મુંબઈના બિઝનેસ હબ સુધી સરળ એક્સેસ પ્રદાન કરે છે. આ હોટેલના ઉમેરા સાથે, આઈએચસીએલ પાસે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 13 હોટલ હશે, જેમાં 2 કામગીરી હેઠળ છે.