Western Times News

Gujarati News

IIFL ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ વર્ષે 10.3 ટકા વ્યાજ ઓફર કરશે

ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સના બોન્ડ્સનો પબ્લિક ઇશ્યૂ 03 માર્ચ, 2021ના રોજ ખુલશે. આ બોન્ડ્સ 10.03 ટકાની યિલ્ડ અને ઊંચી સલામતી પૂરી પાડે છે, જેને હાલની સ્થિતિમાં એને શ્રેષ્ઠ ડેટ રોકાણના ઉત્પાદનો પૈકીનું એક ઉત્પાદન બનાવે છે, જે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ, લિક્વિડ ફંડ્સ વગેરેના વ્યાજના દરથી લગભગ બમણા દર ધરાવે છે.

આઇઆઇએફએલ બોન્ડ્સ 87 મહિનાની મુદ્દત માટેવર્ષે સૌથી ઊંચું 10.03 ટકાનું વળતરઓફર કરશે. એનસીડી માસિક, વાર્ષિક અને મેચ્યોરિટીના વિવિધ વિકલ્પો પર ઉપલબ્ધ છે.

હાલની સ્થિતિમાં અન્ય ડેટ ઉત્પાદનોની સરખામણીમાં આઇઆઇએફએલ ફાઇનાન્સ બોન્ડના વ્યાજદર અતિ આકર્ષક છે. જ્યારે લિક્વિડ ફંડ સરેરાશ 2.8 ટકાથી 3 ટકા, અલ્ટ્રા-શોર્ટ-ટર્મ ફંડો સરેરાશ 3થી 3.5 ટકા, શોર્ટ-ટર્મ ફંડો સરેરાશ 4થી 4.25 ટકા વ્યાજદર ઓફર કરે છે, ત્યારે બેંકો હાલ 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ માટે આશરે 5.1 ટકા વ્યાજદર ઓફર કરે છે.

આ 10.03 ટકાના દર 87 મહિના માટે અકબંધ પણ છે. આગામી થોડા વર્ષ માટે કોવિડ પછીની દુનિયામાં લિક્વિડિટી વધશે એટલે આ મોટો ફાયદો છે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે, વ્યાજના દરોમાં ઘટાડો થઈ શકે છે અને ઊંચા વ્યાજદરે લોક-ઇન મોટો ફાયદો છે. અત્યારે 10-વર્ષની ગવર્મેન્ટ સીક્યોરિટીઝ માટે વ્યાજના દર 6 ટકા છે.

ફેરફેક્સ અને સીડીસી ગ્રૂપનું પીઠબળ ધરાવતી આઇઆઇએફએલ ફાઇનાન્સનો બોન્ડ ઇશ્યૂ કરવાનો ઉદ્દેશ લઘુતમ રૂ. 100 કરોડનું ભંડોળ ઊભું કરવાનો છે, જે રૂ. 900 કરોડ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શન જાળવવાનો ગ્રીન-શૂ ઓપ્શન ધરાવે છે (કુલ રૂ. 1,000 કરોડનો ઇશ્યૂ).

ક્રેડિટ રેટિંગ ક્રિસિલેAAઅને બ્રિકવર્કેAA+આપ્યું છે. કટોકટી દરમિયાન આઇઆઇએફએલ ફાઇનાન્સનાં ક્રેડિટ રેટિંગની સંસ્થાઓએ પુષ્ટિ કરી છે, જે નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની ઊંચી સલામતી અને ધિરાણમાં અતિ ઓછું જોખમ હોવાનો સંકેત આપે છે.

આઇઆઇએફએલના એસોસિયેટ ડાયરેક્ટર શ્રી રાજીવ જોશીએ કહ્યું હતું કે,“આ ફંડ આઇઆઇએફએલ ફાઇનાન્સને વંચિત વર્ગના લોકોની ધિરાણની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે, જેઓ મુખ્યત્વે અમારા ગ્રાહકો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે અમે 25 વર્ષથી વધારે ગાળાના ટ્રેક રેકોર્ડ સાથે ભારતમાં 2500 લોકેશનમાં કામગીરી કરીએ છીએ તથા તમામ બોન્ડ ઇશ્યૂ અને ડેટ જવાબદારીઓની હંમેશા સમયસર ચુકવણી થઈ છે.”

આઇઆઇએફએલ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી રિટેલ-કેન્દ્રિત નાણાકીય સેવાઓ પ્રદાન કરતી કંપની છે. આઇઆઇએફએલ ફાઇનાન્સની લોન એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 42,264 કરોડ છે. વધારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, બુકનો 90 ટકા હિસ્સો રિટેલ છે – જે ઓછી રકમની લોન ધરાવે છે.

આઇઆઇએફએલ ફાઇનાન્સની કુલ એનપીએ 1.61 ટકા અને ચોખ્ખી એનપીએ 0.77 ટકા છે. ડિસેમ્બર, 2020ના અંતે કુલ મૂડીપૂર્તતા રેશિયો (સીએઆર) 21.4 ટકા હતો, જેમાં ટિઅર 1 મૂડી 18.0 ટકા હતી, જે નિયમનકારી જરૂરિયાત અનુક્રમે 15 ટકા અને 10 ટકાથી વધારે હતો. નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આઇઆઇએફએલ ફાઇનાન્સે કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 268 કરોડ કર્યો હતોતેમજ ઇક્વિટી પર 18.4 ટકાનું ઊંચું વળતર આપ્યું હતું. સંસ્થા વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.