IIFL બોન્ડ્સ મારફતે રૂ. 1,000 કરોડ ઉભા કરશે, 10.3 ટકા વ્યાજ ઓફર કરશે
ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સ વ્યવસાયિક વૃદ્ધિ અને મૂડી સંવર્ધનના ઉદ્દેશ માટે રૂ. 1,000 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરવા 03 માર્ચ, 2021ના રોજ બોન્ડ્સનો પબ્લિક ઇશ્યૂ લાવશે. આ બોન્ડ્સ 10.03 ટકા આવક અને ઊંચી સલામતી ઓફર કરશે.
ફેરફેક્સ અને સીડીસી ગ્રૂપનું પીઠબળ ધરાવતી આઇઆઇએફએલ ફાઇનાન્સ કુલ રૂ. 100 કરોડના અનસીક્યોર્ડ રીડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) ઇશ્યૂ કરશે, જેમાં રૂ. 900 કરોડ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શન જાળવવાનો ગ્રીન-શૂ ઓપ્શન સામેલ હશે (કુલ રૂ. 1,000 કરોડનો ઇશ્યૂ).
આઇઆઇએફએલ બોન્ડ્સ 87 મહિનાની મુદ્દત માટે વર્ષે સૌથી ઊંચું 10.03 ટકાનું વળતર ઓફર કરશે. એનસીડી માસિક, વાર્ષિક અને મેચ્યોરિટીના વિવિધ વિકલ્પો પર ઉપલબ્ધ છે.
હાલની સ્થિતિમાં અન્ય ડેટ ઉત્પાદનોની સરખામણીમાં આઇઆઇએફએલ ફાઇનાન્સ બોન્ડના વ્યાજદર અતિ આકર્ષક છે. જ્યારે લિક્વિડ ફંડ સરેરાશ 2.8 ટકાથી 3 ટકા, અલ્ટ્રા-શોર્ટ-ટર્મ ફંડો સરેરાશ 3થી 3.5 ટકા, શોર્ટ-ટર્મ ફંડો સરેરાશ 4થી 4.25 ટકા વ્યાજદર ઓફર કરે છે, ત્યારે બેંકો હાલ 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ માટે આશરે 5.1 ટકા વ્યાજદર ઓફર કરે છે.
આ 10.03 ટકાના દર 87 મહિના માટે અકબંધ પણ છે. આગામી થોડા વર્ષ માટે કોવિડ પછીની દુનિયામાં લિક્વિડિટી વધશે એટલે આ મોટો ફાયદો છે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે, વ્યાજના દરોમાં ઘટાડો થઈ શકે છે અને ઊંચા વ્યાજદરે લોક-ઇન મોટો ફાયદો છે. અત્યારે 10-વર્ષની ગવર્મેન્ટ સીક્યોરિટીઝ માટે વ્યાજના દર 6 ટકા છે.
ક્રેડિટ રેટિંગ ક્રિસિલે AA અને બ્રિકવર્કે AA+ આપ્યું છે. કટોકટી દરમિયાન આઇઆઇએફએલ ફાઇનાન્સનાં ક્રેડિટ રેટિંગની સંસ્થાઓએ પુષ્ટિ કરી છે, જે નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની ઊંચી સલામતી અને ધિરાણમાં અતિ ઓછું જોખમ હોવાનો સંકેત આપે છે.
આઇઆઇએફએલ ફાઇનાન્સના સીએફઓ રાજેશ રજકે કહ્યું હતું કે, “ભારતમાં 2500 શાખાઓની હાજરી અને સારી રીતે ડાઇવર્સિફાઇડ રિટેલ પોર્ટફોલિયો સાથે આઇઆઇએફએલ ફાઇનાન્સ ધિરાણની સુવિધાથી વંચિત લોકોની ધિરાણની જરૂરિયાત પૂર્ણ કરશે. આ ફંડનો ઉપયોગ આ પ્રકારના વધારે ગ્રાહકોની ધિરાણની જરૂરિયાતો પૂર્ણ કરવા અને સરળ અનુભવ મેળવવા સક્ષમ બનવા અમારી ડિજિટલ પરિવર્તનની પ્રક્રિયાને વેગ આપવા માટે થશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આઇઆઇએફએલ 25 વર્ષથી વધારે ગાળાથી ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે તથા ઇશ્યૂ થયેલા તમામ બોન્ડ અને ડેટ જવાબદારીઓ હંમેશા સમયસર અદા કરવામાં આવી છે.”
આઇઆઇએફએલ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી રિટેલ-કેન્દ્રિત ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપનીઓ પૈકીની એક છે. આઇઆઇએફએલ ફાઇનાન્સની લોન એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 42,264 કરોડ છે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, 90 ટકા બુક રિટેલ છે – જે ઓછી રકમની લોન પર કેન્દ્રિત છે.
આઇઆઇએફએલ ફાઇનાન્સની કુલ એનપીએ 1.61 ટકા અને ચોખ્ખી એનપીએ 0.77 ટકા છે. ડિસેમ્બર, 2020ના અંતે કુલ મૂડીપૂર્તતા રેશિયો (સીએઆર) 21.4 ટકા હતો, જેમાં ટિઅર 1 મૂડી 18.0 ટકા હતી, જે નિયમનકારી જરૂરિયાત અનુક્રમે 15 ટકા અને 10 ટકાથી વધારે હતી. નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આઇઆઇએફએલ ફાઇનાન્સે કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 268 કરોડ કર્યો હતો, જે વાર્ષિક ધોરણે 26 ટકા વધારે હતો તેમજ ઇક્વિટી પર 18.4 ટકાનું ઊંચું વળતર આપ્યું હતું. સંસ્થા વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધ ધરાવે છે.
ઇશ્યૂના લીડ મેનેજર્સ એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે. રોકાણકારોને લિક્વિડિટી પ્રદાન કરવા એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) પર થશે.
આઇઆઇએફએલ બોન્ડ્સ રૂ. 1,000ની ફેસ વેલ્યુ પર ઇશ્યૂ થશે અને તમામ કેટેગરીઓમાં લઘુતમ એપ્લિકેશન સાઇઝ રૂ. 10,000 છે. પબ્લિક ઇશ્યૂ 03 માર્ચ, 2021ના રોજ ખુલશે અને 23 માર્ચ, 2021ના રોજ બંધ થશે, જેમાં વહેલાસર ઇશ્યૂ બંધ કરવાનો વિકલ્પ સામેલ છે. ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે થશે.