Western Times News

Gujarati News

IIFL સીક્યોરિટીઝે સેફગોલ્ડ સાથે એના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની સુવિધા આપી

ભારતની સૌથી મોટી બ્રોકિંગ અને એડવાઇઝરી કંપની પૈકીની એક આઇઆઇએફએલ સીક્યોરિટીઝે આજે સેફગોલ્ડ સાથે પાર્ટનરશિપમાં એની મોબાઇલ એપ અને ડેસ્કટોપ પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ શરૂ કર્યું હતું. હવે આઇઆઇએફએલ સીક્યોરિટીઝના ગ્રાહકો ઇક્વિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ અને ડેટ ઉત્પાદનોની જેમ એક બટન ક્લિક કરીને ગોલ્ડની ખરીદી કરી શકે છે.

આઇઆઇએફએલ સીક્યોરિટીઝે 9999 ફાઇનનેસ (99.99 ટકા શુદ્ધતા) ધરાવતું 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવા સેફગોલ્ડ સાથે જોડાણ કર્યું છે. સેફગોલ્ડ એના પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ ગોલ્ડ ઓફર કરવા વિશ્વસનિય સ્ત્રોતો પાસેથી “ગૂડ ડિલિવરી” બાર્સ મેળવે છે. ગોલ્ડનું નિયમિત સમયાંતરે સ્વતંત્ર રીતે પરીક્ષણ થાય છે.

કોઈ પણ વ્યક્તિ વીકેન્ડ અને જાહેર રજાના દિવસો સહિત દિવસ દરમિયાન કોઈ પણ સમયે રૂ. 1 જેટલી નીચે કિંમતે ગોલ્ડની ખરીદી કે એનું વેચાણ કરી શકે છે. ગ્રાહકને ખરીદી કે વેચાણ કરવા માટે ગોલ્ડના પ્રમાણ કે રકમ પર કોઈ ટોચમર્યાદા નથી. ગ્રાહકો તેમની પસંદગીના સમયગાળા માટે ગોલ્ડ એસઆઇપી સ્થાપિત કરી શકે છે અને સમગ્ર દેશમાં અગ્રણી બ્રાન્ડ્સ સાથે જ્વેલરી માટે સરળતાપૂર્વક એક્સચેન્જ કરી શકે છે.

આ પ્રોડક્ટ લોંચ પર આઇઆઇએફએલ સીક્યોરિટીઝના ચીફ ડિજિટલ ઓફિસર નંદકિશોર પુરોહિતે કહ્યું હતું કે “સેફગોલ્ડ સાથે પાર્ટનરશિપ અમારા ગ્રાહકોને સતત નવીન ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ આપવા ફિનટેક સાથે જોડાણના અમારા પ્રયાસને સુસંગત છે.

આ પ્લેટફોર્મ દ્વારા અમારા ગ્રાહકો ગોલ્ડની ખરીદી, એનું વેચાણ કરી શકે છે અને એની ડિલિવરી લઈ શકે છે. વળી ટૂંક સમયમાં તેઓ પાર્ટનર બ્રાન્ડ્સમાં જ્વેલરી ખરીદી કરવા તેમના ગોલ્ડ બેલેન્સને સરળતાપૂર્વક એક્સચેન્જ કરી શકશે, વ્હોટ્સએપ મેસેજ પર ગોલ્ડ ગિફ્ટ કરી શકશે તેમજ આ પ્લેટફોર્મ દ્વારા સંચિત ગોલ્ડ પર તાત્કાલિક લોન મેળવી શકશે.”

ડિજિટલ ગોલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની બ્રાન્ડ સેફગોલ્ડ ઉપભોક્તાઓ, ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ્સ, જ્વેલર્સ, બેંકો અને વોલ્ટ્સને જોડીને ગોલ્ડને વધારે ઉપયોગી બનાવવા ડિજિટલ માળખું પ્રદાન કરે છે. પ્લેટફોર્મમાં સેબી રજિસ્ટર્ડ ટ્રસ્ટીની સલામતી સાથે ઇન્ટરનેટની સુવિધા અને ઝડપનો સમન્વય થયો છે તેમજ પરંપરાગત ગોલ્ડની ખરીદીની સરખામણીમાં વધારે સુરક્ષા પ્રદાન કરે છે. ઉપભોક્તાઓ માટે ફિઝિકલ ગોલ્ડનો સંગ્રહ સંપૂર્ણપણે વીમાકવચ ધરાવતા વોલ્ટમાં થાય છે.

આ પ્રસંગે સેફગોલ્ડના એમડી ગૌરવ માથુરે કહ્યું હતું કે, “ગયા વર્ષે જટિલ વાતાવરણમાં પસંદગીની એસેટ ક્લાસ તરીકે રોકાણકારોનો રસ ગોલ્ડમાં વધ્યો છે. અમને આઇઆઇએફએલ ગ્રૂપ સાથે જોડાણ કરવાની ખુશી છે, કારણ કે તેમનો વિસ્તૃત વ્યવસાય તેમને વેલ્થ મેનેજમેન્ટ ક્લાયન્ટ્સ માટે લોન્સ અને ધિરાણની સ્ટેન્ડિંગ લાઇનથી લઈને બીસ્પોક ઇન્વેસ્ટમેન્ટ અને ગોલ્ડ ડિપોઝિટ્સ સુધીના ગોલ્ડ સાથે સંબંધિત નવીન ઉત્પાદનોની રેન્જ ઓફર કરવાની સુવિધા આપશે.”

આઇઆઇએફએલ સીક્યોરિટીઝ ડિજિટલ ગોલ્ડને સેફગોલ્ડનું પીઠબળ પ્રાપ્ત છે, જેણે તમામ ડિજિટલ ગોલ્ડ ગ્રાહકો માટે સીક્યોરિટી ટ્રસ્ટી તરીકે આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે.

આઇઆઇએફએલ સીક્યોરિટીઝ 2.3 મિલિયનથી વધારે રિટેલ ગ્રાહકો, 500થી વધારે સંસ્થાગત ગ્રાહકો ધરાવે છે તેમજ વર્ષ 2018થી વર્ષ 2020ના ગાળામાં ઇક્વિટી આઇપીઓ માટે નંબર 1 બેંકર છે. આ ભારતમાં બ્રોકિંગ ઉદ્યોગમાં ટેકનોલોજી સંચાલિત ઇનોવેશનમાં પથપ્રદર્શક પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.