IIFL હોમ ફાઇનાન્સએ PMAY અંતર્ગત 42,500 પરિવારોને રૂ. 7000 કરોડની લોન આપી

Monu-Ratra-CEO
IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડ એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છે. કંપનીએ આજે જણાવ્યું હતું કે, એણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ વર્ટિકલ (PMAY – CLSS) અંતર્ગત 42,500 લાભાર્થીઓને આશરે રૂ. 7000 કરોડની લોન મંજૂર કરી છે.
રૂ. 1000 કરોડની સબસિડીનો લાભ 42,500 લાભાર્થીઓને મળ્યો છે, જેઓ આર્થિક રીતે નબળાં વર્ગ (EWS), લૉ ઇન્કમ ગ્રૂપ (LIG) અને મિડલ-ઇન્કમ ગ્રૂપ્સ (MIG) સાથે સંબંધિત છે. રૂ. 1000 કરોડની કુલ સબસિડીમાંથી રૂ. 870 કરોડથી વધારેની લોન EWS/LIG કેટેગરીમાં આવતા પરિવારો/લાભાર્થીઓને પ્રદાન કરવામાં આવી છે. આ કંપનીએ આપેલી કુલ સબસિડીનો 87 ટકા હિસ્સો છે.
IIFL હોમ ફાઇનાન્સના સીઇઓ શ્રી મોનુ રાત્રાએ કહ્યું હતું કે, “અમે ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય (MoHUA)ના તમામને મકાન આપવાના વિઝનને સુસંગત રીતે કામ કરી રહ્યાં છીએ. અમે છેલ્લાં 3 મહિનામાં એફોર્ડેબલ હાઉસિંગ માટે માગમાં નોંધપાત્ર સુધારો જોયો છે. હકીકતમાં આ રોગચાળાએ લોકોને સારી રીતે રહેવા અને સ્વચ્છ સ્થિતિસંજોગોમાં જીવવા માટે પોતાનું ઘરનું ઘર હોવાનું મહત્ત્વ સમજાવ્યું છે. એટલે અમે ભવિષ્યમાં એફોર્ડેબલ હાઉસિંગને લઈને આશાવાદી છીએ.”
આ યોજના અંતર્ગત રૂ. 18 લાખની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા મકાનના ગ્રાહકો તેમની લોન પર PMAY (U) યોજના અંતર્ગત રૂ. 2.67 લાખ સુધીની સબસિડીનો લાભ મેળવી શકે છે, જે MoHUAએ નક્કી કરેલા અન્ય માપદંડો પૂર્ણ કરવાને આધિન છે. આ યોજનાનો ઉદ્દેશ સરકારનાં ‘તમામને મકાન’ પૂરું પાડવાના લક્ષ્યાંકને પાર પાડવાનો છે.
કોવિડ-19 પ્રેરિત લોકડાઉન લાગુ થયું હોવા છતાં IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડે ઝડપથી વ્યવસાય જાળવી રાખ્યો છે અને શક્ય એટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ હાંસલ કરી છે.
ફિન્ટેક હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરીકે IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડ શક્ય હોય એટલી સરળ રીતે ઘરના માલિક બનવાની સફર માટે કટિબદ્ધ છે. એની ભવિષ્ય માટે સજ્જ ટેકનોલોજી સિસ્ટમને કારણે કંપની રોગચાળામાં એનો વ્યવસાય ફરી શરૂ કરી શકી હતી. ટેકનોલોજી સંચાલિત પહેલોએ કોવિડ-19 દરમિયાન પણ વ્યવસાયિક પ્રવૃત્તિઓને સરળતાપૂર્વક આગળ વધવામાં મદદ કરી છે. અદ્યતન એનાલીટિકલ ટૂલ અને ઓટોમેશન સાથે IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડે ઝડપથી અને સચોટ રીતે ક્રેડિટ અંડરરાઇટિંગ, એપ્રાઇઝલ અને કલેક્શન પ્રક્રિયાઓ હાથ ધરી છે.
કંપની એફોર્ડેબલ હોમ ફાઇનાન્સ સેગમેન્ટમાં લીડર છે અને ઔપચારિક આવક સાથે ઓછી આવક ધરાવતા જૂથમાં વ્યક્તિઓને મદદ કરવામાં હંમેશા મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. એની ઓછી રકમની હોમ લોન પ્રોડક્ટ સ્વરાજ લોન સમાજના આ પ્રકારના ઓછી સુવિધા ધરાવતા વર્ગ માટે નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. આ પહેલી વાર ઘર ખરીદતા બહોળા સમુદાયને સેવા પૂરી પાડે છે, જેમની પાસે ઔપચારિક આવકના ડોક્યુમેન્ટ હોય કે ન હોય.